________________
૨૪૬
શારદા રત્ન
તપાસ કરાવું છું. રાજાએ બધે તપાસ કરાવી પણ કાંઈ સમાચાર ન મળ્યા. સંકેત ભાષામાં જણાવેલા ઠેકાણા બુદ્ધિપૂર્ણાંક આપ્યા હતા, તેથી કયાંથી મળે ? બુદ્ધિપૂર્વકના કાર્ય ના ઉકેલ બુદ્ધિથી આવે છે. શરીર, સત્તા કે સંપત્તિથી નથી આવતા. રાજાને થયું કે આ કામ પ્રધાનનું છે, એટલે એ કામ મંત્રીને સેાપ્યું. મંત્રી કહે ભલે, હું આ કાર્ય કરીશ.
બુદ્ધિના ખજાના પ્રધાનમાં હોય છે. જો પ્રધાન બુદ્ધિશાળી હોય તેા જ રાજ્ય સારી રીતે ચાલી શકે. પ્રધાને બુદ્ધિથી નિશાની મુજબ સખીઓને ત્યાં પેાતાના અંગત ચતુર માણસને માકલ્યા. ચારે સખીએ બીજી નવી વાત કરી. તેમણે કહ્યું, તમે જે માટે અત્યારે આવ્યા છે તે અત્યારે નહિ થાય પણ “ રાજા મરે ને પ્રધાન ગાદીએ બેસે ત્યારે.” બીજી કહે “ ઠીકરીએ ફૂલ ઉગે ત્યારે. ” ત્રીજીએ કહ્યું, “ લાખડના ધાડા લાકડે ચઢે ત્યારે ” અને ચેાથીએ કહ્યુ, “ પથરા દાણા ચાવે ત્યારે.” આવીને તમારી થાપણા લઈ જજો. કેવી વાતા કરી ? બુદ્ધિહીન તા સમજી શકે જ નહિ. બુદ્ધિ કાઈના બાપની છે ! સ્ત્રીમાં પણ કેવી અજબગજમની શક્તિ ! આ ગૂઢ વાતમાં કેવા સંકેત ભર્યા છે, એના ઉકેલ બુદ્ધિવિહીન તેા લાવી શકે જ નહિ.
પ્રધાને તા ચારે મિત્રોને કહી દ્વીધું. તમારી થાપણ કાલે સવારે મળી જશે. આપ આવીને લઈ જજો. અમારા જેવા ગરીબની મજાક શા માટે કરેા છે? અમે તા ધનથી ગ્રંથા ને પાછા હાંસીને પાત્ર બન્યા ! મંત્રી કહે—આ મજાક નથી. તમે વિશ્વાસ રાખીને સવારે આવજો. ભલે, શ્રદ્ધાથી અમે જઈએ છીએ એમ કહી ચારે મિત્રો ગયા, ખીજે દિવસે પ્રભાતે આવ્યા તા થાપણ તૈયાર હતી. રાજાએ તા રાજસભા ભરી છે. ચારે મિત્રો પણ આનંદભર્યા હૈયે આવી ગયા છે. અત્યારે કોઈ બહાદુરીની કિંમત આંકવાની નથી. અહીં તેા બુદ્ધિના બગીચામાં જ્ઞાનના પુષ્પા ફાલ્યાકુલ્યા છે. એ ફૂલાને ઉગાડનારની કિંમત આંકવાની છે. રાજાએ કહ્યું પ્રધાનજી ! આપ જરા વિસ્તારથી કહેા કે તે સંકેતભાષાને તમે કેવી રીતે સમજ્યા ? પ્રધ્રાન ઉભા થયા અને પ્રિય વાણીથી ખેલ્યા. ગૂઢભાષામાં જે સ કેત હતા તેના અર્થ એ આ પ્રમાણે કર્યો. “હાથમાં ઘર” એટલે શીલવતી સ્ત્રીઓ હાથમાં મેટ્ઠી લગાડે છે એટલે મેદીનું ઝાડ જે ઘરના આંગણામાં છે ત્યાં તપાસ કરાવી, તે તેણે કહ્યું, રાજા મરે અને પ્રધાન ગાદીએ બેસે ત્યારે આવશે. એના અર્થ એ થયા કે સૂર્ય રૂપી રાજા અસ્ત થાય અને ચંદ્રરૂપી પ્રધાન ગાદીએ બેસે ત્યારે થાપણ લઈ જવી. રાત્રે થાપણ લેવા માણસને મેાકલવાથી થાપણ આવી ગઈ. શું એક નારીની બુદ્ધિ ! રાજા કહે મારી પ્રજાના પ્રાણમાં અગમ્ય બુદ્ધિની તેજસ્વીતા છે, તેથી મને ખૂબ આનંદ થયા છે. બધાને હવે ખીજા કાયડાના ઉકેલ શુ હશે? એ જાણવાની ચટપટી લાગી.
મંત્રીજીએ બીજા કાયડાના ઉકેલ કરતા કહ્યું-ખીજી સ્ત્રીએ કહ્યું હતું “ઘરમાં ઘર છે”. એટલે મે નક્કી કર્યું કે નાળીયેરમાં કાચલું અને અંદર કપરુ હોય છે. તેથી નાળીયેરનુ` ઝાડ જેના ઘરના આંગણામાં હોય ત્યાં તપાસ કરવા માણસને માકલ્યા, ત્યારે તેણે કહ્યું, ઠીકરીએ ફૂલ ઉગે ત્યારે આવજો, એટલે કેાડિયામાં દીવા થાય ત્યારે થાપણુ