________________
શરદી રત્ન
છું. સિદ્ધ ભગવંતોને કેવળજ્ઞાન અને કેવળદર્શન બે ઉપગ છે. ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર આ ભવ પુરતું છે. જ્યાં શરીર છે ત્યાં ચારિત્ર છે. જીવ અશરીરી બને છે, ત્યારે ચારિત્ર નથી હોતું. જ્યારે સંયમ લઈએ ત્યારે બધા પચ્ચખાણ જાવજીવ સુધીના કરાવાય છે, એટલે જીવે ત્યાં સુધી. શરીર છૂટે એટલે ચારિત્ર પણ છૂટી જાય છે. જ્ઞાન, દર્શન આત્માના સહભાવી ગુણ છે. જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં કરે છે, અને આત્મઘરમાં શોધ કરે છે, ત્યારે એના આ ગુણે સ્વયં પ્રગટી જાય છે.
આપણું જીવન જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, માટે જરા અને મૃત્યુથી સળગતા આ સંસારમાંથી આત્મસાધના કરીલો. આ ગાથા આપણા આત્માને જગાડે છે હે જી ! જાગે...જાગો..જાગો. આ જાગવાન, ચેતવાને સમય છે. જે ઘડી અને પળ જાય છે તે કરોડો રૂપિયા દેતા પણ પાછી મળતી નથી. આ કાળમાં આયુષ્ય કેટલું? મુઠ્ઠી દાણા જેટલું. કોઈ માણસ યાચકને મુઠ્ઠી ભરીને દાણું આપે તો તેનું પેટ ભરાય ખરું? ના, તેમ આપણું જિંદગી મુઠ્ઠી જેટલી છે; અને કર્મના ગંજ મેરૂ જેટલા છે. સામાન્ય પુરૂષાર્થથી એ કર્મો નહિ તૂટે પણ એ માટે તે ઘણે પુરૂષાર્થ જોઈશે. આત્માનું બળ પુરૂષાર્થ અને શકિતને ભેગવિલાસમાં ન વેડફી દેતાં આત્મા તરફ વાળવામાં આવે તે કર્મના ગંજ પણ સાફ થઈ જાય. આત્માની સાધના કરવા માટે મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. આપ તપ કરીને પૂરાણાં કર્મો બાળી આત્માની જત જગાવો
આપણા ચાલુ અધિકારમાં મયણરેહાએ પોતાના પતિ યુગબાહુ દુર્ગતિના મહેમાન ન બને અને તેમની સદ્દગતિ થાય તે માટે એક કલ્યાણ મિત્ર બનીને બેધ સમજાવ્યો. તે સમજે છે કે મારા પતિના જીવતાં મારા જેઠે મને પજવવામાં બાકી નથી રાખ્યું, તે આ મારા પતિ નહિ હોય ત્યારે મારું શું કરશે? છતાં છાતીને વા બનાવી પ્રતિબંધ આપે. મયણરેહાએ યુગબાહને કહ્યું નાથ ! તમે તમારા ભાઈ પર વર ન રાખશે જો આપ તેના પ્રત્યે વૈર રાખશે તે વેરની વણઝાર ભવભવ સુધી ચાલુ રહેશે, માટે આપ અંતરથી તેમને ખમાવી દેજે. વૈર મહાભયંકર છે. વૈર જીવનું કેટલું નુકશાન કરે છે ?
ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીમાં ત્રિવિકમ રાજા રાજ્ય કરતા હતા. એક વખત રાજા ફરતા ફરતા ઉદ્યાનમાં વૃક્ષ નીચે આરામ કરવા સૂતા. મંદ મંદ શીતળ પવન આવતે હતો; તેથી રાજાને ઉંઘ આવી ગઈ. તે સમયે ઝાડ પર એક પક્ષીએ કર્કશ અવાજ કર્યો. આ અવાજ સાંભળીને રાજા એકદમ જાગી ગયા. પોતાની નિદ્રામાં ખલેલ પડવાથી રાજા આવેશમાં આવી ગયા. સંતાપ અને પરિતાપને અગ્નિ રાજાના અંતરમાં ભભૂકવા લાગ્યા. તે મારી ઉંઘ બગાડી છે. હવે તને હું બતાવી દઈશ. સત્તાના મદમાં અને ક્રોધના આવેશમાં એણે તે પક્ષીને બાણથી વીંધી નાખ્યું, અને ઉપરથી કહે છે કે જે. બીજાની જિંદગીની વહેતી શાંતિમય પળાને ખુલના કરતાં કેવું કષ્ટ વેઠવું પડે છે! જિંદગીને મૃત્યુની હેડમાં મૂકવા કરતાં જરાક સાવધાન બની કર્કશ અવાજ ન કર્યો હોત તે? બાણ વાગતાં પક્ષી નીચે ઢળી પડયું, અને તરફડતું તરફડતું મરી ગયું. પક્ષી મારીને ભીલકુળમાં ઉત્પન્ન થયું.