________________
શારદા રત્ન
પાંચ ભાઇઓની લાડકી એક બહેન હવે શ્વસુર ગૃહે વિદાય થઈ છે. તેથી માબાપને તથા ભાઇઓને ખૂબ આઘાત લાગ્યા, તેમની આંખમાં શ્રાવણ ભાદરવા વહેવા લાગ્યા. આપણી લાડકી બેનડી શું હવે આપણને છેડીને સાસરે જશે ! ભાઈ આના બહેન પ્રત્યે ખૂબ પ્રેમ. મા બાપે અને ભાઈ એએ આંખના છેલ્લા અશ્રુને કિ`મતી ચીજની જેમ ધીમે ધીમે લૂછી નાંખ્યા. બહેન હવે આ ઘર છોડીને હમેશ માટે જતી હતી તેથી આંસુ વારંવાર બધાની આંખાને ભીની કરી દેતા. ટપકતા પ્રત્યેક આંસુ કહેતા હતા—એનું સૌભાગ્ય અખંડ રહેા ! એના હૈયાના હેત કદી ન સૂકાય ! એના હાથના કામણ એના શ્વસુરગૃહને સદા લીલાછમ રાખે. છેલ્લે વિદાય આપતા માતા કહે છે બેટા ! તું આ ઘર છેાડીને પરઘેર જાય છે, તારા સાસરે તારા ગુણેાની સુવાસ સદા મ્હે'કતી રાખજે, તારા ગુણેાથી, કાચથી બધાના દિલ જીતી લેજે ને કુળની આબરૂ વધારજે. બેટા ! તારું સૌભાગ્ય અખડ રહે !
મા બાપની લાડકવાયી દીકરી પાંડવા સમાન પાંચ ભાઈ એની વહાલસેાયી બેન સૌને છેડી એક તદ્ન અજાણ્યા ઘરમાં દાખલ થઇ. તેનું રૂપ તે અથાગ હતું અને તેમાં સદ્ગુણાની સુગંધ ભળેલી હતી, તેથી તેણે જેવા શ્વસુરગૃહમાં પુનિત પગલાં માંડ્યા ત્યારે ઘરના બધાને એમ થયું કે જાણે સૌના સાળે શણગાર સજીને સાક્ષા લક્ષ્મીદેવી પધાર્યા. આ ઘરની દીકરીએ પેલા ઘરની વહુ. જિંદગીના બે તદ્ન ભિન્ન પાસા. પિયરમાં લાડપાન મળ્યા, અને સાસરે પણ લાડપાન મળ્યા, પણ તે લાડપાનમાં વિશિષ્ટ ભિન્નતા હૈ।ય છે. પિયરમાં બધાએ તેની સુખ સગવડ સાચવી. અહીં સૌ તેની પાસેથી સેવા અને સુખ સગવડ સાચવવાની આશા રાખતા. ગુણવતી પેાતાની જાતને ભૂલી ગઈ, અને પાતને તથા સાસુ સસરાને યાદ રાખ્યા. એણે ઘરના બધાની ખૂબ સેવા ચાકરી કરી. ઘરના કામકાજ કરી તેના ગુણની સુવાસ ફેલાવી, અને સાસરિયા બધા તેને કુળદેવી સમાન માનવા લાગ્યા.
સસાર વાડીમાં આવેલી સરખી સ્રી આધારને ઝંખે એ વાત તેા સાચી, પણ એથી ય અધિક સાચી વાત એ છે કે વૃક્ષેા પણ વેડીને આધાર આપીને વેલીના આધાર પામતા હાય છે. ગૃહસ્થરૂપી માગમાં શ્રી સ્વરૂપી વેલના પ્રેમ, આત્મત્યાગ, સેવાના પુષ્પાથી દૃઢતા અને મજબૂતાઈથી સીચાતા રહે છે. ઘરની લક્ષ્મી બનીને બે ત્રણ વર્ષ અગાઉ આવેલી આ કન્યાએ પણ આ પ્રકારનું દૃષ્ટાંત પૂરું પાડ્યુ', પણ ભાગ્યને એ ગમ્યું નહિ. હાય.
ગુણવ'તીના પતિને તાવ આવ્યા અને તાવની ટૂંકી માંદગીમાં એના પતિનું અવસાન થયું. આ સમયે ગુણવંતીને છ મહિનાના એક બામેા હતા. પતિના મૃત્યુથી ગુણવંતીને ખૂબ આઘાત લાગ્યા. ભાલની સૌભાગ્ય ટીલડી, ચૂંદડી સાથેના એના સંબંધ સદાને માટે તૂટીગયા અહા ! પાંચ પાંચ ભાઈની લાડીલી એનડી લાડ કાડમાં ઉછરેલી, જેણે કાઇ દિવસ દુઃખ જોયું ની