________________
શારદા રત્ન
૨૧૫ તે મોતી બન્યા વિના રહે ! આ જ રીતે સ્વાતિ નક્ષત્રના વરસાદ સમાન ભગવાનની વાણીનું પાણું તે મળી ગયું. હવે જરૂર છે બસ, મળેલાની મહત્તા સમજી તેને માણવોની આવશ્યકતા. મુખ સુધી આવેલા અમૃત ભેજનને આસ્વાદ માણવાની, પછી બાકી રહે છે પરમ તત્વને પામી જવાનું. એ કયારે પમાશે? વીતરાગ ભગવાનના વચનને અંતર્ગત કરી આત્મ પ્રદેશે વણી તન્મય જીવન જીવાશે ત્યારે મનની મહેરછા, અંતરની અભિલાષા સાકાર બનશે.
જે જીવો અનાદિની ઘોર અજ્ઞાનની નિદ્રામાં પોઢેલા છે, તેમને માટે આ બધું શક્ય નથી, પણ જે જીવો અજ્ઞાન ઉંઘમાંથી જરાક જાગૃત થયા હોય, આંખ ખેલીને જરા દૃષ્ટિ પ્રકાશ તરફ લંબાણી હોય એવા ભવ્ય જીવોને ભગવાન કહે છે –
खिप्पन सकेइ विवेगमेउ, तम्हा समुठाय पहायकामे ।। સમીક સ્ત્રી સમય મરી, અgrળ રજણ ૨ રે ઘમરો | ઉ. ૪-૧૦
અલ્પકાળમાં વિવેક પ્રાપ્ત થતી નથી. તેથી કમે કમે વાસનાઓને ત્યાગ કરતા કરતા સન્માર્ગમાં સ્થિર થવાય છે. માટે આત્મરક્ષક મહર્ષિ, લેકને જાણી સમત્વ દષ્ટિથી અપ્રમાદપણે વિચરે.
ગાથામાં જ્ઞાની ભગવંતે આપણને એ સમજાવે છે કે જીવનના છેલ્લા શ્વાસોચ્છવાસ લેવાતા હોય, અંતિમ ઘડીઓ ગણાતી હોય, મરણની અનંતી વેદના ભગવતે જ દેહને છોડવાની તૈયારી કરતે હોય અને જેનું લક્ષ દેહ તરફનું હોય એવા જીવને પ્રિય પ્રિય શરીર છોડવું પણ ગમતું ન હોય, અનિચ્છાએ મરણ સામે આવીને ઉભું હોય તે વખતે આખી જિંદગીમાં જેમણે ધર્મ કર્યો નથી, તત્ત્વજ્ઞાનની વાત સમજતા નથી, એવા જીવને જલદીથી વિવેક ક્યાંથી પ્રગટ થાય? વ્યવહારમાં જઈશું તે પણ દેખાય છે કે આજનું વાવેલું બીજ તરત તે ફળ ન જ આપી શકે. તેને પરિપકવ થવા માટે સમય તે જોઈએ. તે પછી જેણે ધર્મનું બીજ જીવનમાં વાવ્યું નથી તેને તેના ફળ સ્વરૂપ વિવેકની પ્રાપ્તિ ક્યાંથી થાય? માટે ભગવાન ને પડકાર કરીને કહે છે. માનવ ! જાગ...જાગ....વહેલી તકે જાગી જા. આ કામગોને છોડી ધર્મકાર્યમાં ઉદ્યમવંત બન.
જ્યાં સુધી દષ્ટિ ભેગ તરફ છે ત્યાં સુધી ગની સાધના સંભવિત નથી. અનુભવીએ પણ કહે છે –
જે જે ભોગ પડે ના કેડે, તારે અંતર્યામી ના રૂડે,
પરમાંથી દષ્ટિ જે ઉઠે, ચેતન પ્રભુ તો હેજે તુઠે. જે જીવ ભેગમાં પડ્યો રહે તે અંતર્યામી એવો આત્મા કદાચ રૂઠી જાય, અને તેના પરથી જે દૃષ્ટિ ઉઠી જાય તે ચૈતન્ય દેવ રીઝી જાય.
ભેગની ભયંકરતા સમજ્યા વિના તેને ત્યાગ કરવો સહેલું નથી. એક ઈન્દ્રિયના વિષયને ભગવટે પણ ભયંકર પરિણામ લાવે તે પછી જે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ઓતપ્રેત બને તેને માટે કઈ ગતિ? પતંગિયું દિપકને પ્રકાશ દેખી એમાં અંજાઈ ગયું