________________
२७८
શારદા રત્ન
અમૂલ્ય અવસર છે. સાગરદત્તશેઠ કહે, આપે મારા પર કરૂણાની વર્ષા વરસાવી છે. આપની કૃપા છે, એટલે ખસ છે. આપ સદાય કૃપાદૃષ્ટિ રાખતા રહેશેા, આપ અમને ગમે તેટલું સુખ આપશેા, છતાં અમારા ભાગ્યમાં નહિ સર્જાયેલુ હોય તે તે બધુ ચાલ્યું જશે, અને દુઃખના ડુંગરા ખડકાશે.
ઉદયચંદ્ર શેઠ સાગરદત્તને પેાતાને ત્યાં રહેવા ઘણુ' સમજાવે છે. કાલાવાલા કરે છે, પણ શેઠ સમજતા નથી, ત્યારે ઉદયચંદ્ર શેઠ કહે, હુ... આપને થાડુ ધન સાથે ભાતામાં આપુ તે લઈ જાવ, એમ કહી કિંમતી રત્નાના વાડકા ભરીને લઈ આવ્યા. શેઠ ! આપની ભાવના શ્રેષ્ઠ છે. આપ મને ભાઈ કરતાં અધિક માના છે પણ જ્યારે ભાગ્ય રૂઠે છે ત્યારે એ ધન બધું લૂંટાઈ જાય છે, અથવા કોઈ ચાર ડાકૂ ચારી જાય છે, ત્યારે પાસે કઈ રહેતું નથી. તેના કરતાં ન લેવું શુ ખાટુ? કર્મના ઉદય થાય છે ત્યારે ગમે તેટલુ પાસે હાય તા પણ તે ચેનકેન પ્રકારે ચાલ્યુ' જાય છે, અને સાવ નિન અવસ્થા આવી જાય છે. આવા સમયે કેાઈ વીરલા દયાળુને તેના પ્રત્યે દયા આવે ને તેને બનતી મદદ કરી તેને શાતા પહેાંચાડે.
મેઘરથ રાજાએ એક પારેવાની દયા પાળવા માટે પેાતાનું આખુ જીવન આપી દીધું. આજે સમાજમાં કેટલાય અસહાય, નિર્ધન અને દુઃખી માણસા છે, પણ એવા માણસાને ગુપ્તદાન દેનારા આછા મળે છે. મેાટાભાગે લેાકેાને દાન આપીને પેાતાની નામના કેમ થાય તેવી ઇચ્છા હૈાય છે, પણ ગુપ્તદાન મહાલાભકારી છે.
અહી. ઉદયચંદ્ર શેઠે સાગરદત્તને રત્ના આપવા માંડયા પણ શેઠે ના પાડી. ગરીબી છે છતાં અમીરી છે. ઉયચંદ્ર શેઠના મનમાં થયું' કે આ શેઠ ખૂબ ખાનદાન અને કુળવાન છે, માટે તેમને આ રીતે ધન આપીશ તે તે લેશે નહિ. તેમને આપવા માટે બીજો કાઈ માર્ગ શેાધવા પડશે. ઉદયચંદ્ર શેઠના દિલમાં એ ભાવના છે કે કેાઈ પણ રીતે મારે તેમને સુખી કરવા છે. તેમની ગરીબી મટાડવી છે, ભલે અત્યારે તેઓ કમના ઉદયે ગરીબ બન્યા છે, પણ તેમનું લલાટ જોતાં એમ દેખાય છે કે તે પુન્યવાન છે. હવે તેમને મારે કેવી રીતે આપવું? રત્ના કે ધન આપીએ તા લેતા નથી. ગરીબી છે, છતાં મફત ખાવાની ભાવના નથી, પણ સ્વાવલંબી બનીને જીવન જીવવાની ભાવના છે. તા હવે મારે શું કરવું ?
માદકકા લાડુ બનવાયા, સાલહ સરસ અપાર; ચાર લાડુ મેં ચાર રતન,રખ ઝટપટ કિયા તૈયાર.
એમ વિચારી શેઠે સ્વાદથી ભરપુર સેાળ લાડવા બનાવડાવ્યા. સેાળ લાડવામાંથી ચાર લાડવામાં એક એક લાખ રૂપિયાનું એક રત્ન એમ ચાર રહ્ના નાંખ્યા. ચાર લાડવામાં શેઠ ન જાણે તે રીતે રત્ને નાંખીને તૈયાર કર્યા. તેમના દિલમાં શેઠને સુખી કરવાની ભાવના છે એટલે તેમનાથી ગુપ્ત રીતે લાડવા તૈયાર કરી રહ્ના નાખી દીધા, પછી સાગરદત્તને કહે છે, આપ મારું બીજું કઈ લેતા નથી, તા માત્ર લાડવા બનાવ્યા છે તે આપ લઈ જાવ. આપને રસ્તામાં કામ આવશે. સાગરદત્ત કહે, મારે નથી લેવા.