________________
શારદા રત્ન
હોવા છતાં વર્તમાનમાં તે આત્મા રાંક-ભિખારી જેવો છે. તેમાં પણ વળી કેમેગે નિગદ જેવા ભયંકર સ્થળે જન્મ લે છે, ત્યારે તો જ્ઞાનને અનંત ભાગ ઉઘાડો રહે છે, અને તે સ્થિતિમાં આત્માને અનંતકાળ જીવવું પડે છે. આ બધી વિટંબણને જે. અંત લાવ હોય તે આત્મા માટે એક જ ઉપાય છે અને તે ઉપાય એ છે કે મેહની સામે મારો ચલાવ. મારો ચલાવ્યા સિવાય એ મેહ કઈ રીતે મરે એમ નથી.
જિનેશ્વર ભગવંતોએ મહિને મારવાના અનેક ઉપાયો બતાવ્યા છે, પણ પહેલાં આપણે એ સમજવું જોઈશે કે આ મહિના મૂળને સિંચન શાથી મળે છે? જીવનમાં એ પ્રતિદિન વિકાસ શાથી પામે છે ? આ પ્રશ્નના જવાબમાં ભગવાન સમજાવે છે કે અહં અને મમના રટણથી આ મોહ વૃદ્ધિને પામે છે. જ્ઞાનસારમાં પણ કહ્યું છે કે, “બહું મોતિ મંત્રોડયં મોહ્ય ૩ જાથાનધ્યરાહું એને ને એ મારું, આ મહારાજાના મંત્રે આખા જગતને અંધ બનાવી દીધું છે. આ પદમાં એ બતાવ્યું કે મોહ શેનાથી વૃદ્ધિ પામે છે. જ્યાં સુધી મેહના મૂળ સુકાવાને બદલે સિંચાયા કરશે ત્યાં સુધી “હું” અને “મારો” આ મંત્રના જાપમાંથી ભલભલાઓ મુક્ત થઈ શકશે નહિ. જીવ જન્મે છે ત્યારથી મરે છે ત્યાં સુધી એ મંત્રનો જાપ એક સરખે ચાલુ રહે છે. ખરેખર મેહથી એ પ્રાણી એટલે બધે અંધ બને છે કે એને પોતાની વસ્તુ જ દેખાતો નથી. એ આખી જિંદગી પારકી વસ્તુઓની પંચાતમાં પૂરી કરે છે. હું કોણ છું ? કયાંથી આવ્યો છું? મારે ક્યાં જવાનું છે? આવા પવિત્ર વિચારો તે એ જીવને સ્વપ્નમાં પણ આવતા નથી. આ રીતે મેહ મહીપતિએ આખા જગતને મૂંઝવી નાંખ્યું છે. આખા જગતને મૂંઝવનાર મહમહીપતિની શક્તિ અજબ છે. આવા સમર્થ મહમહીપતિને. કઈ રીતે હંફાવવો? એને હંફાવવા માટે જેવા તેવા શા કામ નહિ આવે. જેવા તેવા મંત્રોથી પણ એ મોહ મરે તેમ નથી. મેહને મારવા માટે એક મંત્ર છે. “હું કેઇન નથી ને મારું કઈ નથી. ” હું એટલે શુદ્ધાત્મ દ્રવ્ય અને મારા જ્ઞાનાદિ ગુણ, એ સિવાય હું બીજું કોઈ નથી, અને આ જગતમાં મારું પણ કોઈ નથી. આ પ્રકારના અંતરના શુદ્ધ પરિણામ મેહમહીપતિના શિરછેદ માટે સુદર્શન ચક્રના સમાન છે. હું કેઈને નથી ને મારુ કોઈ નથી. આ મંત્ર કર્માધિરાજને મૂંઝવવા મંધાધિરાજ સમાન છે.
આપણે વાત ચાલતી હતી કે આત્માને ચાર કનડગતે છે. આ ચાર કનડગતે એટલે ચાર ઘાતી કર્મો જાય ત્યારે સાચી સ્વતંત્રતા આવે. ઘાતકર્મો કનડગત કરનારા છે, પણ અઘાતી કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કનડગત કરનારા નથી. જીવે જ્યારે ૧૨ મા ગુણસ્થાને પહોંચે ત્યારે ઘાતકર્મો ઉડી જાય છે અને ૧૨ માં ગુણસ્થાનના છેલા સમયે અને તેમાં ગુણસ્થાનના પહેલા સમયે જીવ કેવળજ્ઞાન પામે છે, ત્યારે આત્માની સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. અઘાતી ચાર કર્મો કનડગત કરનારા નથી. નામકર્મ તથા આયુષ્યકર્મથી નુકશાન શું છે? આવી દશાને પામેલા કેવળી ભગવંતોનું આયુષ્ય લાંબુ હોય તે લાખો જેના કુલ્યાણમાં નિમિત્તભૂત બને. જીવ ચૌદમાં
*: