________________
૨૨
શારદા રત્ન
ગુણસ્થાનકે જાય એટલે શાશ્વત મુક્તિ મળે. ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ કેટલી ? પાંચ હસ્વ અક્ષર અ, ઈ, ઉ, અ, લ, એટલું બોલીએ એટલી વારમાં તે જીવ મેક્ષમાં બિરાજી જાય. એટલે શાશ્વત મુક્તિ મળે. સાચી અને શાશ્વત સ્વતંત્રતા આ છે. આ સ્વતંત્રતા કદી ન જાય તેવી છે, પછી જન્મ જરા-મરણ કંઈ નથી. કર્મોરૂપી બ્રિટીશ સરકારની ગુલામીમાંથી મુક્તિ એ જ સાચી સ્વતંત્રતા છે.
આજના દિવસે બીજું પર્વ છે તે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસ બહેનને અતિપ્રિય લાગે છે. આપણે ભારતદેશ પર્વ પ્રધાન દેશ છે. સંસારના સમસ્ત દેશની અપેક્ષાએ અહીંયા અધિક પર્વ, અધિક તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબંધનને દિન પણ એમાંનું એક પર્વ છે. આજના દિવસે કંઈક બહેનના હૈયાં હરખાય છે ને કંઈક બહેને ઘરમાં બેસીને રડે છે. કારણ કે જેને ભાઈ છે તે બહેન હસતી ને રમતી ભાઈના હાથે રાખડી બાંધવા જાય છે. કેઈ સુતરની રાખડી બાંધે, કઈ મોતીની બાંધે કેઈ ચાંદીની બાંધે. ભાઈ રાખડી બંધાવીને પોતાની શક્તિ પ્રમાણે સાડી, પાંચ પચ્ચીસ કે પચાસ રૂપિયા આપે છે, પણ જેને ભાઈ નથી એવી બહેને આંખમાંથી આંસુડા સારે છે, કે જે મારે ભાઈ હોત તો હું પણ આજે આ બધી બેનની માફક રાખડી બાંધવા જાત ને? તેના સંતાને પણ એમ કહે છે કે બા ! બધા છોકરાઓ મામાને લેર જાય છે ને આપણે નહિ જવાનું ! ત્યારે એ માતા છોકરાઓને સમજાવે છે બેટા! તારે મામા નથી. કયાં જઈએ ? એટલું બોલતા એનું હૈયું ભરાઈ જાય છે. જે બહેનને 'ભાઈ નથી તેને તે આટલું દુઃખ થાય પણ ઘણી બેને એવી છે કે જેને ભાઈ હોવા છતાં એ બહેનને પોતાને ઘેર બેલાવતો નથી. આવી બહેને છતે ભાઈએ ભાઈ વિનાની છે. એના દિલમાં આજે આઘાત લાગે છે. એની તે કરૂણદશા બને છે.
રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગિનીના હૃદયની ઉમિઓ ભાઈ પ્રત્યે ઉછળી રહી હોય છે. જગતના સર્વ સંબંધની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર સંબંધ હોય તે ભાઈબહેનના નિર્મળ પ્રેમને. ભાઈબહેનની પ્રીતડી એટલે જાણે ખારા સમુદ્રમાં પણ એક નાની મીઠી વીરડી. બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન એ સ્નેહનું સરોવર છે. બહેનની રાખડીમાં રહેલું રેશમનું ફુમતું અને તેની સાથે રહેલો દોર એનું નામ જ રક્ષા નથી પણ એની પાછળ બહેનની ભાઈ પ્રત્યેની ભવ્ય ભાવના અને બહેનના રક્ષણની મહાન જવાબદારી રહેલી છે. નાનકડી રાખડી વેરઝેરના રવાડે ચઢી ગયેલા અને એક બીજાની સામે દાંત કચકચાવી રહેલા હૃદયો વચ્ચે સદભાવનાનો મજબૂત પૂલ બની શકે છે. આ દિવસની એ મહત્તા છે કે બહેની જ્યારે હર્ષઘેલી બની ભાઈના હાથે રક્ષા બાં છે ત્યારે જીવનનો અમૂલ્ય લહાવો માણે છે. તે માત્ર રક્ષાબંધનથી સમાપ્તિ નથી કરતી, પણ ભાઈના કાનમાં સંદેશ પાઠવી જાય છે. હે વીરા ! આ રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયને નિર્ચાજ અખૂટ પ્રેમ ભરેલ છે. જેના પ્રત્યેક તારમાં બહેનના દિલની લાગણી તથા આત્માના પ્રત્યેક સ્પંદને જોડાયેલા છે. રક્ષા માત્ર સુતરને દોરો