________________
શારદા રત્ન
২৩ દાગીના બધા મને દઈ દેવા પડશે અને તારું જીવન પણ મને અર્પણ કરવું પડશે. તેણે ખિસ્સામાંથી ધારદાર ચપ્પ કાઢ્યું, અને કહ્યું ને તારે તારા બાબાને જીવતે જે હોય તે બધા દાગીના અને તારું શરીર મને અર્પણ કરી દે. નહિતર તારા બાળકનું ખૂન કરી નાંખીશ.
માતાને પોતાનું સંતાન અત્યંત વહાલું હોય છે. દીકરા-દીકરી માટે માતા બંધું દેવું પડે તે દઈ દેવા તૈયાર હોય છે ગાડીવાળો એ સમજતું હતું એટલે જ તેણે આ યુક્તિ કરી હતી. માણસને તો પોતાના સંતાન વહાલા હોય છે, પણ તિર્યોમાં જોઈશું તે થશે કે તેમને પણ બચા કેટલા વહાલા હોય છે. માતાપિતા પોતાના દીકરાને આટલું સાચવે, છતાં કંઈક ઠેકાણે ઘડપણમાં એ માબાપને લાત મારે છે. કંઈક ઠેકાણે તીર્થની જેમ માબાપને પૂજતા હોય છે.
માતાપિતાએ માટે કીધો, સેવા કરશે મારી (૨) તને ભણાવ્યો પણ બદલાયો, ઘરમાં આવી નારી (૨) તું તો કુલદીપક કહેવાય,
માતાપિતાને કેમ ભૂલાય. મોંઘે દેહ (૨) માબાપ જાણે ઘડપણમાં દીકરા મારી સેવા કરશે પણ જ્યાં પર ને વહું આવી એટલે માતપિતાને ભૂલી જાય છે.
સ્ત્રીએ વાપરેલી ચાલાક બાળકને ગાડીવાળાએ ઝુંટવીને લઈ લીધે, એટલે તે રડવા લાગ્યો. બાળકને પણ સંજ્ઞા છે, એટલે એના સ્પર્શની, એના ભાવની અસર પડતા બાળક રડે છે. બકરી કસાઈના હાથમાં જાય ત્યારે એનું મુખ જે. એને ખબર પડે છે કે મને મારવા માટે લઈ જાય છે, તેથી તેની આંખમાં આંસુ અને મેટું દયામણું દેખાય છે. બેનને મન ઘરેણાની કોઈ કિંમત ન હતી. એને તે જીવનના સાચા શણગાર સમા શીલધનની કિંમત છે. હિંમતથી કામ લીધા વિના ચાલે તેમ ન હતું. બીજી સ્ત્રી હોય તે આવા સમયે રડવા લાગે પણ આ અભણ બહેન તે ખડખડાટ હસવા લાગી, એથી ગાડીવાળો ખસિયાણે પડી ગયો ને કહે, કેમ મારી માંગણી તે કબૂલ છે ને! અરે કબૂલ– શા માટે ચિંતા કરી છે? આપ ઉતાવળા ન થાવ. ધીરજ રાખે. પહેલા મારા ફૂલને ભય મૂકો. હું સાચવીને સૂવાડી દઉં. પછી ઘરેણાં અને પછી ગાડીવાળ સમજી ગયો કે આ હવે મારી વાત માનશે તેથી તેણે બાળકને ભોંય પર મૂકી દીધે. સાથે હથિયાર, ઘોડાગાડી ચલાવવાની ચાબુક, ચપુ બધું નીચે મૂકી દીધું. આટલી સહેલાઈથી આ સ્ત્રી મને આધીન થશે, એવી તે કલ્પના ન હતી. એ તે સુખદ પળોની ક૯૫નામાં રાચી રહ્યો હતે. અજાણ નારીના દેહની ઉજાણ કરવા એનું મન નાચી રહ્યું હતું. આ બહેને તે મીઠા મીઠા શબ્દોથી એને રાજી કરી દીધો હતેા. તેણે કહ્યું, હું તમારી વાતને સ્વીકાર કરવા તૈયાર છું, તે પહેલા આપ બાળકને સૂવાડવા માટે ગાડીમાંથી ગાદી લઈ આવે.