________________
શારદા રત્ન
૨૫૯
સુંદરતા! તું સુંદર નહિ પણ પાપી છે. જે મણિરથે પોતાની વાસના ખાતર પોતાના ભાઈને માર્યો. એ હવે મારી ખાતર શું નહિ કરે? બળાત્કાર? અત્યાચાર? ના....ના.. એ તો આથી ય વધુ ઉગ્ર પગલા લેતા હવે અચકાશે નહિ. હવે મારા શીલની શાન જાળવવા શું કરવું? જે સ્વતંત્ર હોત તો પતિદેવની સાથે જ સંથારે કરી લેત, પણું ગર્ભવતી છું, માટે હું કાંઈ પણ કરવાને સમર્થ નથી. શીલરક્ષણ માટે આપઘાત કરું ! નાના..આપઘાત કરવાથી બે જીની ઘાત થાય, માટે અત્યારે હું કાંઈ પણ કરી શકતી નથી. અત્યારે એ ચિંતા છે કે જે ગર્ભની રક્ષાને માટે અહીં રહું છું, અને પ્રાણને બચાવું છું તે મારું શીલ જાય છે, અને જે શીલને બચાવવા પ્રાણ નાશ કરું છું, તે ગર્ભ નાશ પામે છે. આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? જંગલમાં નાસી જાઉં તે શરીરની રક્ષા ભયમાં મૂકાય એમ છે. ના..ના...શરીર કરતાં શીલ વધુ મહાન છે. અહીં રહેવામાં હવે જોખમ, જીવલેણ જોખમ છે. જંગલમાં ભટકીને, રામ રાનમાં રખડીને પણ શીલની રક્ષા કરીશ, પણ અહીં તે નથી જ રહેવું. સતી આ પ્રમાણે વિચારી રહી છે. શીલ રક્ષા માટે તે શું ઉપાય લેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : જેમ કુંભાર માટી ખૂંદે છે, બેબી કપડાને ઝીક મારે છે તેમ શેઠને બધા પછાડે છે, મારે છે, ત્યારે શેઠ કરગરીને કહે છે કે અમે ખોટું નથી બેલતા. અમે તમારું કાંઈ લીધું નથી. એમને થઈ ગયું કે અરે પૈસા તારા પાપે ને ! આટલો બધે માર પરિગ્રહના પાપેને! પૈસો ભાઈ ભાઈમાં, બાપ દીકરામાં, મા દીકરામાં ઝઘડા કરાવે છે. સારાયે સંસારનું મૂળ પરિગ્રહ છે. શનિની સાડાસાતી પનોતીમાંથી મુક્ત થઈ શકાય છે, પણ પરિગ્રહની પનોતીની પકડમાંથી મનુષ્ય ભવભવ સુધી મુક્ત થઈ શકતો નથી.
દુનિયામાં દરેક ખેડૂતને પોતાની માલિકીની થેડી જમીનની ઝંખના જાગે છે. ઝંખનાને અર્થ શું? ઝંખ + ના. મને ઝંખીશ નહિ. તેમ છતાંય તેની ઝંખના જતી નથી. જ્યારે ખેડૂતને થોડી જમીન મળી જાય ત્યારે મધ્યમ કક્ષાના ખેડૂત થવાની તમન્ના જાગે છે. તે પછી તેને મટા શ્રીમંત–જાગીરદાર થવાની ભાવના થાય છે. એક વખત ખેડૂતોને વિશાળ પડતર જમીન ખેતી કરવા માટે આપવાની ઓફર કરવામાં આવી કે જે કઈ ખેડૂત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલું ચાલે તેટલી જમીન તે ખેડૂતને વિના મૂલ્ય મળે.
આ વાત સાંભળી એક ખેડૂતે વધુમાં વધુ જમીન મેળવવાના લેણે સૂર્યોદય થતાની સાથે દોડવાનું ચાલુ કર્યું. એ મનમાં માનતો હતો કે આજ આટલે શ્રમ વેઠીશ પણ પછી કાયમની નિરાંત થશે ને ! પણ એને કયાં ખબર છે કે કાયમની નિરાંત કેવા પ્રકારની હશે? એ તે એમ સમજતો હતો કે તક મળી છે તે તકદીર અજમાવી દઉ', એક મિનિટ પણ ફેગટ શા માટે જવા દેવી? એ તે આંખ મીંચીને દેડવા લાગે,