________________
૩૦૪
શારદા રહે
આ પ્રમાણે વિચાર કરી ધર્મની શરણાગતિ સ્વીકારી. નવકારમંત્રનું સ્મરણ કર્યું.. અરિહંતાની આરાધના કરી. સિદ્ધોની એને સ્મૃતિ થઈ આવી. એણે એ ઇન્ક્યુ કે મેં જે ધમ આરાધ્યા એના પુણ્યે મારા નવજાત બાળ કુશળ રહે. સતીને નથી મરણની ચિંતા, નથી શરીરની ચિંતા, ચિ'તા છે એક માત્ર પેાતાના ખીલેલા પુષ્પની. અરેરે... મારા બાળનુ' શું થશે ? આ ભયંકર અટવીમાં તેનું કાણુ ? માતાને પાતાના સંતાના કેટલા વહાલા હાય છે, પણ એ સ`તાના મેાટા થતાં માતાપિતાના ઉપકારને ભૂલી જાય છે, ભૂલા ભલે બીજુ બધું, માબાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ કદી વિસરશે નહિ; લાખા લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશેા નહિ.
ખીજુ બધુ ભલે ભૂલી જજો, પણ આ ઉપકારી માબાપને ભૂલશે નહિ. કેટલા લાડ લડાવી માટા કર્યા એ માતાપિતાને કેમ ભૂલાય ? (માતૃસ્નેહ શું છે તે પર સુંદર દૃષ્ટાંત આપ્યુ હતુ.) હવે મયણરેહાની પાછળ હાથી પડચો છે, સતીને માથે કેવા કષ્ટ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : સતી મયણરેહાની માફક સાગરદત્ત શેડ પર પણ એક પછી એક આપત્તિ આવતી જાય છે. સાગરદત્ત શેઠને કર્મના જોરદાર ઉદય થયા છે. છતાં તે તે સ્વદોષ જુએ છે. ઉદયચંદ્ર શેઠે સાગરદત્તને ભાતા માટે આડ લાડવા આપ્યા હતા તે પણ ગયા.
ખાવાનુ હાથથી ગયું, રત્ના ગયા લૂટાઈ,
લાડવા જોઈને ભીલ હર્ષિત થયા, રડે છે બાળકો ત્યાંય. ખાવાનું ભાતું પાસે હતું તે ગયું અને રત્ના પણ ગયા. લાડવાને આપતા જોઈ ને બંને ખાળા ખાવા માટે ખૂબ રડે છે, અને લાડવા જોઈને ભીલને ખૂબ આનંદ થયેા. ભીલની ન્યાતમાં અટ લાડવા થાય નહિ. એટલે તેને ખૂબ વહાલા હાય. એક વાર ભીલે જૈન મુનિ પાસે પ્રતિજ્ઞા લીધી કે લાડવા ખાવા નહિ. કારણ કે ખાર વષે પણ લાહવા ખાવા ન મળે. એક વાર તેમની ન્યાત થઈ ને તેમાં લાડવા બનાવ્યા. પેલા ભીલને તેા પ્રતિજ્ઞા હતી. કેવી રીતે લાડવ! ખવાય ? ત્યારે એક જણાએ કહ્યું કે તું આવી રીતે ખેલ, ખ!ધા રે બાધ!, તું મારી મા, લાડવા ઉપરથી ઉઠીને ભાત ઉપર જા.” આમ કહીને પેલા ભીલે તેા લાડવા ખાઈ લીધા પછી ભાત ખાવાના આવ્યા. ત્યારે કહે “ખાધા રે ખાધા, તું મેરી માં, ભાત ઉપરથી ઉઠીને લાડવા ઉપર જા.” એમ કહીને ભાત પણ ખાઇ લીધેા. આવી ખાધાથી શું? અહીં તે એ વાત છે કે ભીલને લાડવા ખૂબ પ્રિય હાય.
આ ભીલ લાડવા જોઈને ખૂબ હરખાઈ ગયા. હાશ! રાજ રોટલા ખાઇએ છીએ, આજે લાડવા ખાઈશું. ત્યાં તા ભીલની પત્ની ભીલ માટે જમવાનું લઈને આવી, ભીલે