________________
શારે રત્ન
અટકાવવામાં પણ સહાયભૂત થાય છે. બુદ્ધિની દક્ષતા પણ પરોપકારનું કાર્ય કરી શકે છે. ગરીબ દુઃખી જીવના દુઃખ જોઈને તેમનું દિલ દ્રવી જાય છે.
“પાએ બેનચીન” નામના એક ન્યાયાધીશ હતા. તે પિતાની દક્ષતા અને કુશળતાને લીધે ચીનના એક સાચા ન્યાયાધીશ બન્યા હતા. જનતા તેમના ડહાપણું, દક્ષતા અને ન્યાયપ્રિયતાની ખૂબ પ્રશંસા કરતી. એક દિવસ તેઓ બહાર જઈ રહ્યા હતા. ત્યાં તેમણે ઝાડ નીચે એક બાળકને રડતો જો. તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડતો હતો. પોતે મોટા ન્યાયાધીશ હોવા છતાં છોકરાનું રૂદન જોઈ તેમના દિલમાં દયા આવી. આજે તે રૂદન સાંભળવાના કાન નથી રહ્યા. પહેલા તે કેઈની આંખમાં આંસુ જુએ તે તરત તેની પાસે દોડી જાય અને પૂછે, તને શું દુઃખ છે? આંસુના બે ટીપા તે કેટલું કામ કરે છે? નાના બાળકની માતા કામ કરતી હોય પણ જે બાળકના રડવાને અવાજ સાંભળશે તો કામ પડતું મૂકીને તેને હાથમાં લેશે. બે આંસુના ટીપાએ તે ઘણાના જીવન બદલાવી નાખ્યા છે. ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા છોડી અને તેમના બે સાધુને બાળ્યા તેથી ઘોર પાપ બાંધ્યું પણ મૃત્યુની છેલ્લી ઘડીએ મતિ સુધરી ને પશ્ચાત્તાપના આંસુના ટીપા પડ્યા. હે મારા ઉદ્ધારક ભગવાન ! મેં તમને ઓળખ્યા નહિ. મેં તમારા પર તેજુલેશ્યા છડી આપની ઘોર આશાતના કરી, પણ આપે શીતલેશ્યા છોડીને મારા પર દયા કરી મને બચાવ્યો. મારા માટે તે સાત નરક પણ ઓછી છે. આ રીતે ખૂબ પશ્ચાતાપ કર્યો, અને તે પશ્ચાતાપના આંસુએ નરકમાં જનાર આત્મા દેવલેકમાં ગયે પશ્ચાતાપના બે ટીપાએ કેટલું કામ કર્યું?
અહીંયા ન્યાયાધીશે છોકરાને રડતો જોયો તેથી તેમના દિલમાં અનુકંપા આવી. તેમણે છોકરા પાસે જઈને પૂછ્યું. બેટા! તું શા માટે રડે છે? છોકરાએ કહ્યું, બાપુ! અમે સાવ ગરીબ છીએ. હું પૂરી વેચવાને ધધો કરું છું. એક આનામાં ચાર પૂરી આપું છું, તેથી ઓછી આપતા નથી. બધા મારી પૂરી લઈ જાય છે. હમણાં જ પૂરી વેચીને આવ્યો છું. હું થાકી ગયો હતો તેથી અહીં ઝાડ નીચે આરામ લેવા બેઠા. પૂરીના જે પૈસા આવ્યા હતા તે મેં આ ટેપલીમાં મૂક્યા ને પછી ટપલી આ પથ્થર પર મૂકી. આરામ લઈને હું ઘેર જવા તૈયાર થયો તે ટોપલીમાં પૈસા ન મળે. મારા પૈસાની ચોરી થઈ. મેં ટોપલી આ પથ્થર પર મૂકી હતી, તેથી આ પથ્થર મારા પૈસા ચોરી ગયા લાગે છે. મારી મહેનતની બધી કમાણી આ રીતે ચેરાઈ જતાં હું રડી રહ્યો છું. નવ વર્ષના બાળકને શી ખબર પડે કે પથ્થર પૈસા ચેરે ખરો? તેણે પૈસા લઈને જતા કેઈ ચોરને જે નથી. તેથી તેણે માન્યું કે પથ્થરે મારા પૈસાની ચોરી કરી છે.
નિર્દોષ બાળકની વાત સાંભળીને ન્યાયાધીશને હસવું આવ્યું. તેમણે બાળકને આશ્વાસન આપતાં કહ્યું. બેટા ! રડીશ નહિ. તારા ગયેલા બધા પૈસા પાછાં મેળવી આપીશ. પથ્થર તારા પૈસાની ચોરી કરી છે ને? પથ્થરને અદાલતમાં લઈ જઈશ ને ત્યાં તેની સામે કેસ લડીશ. તું અત્યારે ઘેર જા, અને આવતી કાલે અદાલતમાં હાજર થજે. તને તારા પૈસા મળી જશે. બાળકે ન્યાયાધીશની વાત સાચી માની. તેને ક્યાં ખબર છે કે પથ્થર