________________
૨૫૮
શારદા રત્ન
સમય સવેગરસની પરિણતી વધતી ચાલી. અસાર સંસાર, કર્મના વિચિત્ર ખેલ, મેાહના ઘેરા નશા, પાપના ગાંડપણુ એ બધા પર ભારે નફરત છૂટી. એ વિટંબણામાંથી છેડાવનાર ધર્મ ઉપર અદ્દભુત શ્રદ્ધા અને રાગ પ્રગટચા. મેાક્ષ ઉપર અથાગ પ્રીતિ જાગી. હવે એકલી ભાવના ભાવીને બેસી શુ' રહેવુ!! જવું છે તે પાપ મૂકીને જવું. છકાય જીવાના સમાર’ભ, ૧૮ પ્રકારના પાપ તથા વિષયભોગના પાપને વાસરાવ્યા. એના ત્યાગની મહાન પ્રતિજ્ઞા રૂપી ભાવચારિત્ર અંગીકાર કરી લીધું. સર્વ જીવા સાથે મોટાભાઇને ખમાવ્યા. પેાતાના અપરાધની ક્ષમા માગી લીધી, અને પાતે ક્ષમા આપી દીધી. નવકારમંત્રના ધ્યાનમાં એકતાર અન્યા, અને તરત કાળ કરી જ્યાં હજારા અનુચરા અને સુખેા તેની રાહ જોતા હતા તેવા પાંચમા બ્રહ્મ દેવલેાકમાં મહાસમૃદ્ધિ અને મહાતેજવાળા દેવ થયા.
ધર્મ પત્ની એટલે શું:-ખરેખર મયણરેહાએ સાચી ધર્મ પત્ની બનીને પતિનુ મૃત્યુ સુધારી દીધું. આ ધર્મપત્ની કયાં લઈ ગઈ? ઘાર નરકઢાયી ગુરસાના પાતાળ કૂવામાંથી ઉંચકી ભવ્ય ક્ષમાના ગિરીશુંગે લઈ ગઈ. વિરાધનાના સમુદ્રપતનમાંથી બચાવી આરાધનાના ભવ્ય જહાજમાં પતિને બેસાડી દીધા. ધર્મ પત્ની એટલે ? પાપની આગ મુઝવી નિર્મળ, આત્મકલ્યાણકારી, ધર્મ સિ`ચનારી પત્ની તે જ ખરી કલ્યાણમિત્ર પત્ની. પરૂપની ઝાળા વધારી ધર્મથી દૂર રાખનારી સ્ત્રી એ ધર્મપત્ની નહિ, એ કલ્યાણમિત્રનું કરનારી નહિ, એ તે હિતશત્રુના ભાવ ભજવનારી સ્ત્રી કહેવાય.
ચક્કર ચક્કર
ચંદ્રયશના કાળા કલ્પાંત :–આ બાજુ યુગબાહુના પુત્ર ચંદ્રયશને ખબર પડી મારા પિતા મણિરથના હાથે મરાયા છે. આ સાંભળીને એનું મગજ ભમવા માંડયું. એ દોડયો. રાજવૈદ્યોને મેાલાવવા. રાજવૈદ્યોને સાથે લઈને પૂર ઝડપે ઉદ્યાનની લત્તાકુંજમાં આવી પહેાંચ્યા. આ બધાની વ્યગ્રતાના લાભ લઈને મણિરથ ત્યાંથી નાસી છૂટયો. રાજવૈદ્યોએ ઘા જોયા ને એમની આંખે અધારા આવી ગયા. વૈદ્યોનુ મોઢુ જોતાં ચંદ્રયશ બધુ... સમજી ગયા. એણે જોરથી પાક મૂકી. આખું ઉપવન રડી ઉઠયું. ચંદ્રયશની પાકે તે વૃક્ષના પાન રડી ઉઠયા.
રૂપને ધિક્કારતી મયણરેહા :-યુગબાહુના મરણ બાદ મયણરેહા વિચારવા લાગી કે હવે મારે શું કરવુ જોઇએ. અરે દુઃખીયા પ્રાણ ! અત્યાર સુધી હું તમને સુખદાયક સમજતી હતી, પણ આજે તમે મારા માટે દુઃખદાયક થઈ પડયા છેા. જો તમે પતિના પ્રાણાની માફક ચાલ્યા ગયા હૈાત તા તેમાં કાંઈ વાંધા ન હતા. અત્યારે તમારી રક્ષા કરવી મારા માટે મુશ્કેલ કામ થઈ પડયુ છે. અરે ! દ્રોહી સૌદર્ય ! તને કયાં છૂપાવું? જેને રીઝવવા આ સૌંદ' જાળવતી હતી, અને જે તેના પાષક તથા રક્ષક હતા તેના જ આ સૌંદર્ય ભક્ષ કર્યાં. ધિક્ આ સૌદય પર ! ધિક્ ધિક્ રૂપરંગની આ પ્યાલી પર ! જેણે ભાઈ-ભાઈના લાહી સંબધા ભૂલાવ્યા. એક ઈન્સાનને જેણે શયતાન બનાવ્યેા ! આ પતિના મૃત્યુનું કારણ તા હું જ બનીને! રે સુંદરતા ! તું કેવી નઠારી નીકળી ! તારા કારણે મારા જેની દાનત બગડી, અને પરિણામે મારા પતિદેવની હત્યા થઈ, માટે હું