________________
શારદા રત્ન
અવશ્ય સારું ફળ મળશે. વીરપુરૂષો મૃત્યુ સાથે સંગ્રામ ખેલે છે. તમે તે શૂરવીર છે, માટે તમારે મૃત્યુ સાથે સંગ્રામ ખેલતા ભય ન રાખવો જોઈએ. કાચા ઘડાને અગ્નિમાં પકાવ્યા બાદ તેમાં પાણી રહી શકે છે, તે રીતે મૃત્યુને તાપ સહ્યા પછી આત્મા સુખ પામી શકે છે. હે નાથ ! તમે ભાઈ ઉપર ઠેષ કે મારા ઉપર રાગ ન રાખે, પણ રાગ, દ્વેષ અને અઢાર પાપોને અંત સમય સુધી ત્યાગ કરી દો. રાગ દ્વેષને ત્યાગ કરવાથી તમારો આત્મા પવિત્ર બનશે. જે પોતાના સ્નેહી હોય છે તે પ્રવાસના સમયે માર્ગમાં ખાવા માટે ભાતુ બાંધી આપે છે તે પ્રમાણે હું પણ આપને આ પરલોકની યાત્રા કરતી વખતે આ લકત્તર ભાતુ બાંધી આપું છું. તમે મારા આ કથનને પ્રવાસ માર્ગમાં ખાવાનું ભાતુ સમજજે. બસ, આપ સર્વ મમત્વને છેદી નાખે. હવે તે કાયા પણ પડવાની તૈયારીમાં છે, માટે શરીર પરથી પણ મમત્વ ઉઠાવી લે. એનું જે થવું હોય તે થવા દો. મમત્વ હવે માત્ર પિતાના આત્માનું કરે કે હવે મારા આત્માને કષાયથી કાળો હરગીઝ નહિ કરું. અનંતજ્ઞાન સંપન્ન શ્રી સિદ્ધ ભગવાન તથા અરિહંત ભગવાન બધાની સાક્ષીએ જીવનના સર્વ દુષ્કૃત્યોની ખૂબ નિંદા કરો. મનમાં એજ ચિંતવે કે વીતરાગ અરિહંત પરમાત્મા એ સાચા દેવ છે. પંચમહાવ્રતધારી, સંસાર ત્યાગી મહાત્માઓ એ કે સાચા ગુરૂ છે અને સર્વજ્ઞ ભગવંતોએ કહેલે ધર્મ એ પ્રમાણભૂત છે. હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહાદિ પાપને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરે. એ પાપ હવે જીવનભર મન, વચન, કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અનુમોદન આપીશ નહિ, એવા પચ્ચખાણ કરે. મનમાં નવકારમંત્રનું સ્મરણ કરે. જેના દશપ્રાણ નવકારમંત્રના સ્મરણ સાથે જાય છે તે કદાચ મેક્ષમાં ન જાય તે વૈમાનિક દેવ અવશ્ય થાય છે. માટે રટણ કરો નવકારમંત્રની, અંતિમ સમયે ધર્મની રટણ વિના બીજુ કામે ય શું લાગે? માતપિતા, પુત્ર-પત્ની એ બધા તે મૃત્યુ સમયે છૂટી જાય છે. એક માત્ર ધર્મ જ પરલેક જતાં સાથે સહાયમાં રહે છે, માટે હે મહાનુભાવ! આપ આપના આત્માને નવકારમંત્રના ધ્યાનમાં જોડી દો. કયાંય મમત્વ કરશે નહિ. - સદ્દગતિ-દુર્ગતિને આધાર મૃત્યુઃ મયણરેહાના મૈત્રી પૂર્ણ અને મધુર શબ્દ યુગબાહુના અંતરાત્માને સ્પશી રહ્યા છે. અંતરાત્મામાંથી અશુદ્ધ ભાવેને દૂર કરીને શુદ્ધ ભાવે સ્થાપિત કરવા તે કંઈ મામુલી ઓપરેશન નથી. તે એક ગંભીર અને મોટું ઓપરેશન છે. જેમ માણસનું હૃદય બદલવાનું ઓપરેશન ગંભીર હોય છે તેમ હૃદયગત ભાવેનું પરિવર્તન કરવાનું ઓપરેશન પણ ગંભીર હોય છે. શરીરની અંદરના ખરાબ અવયવ દૂર કરીને સારા અવયવ મૂકનાર ડોકટરનું લફય દરદીને જીવતા રાખવાનું હોય છે તેમ મનના અશુદ્ધ વિચારે દૂર કરીને પવિત્ર–વિશુદ્ધ વિચારોને સ્થાપિત કરનારનું લક્ષ્ય જીવાત્માની ભવપરંપરા સુધારવાનું હોય છે. મયણરેહા અત્યારે યુગબાહુના પરલેકના હિતને જ વિચાર કરે છે. એ જાણે છે, સમજે છે કે મૃત્યુ સમયે માણસના જેવા મનેભાવ હોય છે, જેવા અધ્યવસાય હોય છે, જેવી લેશ્યા હોય છે તે અનુસાર માણસની