________________
શારદા રત્ન
૨૫
પ્રલેભન ખાતર શ્રેણીક રાજાની જડતી લીધી, અને શ્રેણીક રાજાને જેલમાં બેસાડ્યા. સમકિતી અને મિથ્યાત્વીમાં કેટલું અંતર? સમકિતી આત્મા દુઃખ ભેગવે છતાં બીજાના દેષ ન દેખે પણ સ્વદોષ દેખે. જ્યારે મિથ્યાત્વી આત્મા બીજાના દોષ દેખે. અહીં શ્રેણીક રાજાને દીકરાઓએ જેલમાં પૂર્યા છતાં દીકરાઓનો દોષ જોતાં નથી. તે તે પૂર્વકૃત કર્મોનું ફળ છે એમ માનીને સમભાવે રહે છે.
કોણિકે પિતાને જેલમાં પૂર્યા એટલેથી પત્યું નહિ ને ઉપરથી ૫૦૦ ચાબૂકના માર મારવાનું કહ્યું. તે પણ લંગડા પગે ઉભા રાખીને! કેવા કર્મને ઉદય ! સિંહાસનને બદલે જેલ અને જેલમાં પણ રોજ ૫૦૦ ચાબૂકના મારા કર્મોદય વખતે સગાના સગપણ પણ ચાલ્યા જાય છે. માર મારનાર કાઠી જેવો માણસ શ્રેણિક રાજા પાસે આવ્યો ને કહ્યું, મને કેણિક રાજાની આજ્ઞા છે. આપને ૫૦૦ ચાબૂકના માર મારવાના. આ સમયે શ્રેણિક રાજ પૂછતા પણ નથી કે મને શા માટે આટલું બધું માર? તે તે તેને પૂછે છે ભાઈ ! હું કપડાં રાખું કે ઉતારી નાખું? કપડાં બધા ઉતારી નાખો. માત્ર સંગેટ પહેરવાની. મારનાર માણસની આજ્ઞા થતાં લંગોટ રાખી બધા કપડા ઉતારી નાખ્યા, પછી પૂછે છે કે હું ઉભું રહું કે બેસું? અરે, બેસવાની તે વાત જ કયાં? પણ છોકરાઓ લંગડીની રમત રમે છે એવા લંગડી પગે ઉભા રહેવાનું. આ રીતે ઉભા રાખીને ચાબૂકના મારી મારવાનું શરૂ કર્યું. ૧૦૦ ચાબૂક માર્યા, છતાં શ્રેણિક રાજાની આંખમાં આંસુનું એક ટીપું પણ નથી આવતું. એ જોઈને એ કાઠી પૂછે છે, હું તમને આટલું મારું છું તે વાગતું નથી? કે આપ ઉંકાર સરખો પણ કરતા નથી. ભાઈ! મેં શિકાર કરીને કેટલા નિર્દોષ જીને વીંધી નાખ્યા છે ને અઘેર પાપ કર્યા છે, તે એ પાપ મારે ભોગવવા પડે. મેં બીજા જીવોને માર્યા તો આજે તમે મને મારે છે. જે કંઈ વાગે છે તે મારા શરીરનાં ચામડાને વાગે છે. આત્માને વાગતું નથી. શરીર અને આત્મા બંને ભિન્ન છે. મારે શરીરની સાથે કાંઈ લાગતું વળગતું નથી. હું તટસ્થ રહીને જોયા કરું છું. મારનાર માણસ વિચારમાં પડી ગયો કે આને તે કેવો કહેવો?
પછી બીજે માણસ આવ્યો. તે કહે કે તું તે ધીમે ધીમે મારતો લાગે છે, માટે રડતા નથી. તું જા અહીંથી. એને કાઢી મૂક્યો ને બીજા માણસે હેન્ડલ લઈને મારવા માંડયું. શરીરમાંથી લોહીની પીચકારીઓ ઉડવા લાગી. તે પીચકારી તેના કપડા પર ઉડી છતાં પણુ રાજા એના એ જ ભાવમાં. નહીં ગુસ્સો કે નહીં આંખને ખૂણે લાલ કે નહીં રડવાનું. કેટલી સમતા ! અહાહા.... ક્ષમા તે કેટલી ક્ષમા ! બીજે માણસ પૂછે છે તમને આટલું મારું છું, લેહીની સેર ઉડે છે, છતાં રડતા કેમ નથી? ભાઈ! એમાં રડવા જેવું છે શું? આ શરીરે કર્મો કર્યા છે તો તેને ભોગવવા પડે. કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. ભગવાન મહાવીરને સંદેશ છે કે “acq[ ૪ત્તા વિદત્તા ” કર્મો કરવાવાળો આત્મા છે ને ભેગવવાવાળો પણ આત્મા છે. મેં હસી-હસીને કર્મો બાંધ્યા છે તે હસીહસીને જોગવું છું. આટલો જુલ્મ માર પડવા છતાં મુખની રેખા પણ બદલાઈ નહીં. આનું