________________
૮૪
શારદા રત્ન
પણ અત્યારે પુત્રને જોતાં તેના મનમાં ઘણુ' એછું આવ્યું ! હે પુત્ર! જો તારા જન્મ રાજ્યમાં થયા હાત તેા જન્મની વધામણી દેવા જનાર પણ ન્યાલ થઈ જાત. સતી રડતી રતી ખેલે છે, હું મારા વહાલસેાયા પુત્ર ! તને સૂવાડવા પારણું પણ નથી. તને ઓઢાડવા એક કપડું પણ મારી પાસે નથી, અને ગળથૂથી મૂકવા માટે પણ નથી. તું રાજ્યમાં હાત તા તારા જન્મ મહેાત્સવ કેવા ઉજવાત ! અહીં હું શું કરું ! થાડી વાર પછી સાવધાન બને છે. અરર...તુ અહી એકલી કયાં છે ? સિંહ જેવા સિંહ પણ તને જોઇને નિષિ બની ગયા. આ બધા વનચર પ્રાણીએ તારા સહાયક છે. તું શા માટે રડે છે ?
મયણુરેહાએ પાતાના પુત્રને પેાતાના હાથે ચુગમાહુના નામની વીંટી હતી તે કપડાંથી વીટાળી, નાની બનાવીને તેની આંગળીમાં પહેરાવી દીધી. યુગબાહુએ પ્રેમના પ્રતીક તરીકે તે વીટી આપી હતી. વીટીને જોઇને સતી પેાતાના પતિનું સ્મરણ ભૂલતી ન હતી. તે વીંટી પુત્રને પહેરાવી, પછી પાતાની અડધી સાડી ફાડી તેની ઝોળી બનાવી બાળકને વૃક્ષ ઉપર ઓળી ખાંધી સુવાડી દીધા કે જેથી કેાઇ હિ'સક જાનવર તેને ઈજા ન કરી શકે, પછી ઝોળીને હીંચકા મારીને કહેવા લાગી.
આ વનદેવી ! સાંભળજો અરજી, સાંપુ' છું હું મારા બાળકને, સંભાળ લેજો રક્ષણ કરો, ના આંચ આવે મુજ લાલને, પિતા ગયા તેના પરલકે, આ અબળા જંગલમાં રઝળે, - શિયળ ખાતર ઘર છેડીને, આવી છું હું તારા શરણે.
હું વનદેવ અને હું વનદેવી ! આપ મારી આજ એક અરજી સાંભળજો. હું નદીમાં -અશુચી દૂર કરવા જાઉં છું. કપડાં ધાઈશ, સૂકવીશ અને પહેરીશ એટલે મને વાર લાગશે, ત્યાં સુધી આપ આ મારા ખાળની રક્ષા કરજો, એને સાચવજો, આપ ઉંધી ન જશે કે અહીંથી આઘાપાછા ન થશે. હું ન્હાવા જાઉ છું. આપ મારા બાલુડાનું રક્ષણ કરજો. ભલે આપ મને નજરે દેખાતા નથી, પણુ ખબર છે કે વનમાં દેવ-દેવીએ હાય છે, માટે હું આપને ચરણે સોંપીને જાઉં છું. આ બાળક પુણ્યાત્મા અને પ્રભાવશાળી છે, માટે આપ તેની રક્ષા કરો. મેં મારી શક્તિ અનુસાર તેની રક્ષા કરવાના પ્રયત્ન કર્યા છે. હવે તમે તેને સાચવજો. સતાના માતાને કેટલા વહાલા હાય ! પણ સતાના માટા થતાં મા-બાપને લાત મારે છે ત્યારે એ મા ખાપની આંતરડી કેટલી મળે છે !
કાણિકે શું કર્યું ? તેના પિતા શ્રેણિક રાજાને જેલમાં પૂરી ચાબખાના માર મરાવ્યા. અભયકુમાર દીક્ષા લઈને નીકળ્યા ત્યારે તેમણે કાલીયાદિક દશે રાણીના દશે દીકરાઓને ખેલાવીને કહ્યું હતું કે હું મારા વડીલ બંધુએ ! હું તેા દીક્ષા લઉં છું પણ આપણા પિતાને કયારે પણ દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. કયારે પણ તેમનું દિલડુ દુભાવુ' ન જોઇએ. અભયકુમાર ચાર બુદ્ધિના ધણી હતા. વળી પ્રધાન હતા, એટલે તેમની રાજ્યમાં થોડી બીક હતી, પણ હવે તે અભયકુમાર દીક્ષા લઈને સાધુ બની ગયા એટલે ખીક ચાલી ગઈ. પાછળથી કાણિકે દશે ભાઈઓને ફાડયા. બધા ભાઈઓએ રાજ્યના