________________
શારદા રત્ન
૩૦૯ પુત્રાદિ રવજનોને ઉપયોગમાં આવશે, આવી ભાવનાથી તે શરીરની પણ દરકાર ન કરતા ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ દુઃખને સહન કરી ધન મેળવવા માટે રાતદિન તનતોડ મહેનત કરે છે. કાળી મજૂરી કરે છે. ધર્મને ભૂલી જાય છે. તેનું લક્ષ માત્ર ઘન મેળવવાનું હોય છે. આવી રીતે ધન પ્રાપ્ત કરવામાં તલ્લીન બનેલાને પાયા સમુદા સમુcવતિ કદાચિત રોગને ઉપદ્રવ થાય અને પોતે મેળવેલા અઢળક ધનને ભોગવટ કર્યા સિવાય ધનાદિ તથા સ્વજને વગેરેને છોડી ખાલી હાથે પરલેકમાં જવું પડે છે. તે સમયે તેને ઘણે પશ્ચાતાપ થાય છે. ધન મેળવવા કરેલા પાપ તે પોતાને ભોગવવા પડે છે. કોઈ ત્રાણ-શરણ થતા નથી. સંસારના દરેક સંબંધ સ્થાથી છે. સંસારના સર્વ સ્વજના સ્વાર્થના સગા છે. એક લેકમાં કહ્યું છે કે
पिता माता भ्राताऽप्य भिलषित सिद्धा व भिमतो । गुणग्राम ज्ञाता न खलु धन याता च धनवान् ॥ जनाः स्वार्थ स्फाता व निशमवयाता शष भृतः ।
प्रमाता का ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥ સંસારના સુખનું વર્ણન કરવામાં કયો રસિક પુરૂષ પણ પ્રમાતા (માપ કરનાર) છે? કઈ જ નથી, કારણ કે સંસારનું સુખ અનિયત સ્વભાવે તેનું માપ થઈ શકે તેવું નથી. કારણ કે પિતા, માતા, ભાઈ પણ પિતાને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તો જ માન્ય થાય છે. તથા તેમના પર કરેલા ઉપકાર આદિ ગુણેને જાણવા છતાં અને ધનવાન હોવા છતાં પણ તેમને ધન આપતું નથી. કારણ કે સર્વ જી પિતાના સ્વાર્થની સિદ્ધિ કરવામાં જ નિરંતર–રાત્રિ દિવસ અત્યંત ગાઢ પરિણામવાળા રહે છે. એટલે સ્વાર્થની સિદ્ધિમાં વધતા પરિણામવાળા રહે છે, પણ ઉપકારીને થોડું પણ આપીને ઉપકાર કરનારા થતા નથી. જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે બધી ઈન્દ્રિયો શિથિલ થઈ જાય. શરીર કામ આપે નહિ. અને કુષ્ટ અગર ક્ષયાદિ ચેપી રોગ ઉત્પન્ન થાય ત્યારે તે દુઃખી થાય છે. તે સમયે તેના રવજને વૃદ્ધોના ચેપીરોગનો કુટુંબમાં ચેપ લાગશે એ ભયથી અગર તેમની સેવા-ચાકરી કરવી પડશે, પૈસા ખર્ચવા પડશે વગેરે કારણેથી વૃદ્ધજનેને છોડી દે છે. જેની પર મટી આશાઓ બાંધી પુત્રોને મોટા કર્યા એવા પુત્ર પણ તેને સમય આવે છોડી દે છે. આવા પ્રકારને સાંસારિક સ્વાર્થમય સંબંધ રહેલો છે, એટલે મૃત્યુ સમયે કે રોગાદિ સમયે અરસપરસ કઈ કઈને ત્રાણ-શરણ રૂપ થતા નથી. વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિયો શિથિલ થવાથી ધર્મ આરાધના પણ કરી શકે એટલી શક્તિ રહેતી નથી, માટે ભગવાન કહે છે, જ્યાં સુધી ઈન્દ્રિયો શિથિલ થઈ નથી, રોગાદિનો ઉપદ્રવ થયો નથી, ને વૃદ્ધાવસ્થા આવી નથી, ત્યાં સુધી “તાવ ધર્મ પ્રમાણે” ધર્મનું આચરણ કરી લે. માટે સમયને ઓળખી ચેતી જાવ. આ સંસારમાં મારું કેઈ નથી. “જો મે સાઓ ગવા” એક શાશ્વત મારો આત્મા છે. હું એકલે આવ્યો છું ને એક જવાને છું.