________________
ર૭૪
શારદા રત્ન ગાડીવાળી ગાડી લઈ આવ્યું ને જ્યાં નીચે મૂકવા જાય છે, ત્યાં ચપ્પ અને ચાબુક હાથમાં લઈને ચતુર નારી સડસડાટ ગાડીવાળાને ફટકારવા લાગી. તે તે બરાબર રંગમાં આવી ગઈ. જાણે રણચંડી ન હોય ! એ અધમ ! અજાણી સ્ત્રીને અડકવા જતાં તારા હિની આરપાર આ ચપુ ઉતરી જશે. એની તને ખબર નહિ હોય? શીલ રક્ષા ખાતર નારી જ્યારે પોતાના પ્રાણ ઉપર આવે છે, ઝનૂન કેળવે છે ત્યારે નરપિશાચ એની સામે ટક્કર ઝીલી શકતા નથી. ચાબૂકના ફટકા અને ચપુની અણી તેથી ગાડીવાળે તે હતપ્રભ બની ગયે, પણ અંદરને કામશત્રુ તેને પજવે છે. તે કહે છે ફટ ભૂંડા ! તેનારી આગળ હાર કબૂલી. તારી બધી આશાઓ ઉપર આ નારીએ પાણી ફેરવી દીધું. ઉઠ ઊભું થા. તું મરદ છે. સામે પથ્થરોને ઢગલે પડે છે. જા પથ્થરો ઉપાડ અને બાઈને મારવા માંડ
પથ્થર લેવા જતાં નાગે દીધેલો ભરડે –ગાડીવાળો ઉડ્યો અને પથ્થર લેવા ગયા. જ્યાં પથ્થર ઉપાડવા જાય છે, ત્યાં વચ્ચેથી ભેરીંગ નાગ નીકળે અને તેને બે પગે વીંટળાઈ ગયે. ફેણ માંડીને તેની સામે જોયા કરે છે. આ બિચારાના તે મતિયા મરી ગયા. જુઓ શીયળને પ્રભાવ! તેને મનમાં થયું કે મેં સતીની અવહેલના કરી, તેને સતાવી તેનું મને ફળ મળ્યું છે. ચારિત્રને પ્રભાવ ખૂબ છે. સુદર્શન શેઠના શીલના પ્રભાવે શૂળી ફીટી સિંહાસન બન્યું. જે મન, વચન, કાયાથી શુદ્ધ-નિર્મળ બ્રહ્મચર્ય વાળે છે તેવા બ્રહ્મચારી આત્મા ભગવાન સમાન ગણાય છે. કામગ ચારે ગતિમાં છે. નરક ગતિમાં કામગ નથી પણ ઈચ્છા તે છે, માટે બ્રહ્મચર્યમાં આવે. ભગવાને ૧૨ વ્રતમાં ૧૧ વ્રતને નદીની ઉપમા આપી છે અને ચોથા વ્રતને સાગરની ઉપમા આપી છે. શાસ્ત્રકાર પણ બોલ્યા છે.
देव दानव गंधव्वा, जक्ख रक्खस किन्नरा ।
बंभयारी नमस्संति, दुक्करं जे करन्ति ते ॥ દુષ્કર એવા બ્રહમચર્ય વ્રતને જે અંગીકાર કરે છે તેને દે, દાન, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા તેમના ચરણોમાં નમસ્કાર કરે છે. નિશ્ચયનયની દષ્ટિએ તે આત્મા શુદ્ધાત્મા નિર્વિકાર છે. સ્વરૂપમાં રમણતા કરનારો છે. જ્યારે આત્મા સ્વરૂપમાં ઠરતે નથી અને પરભાવમાં જાય છે, ત્યારે તે પિતાનું ભાન ભૂલી જાય છે. ગાડીવાળો ભાન ભૂલ્યા ત્યારે સતી સામે કુદષ્ટિ કરવાનું મન થયું ને? ગાડીવાળો મારવા પથ્થર લેવા ગયો ત્યાં
રીગ નાગ એના પગે વીંટળાઈ ગયે. સતીના શીલના પ્રભાવે રક્ષણ કરનાર આવી ગયા. હવે શું કરે ? આ બાજુ આ સતીને તે કાંઈ ખબર નથી કે શું થઈ રહ્યું છે? એ તે પિતાના શીલની રક્ષા કરવા માટે પ્રભુને મૂંગે મેઢ પ્રાર્થના કરી રહી છે.
“શરીરના બાહ્ય શણગાર ભલે ચાલ્યા જાય, પણ અંતરના શીલરૂપ શણગાર સદા સાબૂત રહેજો.”
ગાડીવાળે નાગના પંજામાંથી છટકી શકે તેમ ન હતું, તે આ સતીને કાલિદી