________________
શારદા રત્ન
૩૦૭
આવા સુંદર માનવજીવનમાં તે કરવા જેવી છે માત્ર સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની સુંદર આરાધના. આ માનવ જીવનને જ્ઞાની પુરૂષોએ સોનાના ભાજનની ઉપમા આપી છે. તે આવા સુવર્ણના ભાજનમાં શું શોભે ? રત્નત્રયની આરાધના કે ભોગવિલાસની અને પાપકર્મની ગંદી બદબ? માનવની દુનિયા તરફ નજર નાંખતા અફસાસ થાય છે કે કેટલાય બિચારા માન આવા માનવ જીવનને પામીને રત્નત્રયની આરાધનાને બદલે પાપકર્મો કરી રહ્યા છે. અરરર. આ તે સોનાના પાત્રમાં ગંધાઈ ઉઠેલો દારૂ પડયો ! સોનાનું ભાજન દારૂથી ખરડાયું. અરે ! ભરાઈ ગયું ને ગંધાઈ ઉઠયું ! માટે જ્ઞાની પુરુષે કહે છે કે તમે કોઈ જીવનમાં પાપ કરશો નહિ ને મન, વચન, કાયાથી પાપ કરીને કર્મની વર્ગણાઓ ભેગી કરશો નહિ.
આ વિશ્વમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં કર્મવર્ગણું ઠાંસી ઠાંસીને ભરી ન હોય. તે અતિશય સુમિ છે, તેથી આપણી ચર્મચક્ષુથી તે જોઈ શકાતી નથી. અગોચર છે. આ કર્મ વર્ગણાઓ જીવને એમ જ નથી ચાંટતી, પણ જ્યારે જીવ કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ, દ્વેષ અને મેહ કરે, તે પછી જાણતા કે અજાણતા કરે, પણ પેલી કર્મવર્ગણ તે આત્માને ચોંટી જાય છે. આત્માને ચોંટતી આ વર્ગણું–તેનું નામ છે કર્મ. અનાદિકાળથી કર્મના સંગે જીવની સઘળી ખાનાખરાબી થઈ છે. ભલે પછી એ શુભકર્મોને , સંગ હોય કે અશુભકર્મોને સંગ હોય. વસ્તુતઃ એ બધાય સંગ કુસંગ છે. આત્માને પરમાત્મા, જીવ ને શીવ, જન ને જનાર્દન, નર ને નારાયણ ન બનવા દેનાર કર્મને સંગ છે.
મુખ્યત્વે ક્રોધાદિ ભાવો અને શ્રોતેંદ્રિયાદિ પાંચે ઈન્દ્રિયોના વિષયે કર્મવર્ગણાની રજકણોના ઢગલે ઢગલા આત્મા પર ઉતારનાર છે. અરે, એકેક ઈન્દ્રિયના વિષયો પણ ખતરનાક છે. એ ધારે તે આત્માના જ્ઞાનાદિ ગુણોનું નિકંદન કાઢી નાખે. મૃત્યુના મુખમાં ધકેલી દેવાનું કામ તો એના માટે જાણે ડાબા હાથની રમત જેવું. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં એકેક ઈન્દ્રિયના વિષયમાં જે આસક્ત બને છે તેની કેવી ખરાબ દશા થાય છે તે સમજાવ્યું છે. પતંગીયું ચક્ષુઈન્દ્રિયના પાપે અગ્નિના રૂપરંગમાં આકર્ષાતા એમાં પડીને મરી જાય છે ને? ભ્રમર કમળની સુગંધમાં આસક્ત બનતાં એમાં કમળ બીડાતા મરી જાય છે ને ? રસના ભેગી માછલા આમિષના લોભમાં લેખંડના કાંટાથી ભરાઈ જાય છે. આ તો નાના પ્રાણીની વાત કરી, પણ અલમસ્ત મર્દોન્મત્ત હાથીની વાત કરું. હાથિણીના ચિત્રને સાચી હાથિણી સમજીને એનું સ્પર્શ સુખ મેળવવાના લોભમાં ખાડામાં પડી બેભાન બની જાય છે ને મૃત્યુના શરણે થાય છે. હરણીયું શિકારીની બંસરીના સ્વરમાં તલ્લીન બનતા, સંગીતના રાગમાં આસક્ત બનતા, અકાળ મૃત્યુને પામે છે. સમજાણું ને કે એકેકી ઈન્દ્રિયના વિષયમાં ફસાતા જીવોની શી દશા થઈ? કેટલા કર્મોના આક્રમણ કરાવ્યા ? આત્માના સ્વરૂપને કેવું ઢાંકી દીધું ? એકેક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત: બનનારની જે આવી ખરાબ દશા થાય છે,