________________
૨૨૦
શારદા રત્ન નથી. પોતાના ભાઈ મળવા આવ્યા છે તે સાંભળી યુગબાહુને ખૂબ આનંદ થયો. ભોળા અને ભદ્રિક માણસ આજુબાજુ જઈ શક્તા નથી.
. ચેકીયાતની આ વાત સાંભળી મયણરેહા આશ્ચર્ય અને શંકાપૂર્વક વિચારવા લાગી અને પોતાના મનમાં કહેવા લાગી કે મણિરથ રાતના અકાળ સમયે આવ્યો છે, એટલે તેના હૃદયમાં જરૂર કપટ જણાય છે. માટે પહેલાની બધી વાતેથી મારે પતિને પરિચિત કરી દેવા જોઈએ. મારે સાવધાન થવું જોઈએ ને એમને સાવધાન કરવા જોઈએ. અત્યાર સુધી મણિરથને લગતી કઈ વાત મેં પતિને કરી નથી પણ અત્યારે એ વાત કહેવાને અવસર છે. તે બધી વાત કહી દેવી જોઈએ. યથા અવસરે કહેવાની વાત ન કહેવી એ હાનિકારક છે. યુગબાહુ ચોકીયાતને જવાબ આપે તે પહેલા મયણરેહાએ યુગબાહુને કહ્યું; નાથ ! આપના મોટાભાઈ અત્યારે રાતના સમયે આવ્યા છે. માટે આવવામાં કોઈ રાજ્ય પ્રપંચનું કારણ હોવું જોઈએ, માટે આપ અત્યારે તેમને મળો નહિ, તેમ અહીં બલા પણ નહિ. વળી તે એકલા આવ્યા છે, સાથે નેકર ચાકર નથી અને તલવાર લઈને આવ્યા છે; માટે મને શંકા છે.
મયણરેહાની વાત સાંભળી યુગબાહુ કહેવા લાગ્યો કે આખરે તે સ્ત્રી તે સ્ત્રી જ રહી, ભલે ગમે તેવી હોય પણ આખરે સ્ત્રીની બુદ્ધિ તે પગની પાનીએ. તું એટલું પણ નથી વિચારતી કે અમે બંને ભાઈ એ એક માતાના ઉદરથી જન્મ્યા છીએ. સાથે રહ્યા છીએ. - હું તેમને શિરછત્ર સમાન માનું છું. આજે તું ભાન ભૂલી ગઈ લાગે છે કે જેથી આ પ્રમાણે કહી રહી છે. તેઓ મને પુત્ર તરીકે માને છે. તેમનામાં કાંઈ પણ વહેમ રાખવો અસ્થાને છે. મયણરેહાએ કહ્યું, મેં આપને જે કાંઈ કહ્યું છે તે નિષ્કારણ નથી. તમારો ભાઈ–ભાઈ વચ્ચે પ્રેમ હતો પણ એ ભ્રાતૃપ્રેમમાં હું બાધક નીવડી છું. એટલા માટે ભાઈના હૃદયમાં હવે તે પ્રેમ રહ્યો નથી પણ ઉલ્ટા તમારા ભાઈ વેરી બની ગયા છે. યુગબાહુએ કહ્યું, તું ભ્રાતૃપ્રેમમાં બાધક કેવી રીતે નીવડી છે? હું સારી રીતે જાણું છું કે તારુ ચારિત્ર સારું છે. તે પછી તું ભાઈ-ભાઈના પ્રેમમાં બાધક શી રીતે નીવડી શકે ?
યુબાહુ પાસે મયણરેહાએ ખુલ્લે કરેલો પડદે –મયણરેહાના મનમાં થયું કે, જે હું અત્યારે સાચી વાત નહીં કરું તે તે બરાબર નથી. માટે બધી વાત કરવા છે. તેથી તેણીએ યુગબાહુને કહ્યું. એક દિવસ કઈ પણ રીતે તમારા ભાઈ મને જોઈ ગયા ને મારા રૂપમાં મુગ્ધ બન્યા. ધિકાર છે, મારા રૂપને ! મારૂં રૂપ જેવાથી તેમનામાં કુમતિ થઈ, અને તમારા ભાઈને પ્રેમ તે સમયે નષ્ટ થઈ ગયો. એટલું જ નહિ, પણ આપને મારાથી દૂર કરવા યુદ્ધમાં મોકલ્યા હતા. યુદ્ધમાં તેનું નિકંદન નીકળી જાય તે સારું એમ તેઓ ઈચ્છતા હતા, પણ તમારું પુણ્ય બળવાન હશે, એટલે તમે બચી ગયા, ને તમે વિજય પ્રાપ્ત કરીને પાછા આવી ગયા. તમારા ગયા બાદ મને પ્રલોભન આપવા ઝવેરાત, દાગીના અને વને ભરેલ થાળ મોકલ્યો. જે ચીજ મને પરણ્યા આટલા વર્ષો થયા છતાં કેઈ દિવસ પહેલા જોવામાં પણ આવી ન હતી. મેં તેને સ્પર્શ પણ કર્યો નથી, કબાટમાં મૂકી છે.