________________
ક* છે ?
શારદા રત્ન
કંપ કયાંય સુખ છે નહિ. સંસાર ઝાંઝવાના નીર જે હેત તે પણ ઘણું સારું ! એમાં ભેળું હરણિયું આશામાં ને આશામાં પ્રાણ ગુમાવત, પણ મનનશીલ માનવ તે આ
હિનીથી દૂર રહેતને! સંસાર મૃગજળથી પણ કંઈક વધુ છે. એથી જ માનવ જાત અધઃપતનની ખીણમાં ફેંકાઈ રહી છે. સંસારના મૃગજળ એવા છે કે માનવીની થેડી પ્યાસ એ મિટાવે છે. મૂળજળની પાછળ આશા દોડ મૂકતો માનવ જ્યારે તૃષાતુર બનીને તરફડે છે ત્યારે એને ટીપું પાણી મળે છે, ને હતાશામાંથી પુનઃ આશા બેઠી થાય છે. ફરી દેડ, ફરી ટીપું. આમ અંતે માનવી કમેતે મરે છે, પણ સુખ મળતું નથી, માટે દુખાથી ગભરાઈને ગતિઓની ગલીઓમાં ભરાઈ જવા દોડધામ ન કરો. ચાર ગતિઓની ગલીઓમાં કયાંય દુખ રહિત સ્થાન નથી. જ્યાં જશે ત્યાં એક નહીં તે બીજુ દુઃખ તૈયાર હોય છે. એક રૂપે નહિ તે બીજા રૂપે. ચાર ગતિઓમાં બદલાતા દુકામાં થોડું આશ્વાસન લઈએ કે પેલા દુઃખ કરતાં આ દુઃખ સહેવું સારું. જેમકે નરકગતિના ભયંકર દુઃખ આગળ મનુષ્યનું દુઃખ ઓછું, એ વાત જુદી છે. કયાંક શરીરના દુખ વધારે તે કયાંક મનના દુઃખ ઝાઝા. સંસાર કર્મમય છે. કર્મમય સંસાર એ દુખનું અસાધારણુ કારણ છે.
સંસારની આ ચાર ગતિ, વીસ દંડક, ચોર્યાસી લાખ છવાયોનિમાં જીવો પર ભ્રમણ કરી રહ્યા છે, જમે છે, જીવે છે અને મારે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક જીવ મનુષ્ય રૂપે છે તે મરીને પશુ થાય છે. દેવરૂપે જન્મે છે. અને નારકરૂપે જન્મે છે, અને મનુષ્યપણે પણ જન્મે છે. જન્મ-જીવન અને મરણ, આ એકધારી હારમાળા ચાલે છે. તે આ ભવપરંપરાનું મૂળભૂત કારણ શું છે? જીવોને ચાર ગતિ રૂપ સંસારમાં કોણ ભટકાવી રહ્યું છે? આ પ્રશ્નોનો જવાબ છે. મિથ્યાત્વ અને અવિરતિ, રાગ અને દ્વેષ, મન, વચન, કાયાને વેગ અને પ્રમાદ! જીવાત્મા આ બધી ભૂલ શા માટે કરે છે કે જેથી તેને ભવાટવીમાં ભમવું પડે છે. એનું મૂળ કારણ એક અજ્ઞાન છે. આત્માને એ જ્ઞાન નથી, સમજણ નથી, કે રાગદ્વેષ કરવાથી આત્મા સાથે કર્મો બંધાય છે. ભગવાન ઉત્તરાધ્યયનસૂત્રને ૩૧ મા અધ્યયનમાં બેલ્યા છે કે
“રાજ રોજે ય તો પાવે, પાર્વજન્મ વત્તા ગા. ૩. રાગ અને દ્વેષ આ બે પાપકર્મનું પ્રવર્તન કરે છે, અને એ કર્મોના ઉદયથી સંસારની ચાર ગતિમાં વિવિધ દુઃખે ભેગવવા પડે છે. આત્મામાં ઘોર અજ્ઞાનતા છવાયેલી છે. જે આ અજ્ઞાનતાનું વાદળ ચીરાય અને જ્ઞાનની આછી પાતળી, તેજરેખાઓ બહાર નીકળે તે એ રાગ-દ્વેષ,-મિથ્યાત્વ વગેરેની ભયંકરતા સમજાય, અને એ દેશોને દૂર કરવાને વિચાર આવે, તે માટે પુરૂષાર્થ થાય. એના મનમાં એ જિજ્ઞાસા થાય કે આ રાગ-દ્વેષ આદિ દોષોને કેવી રીતે દૂર કરાય? તે દોષોમાંથી વધતા સંસાર–પરિભ્રમણને કેવી રીતે અટકાવી શકાય ? એ જાણ્યા પછી તે દોષોને દૂર કરવા પ્રયત્ન કરે.
આપણા ચાલુ અધિકારમાં સતી મયણરેહાના જીવનમાં જ્ઞાનને પ્રકાશ પથરાયો છે.