________________
શારદા રત્ન
২৬২ શેઠ ઘણું કરગરે છે, છતાં હા પાડતા નથી. સાગરદત્ત પાસે પાશેર ભાતું કે સવા રૂપિયો નથી, પણ મનને સંતેષ છે. સામેથી મળવા છતાં લેવાની ઈચ્છા કરતા ની. આજે દુનિયામાં અસંતોષની આગ ભભૂકી રહી છે. ગમે તેટલું મળવા છતાં જીવનમાં સંતોષ નથી.
ઉદયચંદ શેઠ કહે, આપના બાળકો નાના છે તેમના માટે તે આ લઈ જાવ. ઘણું કરગરવા છતાં સાગરદત્ત ના પાડે છે, ત્યારે ઉદયચંદ શેઠ છેલ્લે કહે છે કે જે આપ મારા લાડવા લઈ જશે તે હું માનીશ કે આપને મારા પ્રત્યે સાચો પ્રેમ છે. તમે મારી ભૂલને બરાબર માફ કરી છે, હવે શું કરે? શેઠની પ્રબળ ભાવના જોઈ ઈચ્છા નહીં હોવા છતાં લાચારીથી લાડવા લેવાની હા પાડી. શેઠે કોથળીમાં ૮ લાડવા મૂકીને કેથળી તૈયાર કરી હતી તે આપી દીધી. શેઠ લાડવા લઈને જશે, હજુ કર્મ કેવા ખેલ ભજવશે ને શું બનશે તે વાત અવસરે.
વ્યાખ્યાન નં-૩૦ શ્રાવણ સુદ ૧૫ શુકવાર
તા. ૧૪-૮-૮૧ અનંતજ્ઞાની મહાપુરૂષે જગતના જીવોને આત્મ કલ્યાણને માર્ગ બતાવતાં સમજાવે છે કે હે જીવ! મોક્ષપદને મેળવવા માટે જીવનમાં સમ્યકત્વ રૂપી પાયો નાંખવાની જરૂ. છે. અનાદિ અનંતકાળથી જીવ સ્વઘર છેડીને પરભાવમાં રમ્યો છે, તેથી જ ચતુર્ગલિ સંસારમાં રખડી રહ્યો છે. સમકિત એ આત્માનું સ્વઘર છે, અને મિથ્યાત્વ એ પરઘર છે. મિથ્યાત્વના કારણે જીવને દેવ-ગુરૂ-ધર્મની સાચી શ્રદ્ધા થતી નથી. મિથ્યાત્વ એ આત્માને કટ્ટો શત્રુ છે. સેળ મોટા રોગ કરતાં ભયંકર મહારોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જાય અને સમકિત આવે ત્યારે જીવની રોનક બદલાઈ જાય છે. સમ્યકત્વ ગુણ એ મહાન ક્રાન્તિકારી ગુણ છે. તે ગુણ જીવનમાં આવે એટલે ભૂતકાલીન આત્માની આખી વિચારસરણું બદલાઈ જાય છે. જીવનના આદર્શોમાં એકદમ પટે આવે છે. જેમ કતકવૃક્ષના ફળના ચૂર્ણથી મેલું પાણી સ્વચ્છ બની જાય છે તેમ સમ્યક્ત્વ રૂપી કતવૃક્ષના ફળના ચૂર્ણથી આત્માની મેલી વિચારસરણું પણ સ્વચ્છ બની જાય છે, તેથી તેને હવે અર્થ અને કામ ભારે અનર્થકારી દેખાય છે. વિષયે વિષતુલ્ય લાગે છે. પૈસા અને સ્ત્રી બંધન રૂપ લાગે છે. રાગ, દ્વેષ, મેહ અને કષાયો એ એને સાચા શત્રુઓ લાગે છે. હવે તેને આ સંસારમાં રહેવામાં રસ નથી રહેતું. તે ભવસાગર તરી જવાના અને શીવ મંદિરમાં જલ્દીમાં જલ્દી પહોંચી જવાના પાકા વિચાર ઉપર આવી જાય છે. વૈષયિક સુખો હવે તેને રીઝવી શક્તા નથી. ધનના ઢગલા તેને દુઃખના ઢગલા દેખાય છે. સ્ત્રી મોક્ષમાર્ગના પ્રવાસમાં બંધન રૂપ લાગે છે. અજ્ઞાની સંસારી જીવો કહે તે સાચું નહિ પણ સર્વશના શાસ્ત્રો કહે તે સાચું એમ દઢપણે માને છે. વૈરાગ્ય પોષક વસ્તુઓ જેવાનું, સાંભળવાનું, વાંચવાનું તેને બહુ ગમે છે. હવે તેને મકાન અને મોટરની વાત કરતાં, મહાવીર અને મોક્ષની વાતમાં બહુ