________________
શારદા રત ક્ષણ પણ મનમાં બે કરશે નહિ. તલવાર મારનાર બીજું કંઈ નથી પણ મારા કારણે તમારી ઉપર તલવારનો ઘા પડ્યો છે. જે બન્યું છે તે પોતાના કર્મનું પરિણામ છે. વકર્મને વાંક છે. એમાં બીજ કેઈન વાંક નથી. તમારો ભાઈ તમારો શત્રુ કે વરી નથી, પણ કર્મો આપણા શત્રુ છે. માટે આપ કેઈને દોષ ન જેશે. ભાઈ પ્રત્યે શત્રુતા કે દુમનતા ન રાખશે. તમે પૂર્વભવમાં એમને માર્યા હશે તે આ ભવમાં તેમણે તમને માર્યા છે. અત્યારે તેમના પર દ્વેષભાવ રાખશે નહિ. આપ પ્રાણી માત્ર ઉપર મૈત્રીભાવના ધારણ કરે. તમારાથી રાજકાર્ય કરતાં બીજાની હાનિ પણ થઈ હશે. તમે જેમને અપરાધ કર્યો છે તેમની પાસે ક્ષમા માંગે અને જેમણે તમારો અપરાધ કર્યો છે તે લોકોને ક્ષમા આપો. આપ હૈયે રાખે. ક્રોધ કરી નવું વૈર બાંધશે નહિ.
સતીના બોધથી આત્મ જાગૃતિને રણકાર મયણરેહાની આ વાત સાંભળી યુગબાહુના મનમાં થયું કે અહો ! આ સતી મને કેવી સારી શિક્ષા આપી રહી છે. મને તે મોટાભાઈ પ્રત્યે ક્રોધ આવ્યું હતું, અને આ પત્ની અને પુત્રની ચિંતા કરતું હતું, પણ મારા આત્માની ચિંતા કરતો નહોતે. મારા આત્માનું શું થશે તેને વિચાર પણ કર્યો ન હતો, પણ મારી ધર્મપત્ની મને આત્માનું કલ્યાણ કરવા માટે ઘણું ઉત્તમ શિખામણ આપે છે. ખરેખર મયણરેહા એ માત્ર પત્ની જ નહિ પણ મારી સાચી ધર્મપત્ની છે. મયણરેહા કહે છે નાથ ! આપ માને છે કે મારું મૃત્યુ નજીક આવ્યું છે, પણ આપ વિચાર તે કરો કે વાસ્તવમાં મૃત્યુ કોનું થવાનું છે? શરીરનું મૃત્યુ થવાનું છે કે આત્માનું? આત્મા તે અજર અમર છે અને દેહ નશ્વર છે. આત્મા અવિનાશી
છે અને શરીર વિનાશી છે. આવા ભાવ કેળવે. આપ મૃત્યુ માને છે. પણ તે કહું • છું કે આ મૃત્યુ નહિ પણ મહોત્સવ છે. જ્ઞાની આત્માઓ મૃત્યુને મહોત્સવ માને છે.
ઘાસની ઝુંપડીમાં રહેનારને કેઈ રાજા એમ કહે કે મારા મહેલમાં આવીને રહે તે શું તેને ઘાસની ઝુંપડીને ત્યાગ કરતા દુઃખ થાય ખરું? તે માણસ તે હસતે હસતે ઘાસની ઝુંપડીને છોડશે પણ ઝુંપડી છેડતા રડશે નહિ, માટે તમે મૃત્યુને દુઃખરૂપ ન માને. તમારા માટે વિશેષ પ્રસન્નતાની વાત તે એ છે કે તમારા ભાઈ એ તમારી ઉપર તલવારને ઘા એ ન કર્યો કે જેથી ધડથી શરીર જુદું થઈ જાય, પણ એવી રીતે ઘા કર્યો કે આપને આટલો સમય મળી ગયો કે જે સમયમાં તમે પરલકનું ભાતુ બાંધી શકે. જે તમારા ભાઈએ તલવારના એક ઝાટકેથી શિરછેદ કર્યો હોત તે પરલેકનું ભાતુ બાંધવાને વખત તમને ક્યાં મળત? માટે જે અમૂલ્ય સમય અત્યારે હાથમાં છે તેને સદુપયોગ કરવા મારી વાત ઉપર ધ્યાન આપે. આપ મારી કે ચંદ્રયશની ચિંતા કરશે નહિ હજાર હાથવાળો પ્રભુ અમારા રક્ષણ માટે બેઠે છે.
મૃત્યુ એટલે કલ્પવૃક્ષઃ મયણરેહાને આ વૈરાગ્ય ભર્યો ઉપદેશ આપણે બધાએ ગ્રહણ કરવા જેવો છે. કલ્યાણ મિત્ર બનેલી મયણરેહાના બોલ કેવા ભવ્ય અને ભાવવાહી છે! તે કહે છે કે મહાયશ! આપ મૃત્યુને કલ્પવૃક્ષ માને. ભાવ સારા રહેશે તે તમને