________________
२६०
શારદા રત્ન આખા દિવસમાં એટલું બધું દોડે કે કાયમનું ઘડવાનું બંધ થઈ ગયું. સૂર્ય આથમતાની સાથે એને દેહ પણ જમીન પર પટકાઈ ગયો, અને પ્રાણ પંખેરૂ ઉડી ગયું.
ફક્ત એ જે, અંતિમ જમીન શય્યા પર સૂઈ ગયે, એટલી જમીન એની થઈ
આખર માણસને કેટલી જમીન જોઈએ? છેવટે જમીને જણ બનીને એને જાન લીધે, માટે પરિગ્રહ પોકારી પોકારીને કહે છે, મારી પકડમાંથી કોઈ છટકી શકતો નથી. - અહીં પણ જે પરિગ્રહ તારા પાપે જ શેઠને આટલે માર ખાવો પડે ને? ખૂબ માર મારવાથી શેડ બેભાન થઈ ગયા. આથી શેઠાણી ખૂબ ગભરાયા. શેઠાણીએ પવન નાંખ્યા પછી થોડી વારે શેઠ ભાનમાં આવ્યા ત્યારે શેઠ કહે છે, તમે મને આટલો બધો મારે છે પણ હું આપને કહું છું કે –
ગિનતી કિની યા નહીં, હા કિતરા થાલ ઘરમાંય,
થાલ પાંચસી હા હા કે, પણ વાપિસ ગિણિયા નાય. આપે થાળીઓ ગણી છે કે નહિ? મુનિમ કહે છે અમારા ઘરમાં ૫૦૦ થાળ છે, પણ અત્યારે કેઈએ ગણતરી કરી નથી, અમે તે બધી થાળીઓ ભેગી કરી પણ તેમાં 'આપને જમવા માટે જે કાનાફૂટલી થાળી આપી હતી, તે થાળી દેખાતી નથી. ઘણી શોધ કરી છતાં મળી નહિ, એટલે બધાએ માન્યું કે આપ એ થાળી લઈ ગયા છે. સાગરદત્ત શેઠના કહેવાથી મુનિમ શેઠને ઘેર ગયા. બધાએ ભેગા થઈને સેનાની થાળીઓ ગણું તે બરાબર પાંચ પૂરી થઈ ગઈ.
કમની લીલા તે જુઓ ! પરદેશમાં પોતે ચોરી કરી નથી છતાં ચોરીને આક્ષેપ આવ્યું ને ઢોર માર ખાવો પડ્યો. મુનિમજી બધાએ ભેગા થઈને થાળીઓ ગણી તે બરાબર પાંચસો થઈ ગઈ. આથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. મુનિમજીએ જઈને શેઠને વાત કરી. સાહેબ ! આપણા ઘરમાં સેનાની થાળીઓ પાંચસે પૂરી છે, પણ જેમાં પરદેશીને જમવા બેસાડ્યો હતો તે કાનાફૂટલી થાળી આખી થઈ ગઈ છે. આ સાંભળીને ઉદયચંદ્ર શેઠને ખૂબ પસ્તાવો થયો. આ શેઠ પોતે તે ધર્મિષ્ઠ હતા. તેમને થયું કે મેં ખોટું કર્યું. શેઠ નિર્દોષ હોવા છતાં ચોરીને આક્ષેપ મૂક્યો ને ઉપરથી માર મરાવ્યો. મુનિ કહે-શેઠજી ! અમે તે તેમને માટી ખુંદે તેમ ખુંદી નાખ્યા છે. એટલે તે મારા માર્યો કે તે બેભાન થઈ ગયા. છેવટે તેમણે કહ્યું કે તમે થાળીઓ ગણી છે કે નહિ ? અમે કહ્યું ને, પછી ગણી તે ૫૦૦ થઈ. બધાને ખૂબ પસ્તાવો થયો. તે શેઠ તે પુષયવાન છે. હું તેમની પાસે જાઉં ને મારી ભૂલની માફી માંગું. હવે ઉદયચંદ્ર શેડ સાગરદનને ત્યાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.