________________
શારદા રે મોકલી હતી. આથી વણઝારાને સરલો પર પોતાની ભાણી જેવો પ્રેમ થયો. તેણે ભલીબેનને કહી દીધું બેન ! મારે કઈ સગી બેન નથી. માટે મારે તારી આ સરલાનું મોસાળું કરવાનો લહાવો લેવો છે. જ્યારે તારી ગગીના લગ્ન લે ત્યારે તારા આ ભાઈને તું યાદ કરજે. સમય જતાં સરલા મટી થઈ. તેના લગ્ન લેવાયા. ભલીબેને તેના ધર્મના ભાઈ વગુઝારાને કંકેત્રિી મોકલી. વણઝારો બરાબર મોસાળું કરવાના સમયે આવી પહોંચ્યો. ભલીબેનને કેશુભાઈ નામે એક ભાઈ હતો. તે ખૂબ ગરીબ હતું. તેને ખબર પડી કે પેલ રણછોડ વણઝારા સરલાનું મોસાળું કરવાનું છે, તેથી તે રિસાઈ ગયે ને કહે હું લગ્નમાં નહિ આવું. હું ગરીબ માણસ, હું કંઈ ન કરું તે મારી લાજ જાય ને!
વણઝારાને આ વાતની ખબર પડતાં તેના ઘેર ગયો અને તેમને પ્રેમપૂર્વક કરગરીને કહ્યું–આપ ભલીબેનના સગાભાઈ તમે પહેલા ! હું ધર્મને ભાઈ પછી ! આપણે બંને ભાઈઓએ ભેગા થઈને મોસાળું કરવાનું છે. વણઝારાના દિલમાં કેટલી સહાનુભૂતિ જાગી છે. વણઝારાની પણ ભાવના કેટલી પવિત્ર છે ! ભલીબેનના ભાઈએ વણઝારાની વાત રવીકારી. આ રણછો; વણઝારાએ પોતાની સરલા “ભાણ” માટે પંદરેક તોલા સેનાના દાગીના કરાવ્યા હતા. તેમાં અડધા તોલા જેવું કેશુભાઇનું હતું અને એક હજાર રૂપિયાના કપડા લાવ્યો હતો. કાપડમાં તે કેશુભાઈએ કાંઈ આપવાનું નહોતું, છતાં
સાળું જાણે કેશુભાઈ કરતા હોય તેવો દેખાવ કર્યો. વણઝારાએ બધામાં કેશુભાઈને આગળ કર્યા. ધન્ય છે આવા ધર્મના ભાઈને કે જેણે ધર્મના ભાઈ બનીને બહેનની - રક્ષા કરી, અને લગ્ન વખતે મોસાળ પણ કર્યું. ધન્ય છે આવા ભાઈને ! | મારા બંધુઓ ! આ જે સંસારમાં ખુણે બેસીને હું ઘણું બેનને રડતી જોઉં છું. તો મારે તમને બીજું કઈ કહેવું નથી. ફકત આજે રક્ષાબંધનના દિવસે જે તમારી રક્ષા કરવી હોય તે પહેલા તમારી બેનની રક્ષા કરો. કેઈને અણબેલા હોય તો તે તોડીને આજથી સ્નેહની સરવાણી વરસાવી સાચા વીર બને. અહિં એક બનેલી કહાની યાદ આવે છે.
એક સુખી માતા-પિતાને એક દીકરો હતો. ખૂબ લાડકોડથી ઉછેરે છે, પણ બિચારા છોકરાને પાપને ઉદય કે હજુ ત્રણ ચાર વર્ષનો થયે ત્યાં માતા માંદગીના બિછાને પડી. તેને પુત્રની ચિંતા સતાવ્યા કરે છે, પણ કાળ આગળ કોનું ચાલે? તે તો બધાને છેડી ચાલી ગઈ. સંસારમાં સંતાન માટે માતા એ સર્વસ્વ છે. નાનપણમાં જેની માતા ચાલી જાય એને માટે તે પછી દુઃખનું પૂછવાનું જ શું ? પિતાની ઉંમર નાની હતી. તેથી બધાના કહેવાથી શેઠે ફરીવાર લગ્ન કર્યા. નવા શેઠાણી ઘરમાં આવ્યા. શેઠાણી આ દીકરાને ખૂબ સાચવે છે. તેને માતાની મીઠી યાદ પણ આવતી નથી. સમય જતાં આ શેઠાણીને પણ ચાર દીકરા અને એક દીકરી થયાં, દીકરી સૌથી મોટી છે. ભાઈઓ નાના છે. ધીમે ધીમે કરી મોટી થઈ. તેનું નામ છે ગુણવંતી. તેનામાં નામ પ્રમાણે ગુણ છે. ગુણ ગુણનો ભંડાર છે. ખૂબ ડાહી સમજણ અને સદગુણી છે. તે મોટી થઈ એટલે એક સંસ્કારી ધર્મિષ્ઠ છોકરા સાથે એના લગ્ન કર્યા.