________________
२६४
શારદા રત્ન અંતરનો પશ્ચાતાપ કરતા રાજા –સમય જતાં ભીલપુત્ર મેટે થાય છે, અને બીજી બાજુ થોડા સમય પછી રાજાને એક મુનિનો ભેટો થયો. રાજાએ મુનિ પાસે જઈને કહ્યું. ગુરૂદેવ ! મારા હાથે મટું પાપ થઈ ગયું છે. હું સૂતો હતો ત્યારે ઝાડ પર બેઠેલા પંખીએ કર્કશ અવાજ કર્યો. તેથી મારી ઉંઘ ઉડી ગઈ. એ પંખી બિચારું શું સમજે કે રાજા સૂતા છે, માટે અવાજ ન કરું. મેં મારી સત્તાના મદમાં આવીને બાણથી પંખીને વીંધી નાખ્યું. મેં ઘેર પાપ કર્યું છે. મારું શું થશે? આપ મને પ્રાયશ્ચિત આપો. આ પ્રાયશ્ચિતમાં તું સંયમ લઈ લે. સંસાર તે સ્વાર્થની જંજાળ છે ! એમાં ભ્રમણના આંસુ ભર્યા છે ! આ રાજા ત્યાં સાધુ બની ગયા. સંયમ લઈને જ્ઞાનાનંદમાં પૂર્ણાનંદ મેળવવા નિજાનંદમાં મસ્ત બન્યા. વિધવિધ તપશ્ચર્યાને યજ્ઞ આરંભ્યો. તપના મહાન પ્રભાવે મુનિને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ.
વૈર વાળવા તૈયાર થયેલ ભીલ:-મુનિ ફરતા ફરતા એક જંગલમાં વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા છે. તે સમયે પેલા ભીલને છોકરો ફરતો ફરતો ત્યાં આવી પહોચ્યા. જેજે, હવે પૂર્વનું વેર શું કામ કરે છે? ભલે મુનિને જોયા. મુનિને જોતાં તેમના દર્શનની પવિત્ર ભાવના આવવી જોઈએ તે ન આવી પણ તેના અંતરમાં વરની જ્વાળા ભભૂકી. એક તે જંગલ, એકાંત, વળી મુનિનું અહીં કોણ? તેણે તે મુનિની કદર્થના કરવા માંડી, છુટા પથ્થરના ઘા કરવા માંડયા. મુનિ સમભાવે સહન કરે છે, પણ છેવટે પથ્થર દાઢી સુધી આવ્યા. મુનિ લેહી લુહાણ થઈ ગયા. હદ થઈ ગઈ. કસોટીની સેટી મુનિની કાયા પર વીંઝાવા લાગી. શાંતરસમાં ઝીલતા મુનિને કોઇ કાબૂમાં ન રહ્યો. મેં આટલું બધું સહન કર્યું છતાં હજુ છોડતું નથી ! એમ કહીને તેના ઉપર તેજુલેશ્યા મૂકી. હાય.કોધ અંગારા ! આગમાંથી ભડકે અને ભડકામાંથી ભસ્મલની કાયા પણ ભસ્મીભૂત થઈ ગઈ. એ સળગી રહ્યો. વરને સંસાર વધતું ગયો. ભીલ મરીને તે જ વનમાં કેશરીસિંહ થયા. મુનિ ફરતા ફરતા આ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મુનિને જતાં સિંહને પૂર્વનું વૈર યાદ આવતા ધડુકા કરતે મુનિ પાસે ગયે. મુનિ કહે, દર રહે. દૂર રહે, પણ સિંહ ખસતું નથી. પૂર્વનું વર છે ને. સિંહે મુનિ પાસે આવીને નખેરિયા માર્યા. એ માર સહન ન થવાથી મુનિ મુનિ પણાનું ભાન ભૂલ્યા અને તેના પર તેજુલેશ્યા મૂકી. સિંહ મરી ગયો. અરર...જીવ કોધના કારણે કેવા કર્મો ઉપાર્જન કરે છે?
એ કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. સિંહ મરીને દીપડો થયો. ત્યાં પણ મુનિને જોતાં દીપડાને વૈર યાદ આવતા મુનિ પર ત્રાટકવા ગયે. મુનિએ તેના પર પણ તેજલેશ્યા મૂકી. મુનિ તે એકેક પગથીયા નીચે ઉતરતા રહ્યા. ક્રોધના કારણે પોતાને વિનાશ નેતરતા ગયા. તેમને એ પણ ભાન ન રહ્યું કે મારાથી કેટલા પંચેન્દ્રિય જીવોથી હત્યા થાય છે ! દીપડો કરીને સાંઢ થયે. મુનિ ફરતા ફરતા ત્યાં આવ્યા. મુનિને જોતાં જ સાંઢ તેમને મારવા ઘસ્યો. ધસમસતા આવતા સાંઢને જોઈને તેના પર તેજુલેશ્યા છોડી. તેને માર્યો. હજુ આટલેથી સયું નહિ. કર્મના ખેલ અજબગજબ છે! સાંઢ મરીને મહાઝરી નાગ