________________
શારદા રહે
ક
આગળ પાછળ નહિ, મકાનની કે ધંધાની આગળ પાછળ નહિ પણ તમારા આ મનુષ્યભવની આગળ પાછળ જુએ, તેા તમે સન્માગે આવી શકશેા. જો નહિ જુએ તે સન્માર્ગ મળવા મુશ્કેલ છે. આ મનુષ્ય ભવની આગળ પાછળ જોશે તેા ખ્યાલ આવશે કે હું આ ચતુતિના ચક્કરમાંથી આવ્યા છું, અને હજુ ચતુ`તિના ચક્કરમાં ફરવાના છું. હવે મારે આ ચક્કરમાં ફરવુ' ન હેાય તેા આ જીવનમાં સાધના કરી લેવી જોઇએ.
આજના મૉંગલ દિવસ એ પર્વ લઈને આવ્યા છે. દિવસ એક છે પણ પવ એ છે. એક છે સ્વાતંત્ર્ય દિન અને ખીજું પર્વ છે રક્ષાબંધન. આજના દિવસને બધા સ્વતંત્ર દિન તરીકે માને છે. નાના નાના બાળકા પણ ખુમારીથી ખેલે છે કે આજે અમારા સ્વતંત્ર દિન છે. સારાયે ભારતમાં આજના દિવસને આઝાદીના દિન તરીકે માનવામાં આવે છે. સ્વતંત્રતા અંતરને આનંદ આપનારા કેવા મનેાહર શબ્દ છે! સ્વતંત્રતા મળી ને મુક્તિનાં ગીતા ગવાયા. સ્વતંત્રતાના સૂર્યોદય પ્રગટયા ને સ્વદેશીએ આઝાદીના આનંદ મનાવવા લાગ્યા, પણુ ખરેખર આજે આઝાદી જીવનમાં આખાદી લાવી કે બરબાદી ? સ્વતંત્રતા લાવી કે સ્વચ્છંદતા ? દુર્ગુણેાની દુર્વાસના જ્યારે દિલમાંથી દૂરથશે અને જીવનમાં દયા ને દિવ્યતાના દીપક ઝળહળી ઉઠશે ત્યારે આંગણે આવકાર નહિ આપવા છતાં ચે આઝાદી આબાદી-અમર બનીને તમને વિજયમાળા પહેરાવ ચેતન આત્મા જ્યારે દેહથી વિમુક્ત બની સત્ ચિદાની બનશે ત્યારે સ્વત ંત્રતાન સાચા સૂર્યોદય પ્રકાશી ઉઠશે. એ સ્વતંત્રતા જીવન-મૃત્યુની સાંકળને ભેદી નાખશે ત્યારે સ્વતંત્રતાના સાચા સ્વાદ અને આનંદ અનુભવાશે.
આજના દિવસે ભારત અગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બન્યું છે. પરતંત્રતામાંથી સ્વતંત્ર બન્યુ છે, એટલે ભારતવાસીએ આનંદ ને ખુશી મનાવે છે. આજે સ્કૂલામાં, હાઈસ્કૂલામાં, કચેરીઓમાં, કોર્ટોમાં બધા ધ્વજવંદન કરીને આનંદ મનાવશે. જેણે પરતત્રતાને અનુભવ કર્યો હૈાય તે સ્વતંત્રતાની કિંમત આંકી શકે છે.
આજથી ૩૪ વર્ષ પહેલા દોઢસેા વર્ષ સુધી અંગ્રેજોએ આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર રાજ્ય કર્યું.. અંગ્રેજોની એ ગુલામીમાંથી મુક્ત થવા ભારતની જનતાએ ઝુંબેશ ઉપાડી. એ ઝુંબેશમાં મેાખરે મહાત્મા ગાંધીજી હતા. ગાંધીજી કેટલા પવિત્ર પુરૂષ હતા ! એમનું જીવન એટલે સાદાઇના શણગાર. તે ધારત તેા મહાન સુખ વૈભવમાં રહી શકત, પણ એમણે જીવનમાં સાદાઈ અપનાવી. સારાયે ભારતની જનતા તેમને ઝુકી પડતી. સ્વતંત્રતાની ચળવળમાં કંઈક નિર્દોષ માણસા માર્યા ગયા. કંઈક કલૈયાકુંવર જેવા યુવાનેાના લેાહી રેડાયા. કંઈક ચુવાને યુવાનીના આંગણે પગ મૂકતા તેમાં ખપી ગયા. કેટલાયને જેલના સળીયા ગણવા પડયા. બ્રિટીશ સરકારની ગુલામીમાંથી મુક્ત થવું હતું તે આટલા કષ્ટો વેઠવા પડયા, તા આપણા આત્મા કેટલા કાળથી કર્મોની ગુલામીમાં પડયા છે ! અનતા અનંત કાળથી કર્મી રૂપી બ્રિટીશ સરકાર આપણા આત્મા ઉપર રાજ્ય કરી રહી છે, અને આત્માને હેરાન પરેશાન કરી રહી છે તેની સામે ઝુ ંબેશ ઉઠાવવાનું મન થાય છે ? અંગ્રેજોએ તે માત્ર દોઢસે વર્ષ ભારતની પ્રજાને ત્રાસ આપ્યા, પણ ક
૧૯