________________
શારદા ૨r
સામે તે કંઈ કેસ લડાવાને હેય! ન્યાયાધીશના મીઠા વચનોથી તેને શાંતિ મળી અને તે ઘેર ગયે. ગામમાં વાત જાહેર થઈ કે છોકરાના પૈસા પથ્થરે ચોર્યા છે ને તેથી તેની સામે કાલે અદાલતમાં કેસને ચૂકાદો લેવાને છે. બધાને આશ્ચર્ય થયું કે પથ્થર સામે કેવી રીતે લડશે? આવું જેવાનું હોય ત્યાં કેઈને આમંત્રણ આપવા જવું પડે ખરું? | (શ્રોતામાંથી અવાજ-ના. અરે! ત્યાં તો ભીડાભીડ થઈ જાય !) ન્યાયાધીશે સિપાઈઓને તે પથ્થરને ગીરફતાર કરવાનો હુકમ કર્યો. સિપાઈએ તે પથ્થરને ગીરફતાર કરી અદાલતમાં લઈ આવ્યા. રાજાએ જાહેરાત કરાવી કે અદાલતમાં આ ચૂકાદો સાંભળવા જે અવે તેમણે બધાએ એક એક આને સાથે લઈને આવવું, છૂટા પૈસા નહિ લાવવાના કે બે આના પણ નહિં લાવવાના, પણ એક જ આને લાવવાને.
બીજે દિવસે અદાલતમાં તે લોકેની ઠઠ જામી પડી. અદાલતની બહાર ડોલમાં પાણી ભરાવ્યું છે. ન્યાયાધીશે છોકરાને પૂછયું, તે તારી ટોપલી આ પથ્થર ઉપર મૂકી હતી ને! હા સાહેબ ! ન્યાયાધીશે માણસોને હુકમ કર્યો કે એ પથ્થરને ચાબૂકના ૧૦૦ ફટકા લગાવો. ન્યાયાધીશની આજ્ઞાથી સિપાઈઓએ પથ્થર પર ફટાફટ ફટકા મારવા માંડ્યા. આ જોઈને બધાને ખૂબ હસવું આવ્યું. પથ્થરને ગમે તેટલું મારે તે પણ એ કાંઈ શું રડવાનું છે? ના, એ તે જડ છે. બધા ખૂબ હસ્યા એટલે ન્યાયાધીશે એક બીજી વાત રજુ કરી કે અદાલતમાં મારા ફરમાનને હસી કાઢીને જે લોકેએ અદાલતને તિરસ્કાર કર્યો છે તે બધાને એકેક આને દંડ કરવામાં આવે છે. અદાલતના બારણું માસે પાણીની ડેલ ભરેલી છે તેમાં બધાં એકેક આને નાંખતા જજો. ન્યાયાધીશે બે હોશિયાર માણસોને ડેલ આગળ ઉભા રાખ્યા છે. તેમને અગાઉથી કહ્યું હતું કે આ ડેલમાં બધા પૈસા નાંખે ત્યારે આ૫ ખાસ ધ્યાન રાખજો કે આનીઓ પુરીની ટોપલીમાં હતી એટલે તેલવાળી હશે, તે પાણીમાં પડશે એટલે પાણીમાં તેલના પરપોટા દેખાશે. જે માણસની આની પાણીમાં પડે ને આવું બને તે સમજજો કે તે તેના પૈસાને ચોર છે. પછી તેને પકડી લેજે.
- પથ્થરને ૧૦૦ ફટકા મારી દીધા પછી લોક અદાલતમાંથી બહાર જવા નીકળ્યા. બધાએ પાણી ભરેલી ડેલમાં એકેક આને નાખે. સૌથી છેલ્લા માણસે એક આને નાંખ્યો કે તરત પાણીમાં પરપોટા વળવા લાગ્યા. રાજાના માણસોએ તેને પકડયો. ન્યાયાધીશે પૂછ્યું–સાચું બોલ, તે આ છોકરાના પૈસા ચોર્યા છે ને? હા, સાહેબ ! જા આ છોકરાના જેટલા પૈસા હોય તેટલા બધા પાછા આપી દે. લોકો વિચારમાં પડી ગયા કે આ માણસ ચાર છે એવી ન્યાયાધીશને કેવી રીતે ખબર પડી? ત્યારે ન્યાયાધીશે બધાની શંકાનું સમાધાન કરતાં કહ્યું કે આ માણસે જ્યારે ડોલમાં આનો નાંખ્યો ત્યારે પાણીમાં તેલના પરપોર્ટ ઉપર આવતા દેખાયા એટલે એ આને પેલી પૂરીવાળી ટેપલીમાં હે જોઈએ અને તેથી પેલા ગરીબ છોકરાના પૈસા ચેરનાર પણ તે માણસ હો જોઈએ. તે માણસે પિતાની ચોરી કબૂલી એટલે તેની પાસેથી બધા પૈસા લઈ લીધા અને પેલા ગરી-છોકરાને આપ્યા. આ રીતે પોતાની બુદ્ધિની દક્ષતાથી તે ન્યાયાધીશે ઘણું ગરીબેને સાચો ન્યાય આપી પરેપકાર કર્યો છે.