________________
*
*
શારદા રત્ન
૩૦૪ જઉં ક્યાં! ખેતરમાં તે કાંટા પણ ઘણાં વાગી ગયા પણ સીને મરણને ડર છે. મનમાં થાય કે હાથી મારી પાસે આવશે ને હમણાં મને છુંદી નાંખશે. એ મરણના ભયથી ભાગાભાગ કરતી હતી પણ કોઈ હિસાબે હાથી અંકુશમાં આવતો ન હતો.
છેવટે મારા આ માએ વિચાર કર્યો કે અત્યારે હું હાથીના પંજામાંથી છૂટી શકું તેવું દેખાતું નથી. તેણે મારે પીછો પકડ્યો છે તે છોડતો નથી. મહાવતે ઘણું અંકુશ માર્યા. મેં કહ્યું ભાઈ! તેને મારીશ નહિ. મેં તે નિશ્ચય કર્યો કે અત્યારે જિંદગી જોખમમાં છે. તો હવે હું સાગારી સંથારો કરી લઉં. એમ વિચાર કરી ખેતરમાં જઈ ભૂમિનું પ્રતિલેખન કરી સાગરી સંથારો કર્યો. “જે હું આ ઉપદ્રવમાંથી બચું તે માટે છૂટી, નહીં તે કાળ આવે જાવજીવ.”
આહાર શરીર ને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર
મરણ આવે તે સિરે, જીવું તે આગાર. સમસ્ત પાપની આલોચના કરી સાગારી સંથારે કર્યો, પણ હૈયામાં થડકા બેસતું ન હતું. મનમાં નવકારમંત્રનું સ્મરણ કર્યું. હું શાસનદેવ! તમે રક્ષા કરજો. મારું જીવન હવે આપને સોંપ્યું છે. નવકારમંત્ર ગણ્યા પણ મન તે હાથી શું કરશે એ વિચારમાં દોડી રહ્યું હતું. આંખ ખોલીને જોયું કે હાથી શું કરે છે ? હાથી ઠંડી પડી ગયો. ને ધીમે ધીમે મારી તરફ આવતો હતો. મનમાં થયું કે હવે ઠંડાં પડ્યો છે. એટલે મને મારશે નહિ. થોડી હિંમત આવી પણ પછી તો હાથી એકદમ મારા પગ સુધી આવ્યો. મારા પગથી દૂર રહી હાથી પોતાની સૂંઢને ત્રણ વાર મારા પગ સુધી લાવ્યો ને પછી સૂંઢને લઈ જઈને મસ્તક પર ચઢાવી. આમ ત્રણ વાર કરી હાથી પિતાના સ્થાને ચાલ્યો ગયો. ત્યારે મનમાં થયું કે અરે જીવડા ! તું હાથીથી ભાગતો ફરતો હતો. એ કયાં તને મારવા આવ્યો હતો ! છતાં ભયથી ભાગતી હતી. મહાવત કહે અરે મહારાજ ! આજ તે મને એટલો બધો ભય હતો કે આ ગાંડો થયેલો હાથી મહારાજને શું કરી બેસશે, પણ આપણને શી ખબર કે એ વંદન કરવા માટે આવતા હશે! પૂર્વ જન્મના સંસ્કાર હોય તે તેને સંતને ના દર્શન કરવાનું મન થાય. છેવટે હાથી તો સીધે પિતાના રસ્તે ચાલ્યો ગયો, ને મેં સંથારો પાળે. અમે ત્યાંથી વિહાર કરીને ડાકોર પધાર્યા. મારો કહેવાનો આશય એ છે કે હાથી જ્યારે પાછળ પડે ત્યારે દિલમાં કેટલે ગભરાટ પેદા થાય છે. ક્યાં જાઉં ને શું કરું એ જ વિચાર રમ્યા કરે છે.
અહીંયા પણ સતી મયણહા આગળ દોડે તો હાથી તેની પાછળ પાછળ દોડે છે. મયણરેહા વિચારવા લાગી કે હવે આ પ્રમાણે હું ક્યાં સુધી ભાગીશ? આ હાથી તે કાળની માફક પાછળ દોડતો આવી રહ્યો છે. મને તો એમ લાગે છે કે જે કાળ છોડે તે આ હાથી મને છોડે. કાળ તે અનાદિકાળથી મારી પાછળ પડ્યો છે. મારા પતિને પણ કાળ લઈ ગયે છે, અને હવે સંભવ છે કે તે કાળ મને લઈ જવા માટે આ રૂપમાં આવ્યો હોય. હવે બચવાને કેઈ ઉપાય નજરે દેખાતો નથી. મયણરેહાએ