________________
શારદા રત્ન एवं लोए पलितम्मि, जराए मरणेण य ।
अप्पाणं तारइस्सामि, तुम्भेहिं अणु मन्निओ ॥ २३ ॥ આ આ લેક જરા અને મૃત્યુથી બળી રહ્યો છે. તેમાંથી તુચ્છ એવા કામોગોને તજીને સાધક માત્ર આત્મસર્વને ઉગારી લે.
આ લેક જરા અને મૃત્યુથી પ્રજળી રહ્યો છે. સારો ય સંસાર સળગે છે. તેમાં રક્ષણ કરવા જેવું તત્ત્વ છે એક તે “આત્મ તત્વ. આત્મા સિવાયની બધી વસ્તુ અસાર છે. હે મૈયા! જેને આ સંસાર સળગતે સીમાડો દેખાય તે શું કરે? જડ પુગલના વિભાને અસાર તુચ્છ સમજી ક્ષણમાત્ર થેલ્યા વિના સર્વસારને પણ સાર એવા ચૈતન્ય સ્વરૂપના ભાવોને સાંભળીને સત્વર નીકળી જાય છે. જેને અવિનાશીની અમૂલ્યતા સમજાણી, જેને શાશ્વતની સિદ્ધિ સ્પર્શાણ તેને પછી મૈયા....વિનાશીને વહાલ હેય ! તેને પુગલને પ્યાર હોય! હરગીઝ ન હોય. તેને માત્ર અજર અમર સચિદાનંદ સ્વરૂપની ધૂન હોય, માટે હે મિયા ! હું આ સંસારમાં લેભાઈશ નહિ પણ પ્રવર્યાપંથે પ્રરથાન કરીશ. આગ તે દેખાણી મૃગાપુત્રને, તમને આગ લાગી દેખાય છે? અગ્નિથી દાઝવાને અનુભવ થાય છે કે પછી આગમાં પણ એરકંડીશનની શીતલતાને જ ભાસ થાય છે ?
આગ દેખાણું મૃગાપુત્રને, તેથી માતાને કહે છે હે માતા ! “Mાળ તારૂણા”િ મારા આત્માને હું આ સળગતા સંસારમાંથી બચાવવા માંગુ છું. ભૌતિક સમૃદ્ધિથી ભરચક દુનિયામાં પણ દાવાનળ દેખાયો. પેલા સુખ શય્યામાં પોઢેલા શાલિભદ્ર અસારને ત્યાગ કરી સારની શોધમાં સંત બન્યા. “ભેખ લીધો ભગવાન થવાને, વેશ લીધે વીતરાગી બનવાને ! સાજ સજ્યા સંયમના સર્વજ્ઞ બનવાને.” જ્ઞાની આપણને એ સમજાવે છે કે તમે ચર્મચક્ષુ નહિ પણ અંતરચક્ષુ ખેલે, તે ચારે ય બાજુ વાળાના દર્શન થશે. તેમાંથી ઉગારી લે તમારા આતમને ઘરના માલિકની જેમ
કેવી છે પરાર્થદશી પ્રજ્ઞા મૃગાપુત્રની! ધન્ય છે તેમની સદશી દૃષ્ટિને ! આજનો વિલાસી સમાજ ક્ષણમાત્ર ઉપરોક્ત દર્શાવેલા ભાવને વિચારે તે વિલાસમાં વૈરાગ્ય જાગ્યા વિના ન રહે અને જડગુલામને વૈતરું માની વિરામ પામ્યા વિના ન રહે. જરૂર છે પરાર્થદશ બની વિશ્વદર્શન કરવાની. અનુભવીઓ કહે છે
“અસારને અળગું કરી, કરે સારની શોધ,
તેણે સાચે ઝીલ્યો, જિનવાણીને બોધ.” જિનવાણી સાંભળ્યાને સાર શું? અસારને દૂર કરે અને સારની શોધ કરે. અસાર શું ? પગલિક જેટલી વસ્તુઓ છે તે બધી અસાર છે. માત્ર આત્મા એક સારભૂત છે. “pો મે સાતમો સદા, નાઇટ્વસન તંગુ” જ્ઞાન દર્શનથી યુકત એક શાશ્વત મારો આત્મા છે, આપણે આત્મા ખમીરવંતે છે. જ્ઞાન-દર્શન એ આત્માનું ધન છે. જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, બળવીર્ય અને ઉપગ આત્માના લક્ષણ છે. તમે બીજા ખામણામાં બેલેછે ને હે સિદ્ધ ભગવંત! આપના જ્ઞાન, દર્શનની વિરાધના થઈ હોય તે હું આપને નમાવું