________________
શારદા રત્ન
૧૩ જાળમાં ફસાયેલી માછલી હવે ગમે તેટલા ધમપછાડા કરે તે પણ કયાંય જઈ શકે એમ નથી. ભયંકર રાત્રીમાં એ કયાં જવાની છે? ક્ષત્રિયાણી બહાર નીકળી, ઓરડીનું બારણું બહારથી બંધ કરી દીધું. બારણને સાંકળો મારી દીધી. અંદરથી બહાર આવવા માટે બીજું બારણું નથી. માત્ર એક જાળી હતી. ધારેલી બાજી ધૂળમાં મળી ગઈ. ત્રણે ગુંડા છંછેડાયા. આ તો આપણું ત્રણની ચેટ પકડે એવી છે. એકલી અબળા ત્રણની સામે ટક્કર ઝીલી શકે છે, પણ એને અમારી તાકાતની ખબર નહિ હોય. પહેલા તે શામદામથી નારીને રીઝવવા મહેનત કરી. આ ચતુર સ્ત્રી કેઈ પણ રીતે હવે તેમના હાથમાં આવે તેમ ન હતી. બહારથી બારણું મજબૂત બંધ હતું. પ્રયત્નથી પણ ઉઘડે તેમ ન હતું. આ ગુંડાઓ કહે, તું બારણું ખેલ, નહિ તે હમણું તારા બાળકને મારી નાખીશું. માતાને સંતાન કેટલા વહાલા હોય છે ! પણ સતી સ્ત્રી શીલના રક્ષણ ખાતર છોકરાને પણ ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે! એવા કટોકટીના પ્રસંગમાં શીલ વહાલું કરે છે, પણ બાળક વહાલા કરતી નથી. આ પ્રસંગ જસમા ઓડણના જીવનમાં બન્યો છે. તેના દેખતા પિતાના વહાલસોયા કપાઈ ગયા પણ શીલ ન છોડ્યું. જે શીલ છે તે બધું છે. અને શીલ ગયું તે બધું ગયું છે.
આ ક્ષત્રિયાણીને ગુંડાઓ કહે છે, તું બારણું ખેલ, નહિ તો તારા દીકરાનું ખૂન થશે. એક તરફ પ્રાણપ્યારું બાળક અને બીજી તરફ જીવન ધન, ઝનુની નરપિશાચો એક, જ વાત લલકારતા હતા કે બારણું ખોલ, નહિ તે તારૂં બાળક સદાને માટે તારી પાસેથી ઝુંટવાઈ જશે. હે દુષ્ટ ! તમે અમારી સ્ત્રી જાતિને એટલી સસ્તી ધારતા હો તે એ મસ્તીનો મદ ઉતારી દેજો, હું બધું કુરબાન કરીશ, પણ મારા સતીત્વને તે અખંડ રાખીશ, તેને આ શબ્દોમાં જાણે અંગારા ઝરતા હતા. ગુંડાઓ કહે છે, ઘણી સ્ત્રીઓ અમારા સકંજામાં સપડાઈ ગઈ છે. તું વળી કોણ? સમજી જઈશ તો બધું સલામત, નહિ તો બધું બરબાદ. બધું બરબાદ થાય એની ચિંતા નહિ. મારું સતીત્વ સદા અખંડ રહે એ જ ઇરછું છું. દુષ્ટો ! તમારાથી થાય તે કરી લે. મારામાં પ્રાણ છે ત્યાં સુધી આપ મને આંગળી અડાડી શકવાના નથી. ઓરડીમાં નાનું બાળક રડી રહ્યું હતું. માતાનું કાળજુ કળીએ કપાતું હતું, પણ અત્યારે કોઈ ઉપાય નથી. ગમે તેટલી જબરી માતા હોય પણ સંતાન આગળ એ ઢીલી બની જાય છે. ત્રણ મહિનાના કમળ બાળકના હાથ પર છરી મારીને હાથ કાપી નાંખે, અને તે હાથ બહાર ક્ષત્રિયાણી ઉપર ફેંક્યો. જોઈ લે તારા બાળકની દશા ! હજુ ય સમજી જા. બાળકનું રૂદન જોયું જતું નથી. આ માતા નીચું મોં રાખીને રડી રહી છે. પહેલા ખળાનું પ્યારું બાળક છતાં માતા કંઈ કરી શકે તેમ ન હતી.
ડી વાર થઈ, ત્યાં જેમ વેલડી ઉપરથી કાકડી કાપે એમ બીજો હાથ કાપીને બહાર ફેંક્યો. થોડી વારે ડેક ઉડાવી દઈને માથું બહાર ફેંકયું. બાળકને જીવનદીપ સદાને માટે બુઝાઈ ગયો. ક્ષત્રિયાણીના જીગરના ટુકડા થઈ રહ્યા હતા. તે ખૂબ રડી રહી છે. પિતાની નજર સમક્ષ બાળકને મારી નાંખ્યો, છતાં સતી શીયળ છોડતી નથી કે ક્યાંય
૧૩