________________
શારત રત્ન
૨૫૩
વાત ભગવતી સૂત્રમાં આવે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદા ભગવાનની દેશના સાંભળવા ગઈ. ભગવાને દેશનામાં પંચાસ્તિકાય વિષે સુંદર પ્રવચન ફરમાવ્યું. પંચાસ્તિકાય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. આ પાંચ અસ્તિકામાં પુદ્ગલાસ્તિકાય રૂપી છે અને બાકીના ચાર અરૂપી છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ ચલન સહાય છે, અધર્માસ્તિકાયનો સ્વભાવ સ્થિર સહાય, આકાશાસ્તિકાયનો સ્વભાવ અવકાશ આપવાને, પુદગલને સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે અને જીવને સ્વભાવ ચૈતન્ય લક્ષણ, સદા સઉપયોગી છે.
આ પ્રમાણે ભગવાને પંચાસ્તિકાયનું સુંદર સ્વરૂપ સમજાવ્યું. કાલિયાદિ અન્યતીર્થઓને તેની સમજ ન પડવાથી તેઓ સમવસરણની બહાર નીકળીને મશ્કરી કરવા લાગ્યા. એટલામાં મંડૂક શ્રાવક ત્યાંથી નીકળ્યો. તેને જોઈને કહે છે, હે મંડૂક! તારા ભગવાન મહાવીર તે ગપ્પા મારે છે. આજે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ધર્માસ્તિકાયને સ્વભાવ ચલન સહાય છે. તે આપણને ચાલવામાં મદદ કરે છે, પણ અમે તે તેને જોઈ શકતા નથી, માટે તારા ભગવાનની વાત ખોટી છે. મંડૂક શ્રાવક એટલા બધા વિશેષણ હતા કે ઉત્પાતિકી બુદ્ધિથી તરત જવાબ આપ્યો કે હે દેવાનુપ્રિય ! તમારા કથનનો આ. તે એ થયો કે જે વસ્તુ જોઈ શકાય તે માનવી અને જે જોઈ ન શકાય તે ન માની. હું તમને પૂછું છું કે પવન, ગંધ અને શબ્દને તમે આંખે દ્વારા જોઈ શકે છે? આ વૃક્ષના પાંદડા કેણ હલાવે છે? તેમણે કહ્યું પવન. મંડૂકજીએ કહ્યું, તમે પવનને જોઈ શકે છો? તેઓ કહે છે ના. તે પછી પવનનું નામ શા માટે લો છે ? પાંદડા હાલતા જોઈને. પવન રૂપી છે, છતાં જોઈ શકતા નથી, તે ધર્માસ્તિકાય તે અરૂપી છે. તમે દરિયાના એક કિનારે ઉભા છો તે સામા કિનારાને જોઈ શકો છો? ના. જે રૂપી પદાર્થ પણ જોઈ શકતા નથી તો અરૂપીને કયાંથી જોઈ શકો? જેમ પવન પાંદડા હલાવવામાં સહાયક છે તેમ ધર્મારિતકાય ચલન શક્તિમાં સહાયક છે. ઈત્યાદિ જડબાતોડ જવાબ આપીને પ્રતિપક્ષીને નિરૂત્તર બનાવી દીધા. ભગવાનના શ્રાવકો સિદ્ધાંતના જાણકાર હોય. તેની સામે કોઈ પાખંડી આવે તો તેનાથી પાછા ન હઠે, પણ તેને હરાવી દે. આજે તે શાસ્ત્રોનું જ્ઞાન-જાણપણું ઘટતું જાય છે. બહારનું જ્ઞાન વધી ગયું છે. તમારું વિજ્ઞાન આજે આગળ વધ્યું ને તેમના કહેવા પ્રમાણે ચંદ્રલોક સુધી પહોંચી આવ્યા. દરિયામાં સબમરીન દ્વારા દરિયો તરાય પણ ઉપરથી દેખાય નહિ ને તરતા જાય. આ બધું જ્ઞાન મેળવ્યું, જાણ્યું પણ જાણવાનું નથી જાણ્યું અને મેળવવાનું નથી મેળવ્યું. મંડૂક શ્રાવકે આપેલા પ્રશ્નોના જવાબથી પ્રતિપક્ષી સ્તબ્ધ થઈ ગયા, અને કહ્યું ખરેખર, તારા ગુરૂ મહાન છે. જે તું આટલે સમર્થ છે તે તારા ગુરૂ તે વધુ સમર્થ હોય જ ને ! અમે અજ્ઞાનના કારણે સમજી શક્યા નહિ મંડૂકછ ત્યાંથી નીકળીને ભગવાન પાસે આવ્યા. ભગવાનને વંદનનમસ્કાર કરીને બેઠા, પછી ભગવાને કહ્યું હે મંડૂક ! તને રસ્તામાં જે અન્યતીથિકે મળ્યા