________________
૩૦૦
શારદ રત્ન મળે, જૂઠું બોલીશું તે મળશે. તે તમે શું બોલશે? સાચું કે ખોટું? (શ્રોતામાંથી અવાજ-ખોટું જ બોલીએ.) વધુ કહું તે તમને એમ લાગે છે કે પ્રમાણિકતાથી–નીતિથી આ ધંધામાં વધુ નફો નહિ મળે. નીતિથી ધંધો કરતા લખપતિ નહિ બનાય, પણ અનીતિથી લખપતિ બનશે. લો તમે શું કરશો? (શ્રોતામાંથી અવાજ – તે તે અનીતિથી ધંધો કરવાના ) મોટા ભાગે બધા એમ જ કરે છે, કારણ કે બધાને જલદીથી શ્રીમંત-ધનવાન બની જવું છે ! આજે ને આજે જ અઢળક ધન જોઈએ છે. જે તમે માનતા હો કે અસત્ય બોલવાથી સુખ મળે છે. અનીતિથી ધંધો કરતાં લક્ષાધિપતિ થવાય છે, તો આ માન્યતા તમારી ખોટી છે. આ સંસારના સુખ જલદીમાં જલદી મેળવવાની તાલાવેલી છે, પણ હું તમને પૂછું છું કે તમને એમ થાય છે કે મારે મેક્ષ અબઘડી જોઈએ છે? ના...ના...એવી તાલાવેલી નહીં થતી હોય! કેમ બરાબર છે ને ! વાત સાચી છે ને !
ધર્મ આ બધા સુખ આપે છે, પણ તમારી ઉતાવળ તેમાં કામ નહિ લાગે. સુખ આપવાની ધર્મની એક લાંબી પ્રોસીજર–પ્રક્રિયા છે. સુખ મેળવવા માટે એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આજે જે કંઈ સુખ છે તે બધું ધર્મથી મળ્યું છે. એક લાંબી પ્રક્રિયામાંથી આપણે પસાર થયા છીએ. જન્મ-જન્માંતરોની વાત આપણને યાદ નથી, પણ, આપણે અનેક જન્મમાં ધર્મની એ પ્રક્રિયામાંથી પસાર થયા છીએ. ત્યારે આજે ચપણને આટલું ને આવું સુખ મળ્યું છે. સુખના સાધનો મળ્યાં છે. સુખને અનુભવ થાય છે. આજે પણ આ જીવનમાં ફરી ધર્મની એ પ્રક્રિયામાંથી પસાર થઈશું તો બીજા “જીવનમાં પણ સુખ જરૂર મળશે.
ધર્મની બે પ્રક્રિયા છે. એક પ્રક્રિયા છે પુણ્યકર્મના બંધની અને બીજી પ્રક્રિયા છે પાપકર્મોનો ક્ષયની. પુણ્યકર્મના બંધથી ભૌતિક સુખ મળે છે, અને પાપકર્મોના યથી આત્મિક સુખ મળે છે. ધર્મથી તાત્કાલિક પાપકર્મોને ક્ષય થઈ શકે છે. આથી આત્મિક સુખ તરત મળે છે, પરંતુ ધર્મથી જે પુણ્યકર્મ બંધાય છે તે તે ઉદયમાં આવે ત્યારે ભૌતિક સુખ મળે. પુણ્યકર્મ કરવાથી આજે જે પુણ્ય બંધાયું તે પુણ્ય તાત્કાલિક ઉદયમાં નથી આવતું. અમુક સમય પછી તે બાંધેલું પુણ્યકર્મ ઉદયમાં આવે છે. કર્મ સત્તાને આ એક નિયમ છે. જ્યાં સુધી પુણ્યકર્મને ઉદય ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. અધીરા બનવાથી કામ ન ચાલે. એવું પણ બને કે આ જીવનમાં તે પુણ્યકર્મ ઉદયમાં ન આવે તે બીજા ભવમાં તે ઉદયમાં આવશે અને ત્યારે તે તેના શુભ ફળ ચોક્કસ આપશે. એવું પણ નથી કે બીજા ભવમાં જ તે ઉદયમાં આવે. આ ભવમાં બાંધેલું કર્મ વીસ, પરચીસ, પચાસ ભવો પછી પણ ઉદયમાં આવે.
- આ વાતને અર્થ સમજ્યા ખરા? ધર્મથી જે સુખ મળે છે. ધર્મ જે સુખ આપે છે તે ડાયરેકટ-સીધું નથી આપત, પણ પુણ્યકર્મના માધ્યમથી આપે છે. આગ, સગડી ચૂલો કે ગેસથી ભેજન બને છે પણ તે ભોજન સીધેસીધું–ડાયરેકટ સગડી વગેરેથી