________________
२२४
ચારી રહ્ય
વ્યાખ્યાન ન-૨૪
શ્રાવણ સુદ ૯ ને શનિવાર
તા. ૮-૮-૮૧
બંધુએ ! આપણા આત્મા પર અનાદિકાળના કર્માંના ઢગ જામ્યા છે. કોઈ શુભકર્મના ઉદયથી આપણે મનુષ્યના જન્મ પામ્યા છીએ, પણ માનવતા વિના, નૈતિકતા વિના આધ્યાત્મિકતા વિના આપણે સાચા માનવ ન કહેવાઈએ. સાચા માનવ બનવા માટે ધમ સાધનાની કસેાટીએ ચઢવાની જરૂર છે. જ્યાં સુધી આપણા આત્મા પરિપક્વ, પુખ્ત અને પૂર્ણ નથી બન્યા ત્યાં સુધી સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, ત્યાગ આદિ અનુષ્ઠાનાનુ આલંબન સતત જાળવી રાખવુ' પડશે. આ સાથે તમારે રાજ પાતાને પ્રશ્નો પૂછીને તેના સાચા જવાખા મેળવવા પડશે. હું રાજ ગુરૂભગવંતાને વંદન કરું છું. પણ એ નમસ્કારથી મારામાં કેટલી નમ્રતા આવી? હું રાજ સામાયિક કરુંછું, એ સામાયિકથી મારામાં કેટલા સમભાવ આવ્યા ? સુખના પ્રસંગે હું હરખાયા તેા નથી ને ? દુઃખના પ્રસંગે હીબકે હીબકે રડયા નથી ને? મારી પોતાની સંપૂર્ણ યાગ્યતા અને અધિકાર હાવા છતાં અયેાગ્ય અને ખિન અધિકારીના સત્કાર અને સન્માન જોઈને મારામાં ઈર્ષ્યા તેા નથી જાગીને ? હું રાજ વીતરાગ ભગવંતાની પ્રાર્થના કરુ છું.... એ પ્રાર્થના કરવાથી મારામાં વીતરાગ ભગવંતના કયા ગુણ્ણા આવ્યા ? મારામાં કયા ગુણ્ણાના વિકાસ થયા ? મારામાં દાન ભાવના કેટલી વિકસી? હું પાપકારી બન્યા છું? મારું હૃદય વિશુદ્ધ અને વિમળ ખન્યું છે ? હું રાજ અને સવારે સાંજે પ્રતિક્રમણ કરું છું, કદાચ રાજ નહીં થતુ હોય તા પર્વ તિથિએ તે અચૂક પ્રતિક્રમણ કરુ છું. પ્રતિક્રમણ કરીને મેં કયા પાપમાંથી પીછે હઠ કરી? મારી અશુભ વૃત્તિ અને વિકારાને મે* કેટલા દૂર કર્યા ? મિચ્છામિ દુક્કડ ખેલીને મેં' અંતરથી પાપની આલોચના કરી છે કે ખેાલવા માત્ર એલી ગયા છું? આ બધા અનુષ્ઠાના, ધાર્મિક ક્રિયાએ માત્ર અમુક સમય પૂરતા જ કરવા માટે નથી પણ જીવનના રાજેરાજના, પળેપળના વ્યવહારમાં ઉતારવાના છે. જીવનભર નમ્ર બનીને રહેવાનુ છે. સુખદુ:ખમાં માનસિક સ્થિરતા અને આત્મિક પ્રસન્નતા સતત જાળવી રાખવાની છે. પસાર થતી દરેક ક્ષણે પ્રતિક્રમણ કરવાનું છે. પાપના વિચારાને આવતા દેખાય કે તરત તેને મારીને દૂર હઠાવવાના છે. આ બધુ કયારે બને? પાતે પાતાની જાતની રાજરાજની પરીક્ષા લે તેા. ગઈ કાલ કરતાં આજ, સવાર કરતાં અપાર, ખપેાર કરતાં સાંજ અને સાંજ કરતાં રાત સુધીમાં જીવે કેટલેા આત્મિક વિકાસ કર્યો તેની પરીક્ષા લેવી જોઈ એ. આત્માની પરીક્ષા તે જ સાચી પરીક્ષા ઃ—શાળાની પરીક્ષા તા આપ્યા પછી ભૂલી જવાય છે. વ્યવહારિક રીતે તેનુ મહત્વ છે, તેની ના નહિ, પરંતુ આત્મિક વિકાસ માટે, આત્માની શુદ્ધિ અને પવિત્રતા માટે તેા જીવના વિચારો, વિકારા, વૃત્તિએ બધાની પરીક્ષા લેની પડશે. મનના સ્વભાવ રખડુ છેાકરા જેવા છે. મન સતત ભમ્યા અને ભટકવા કરે છે. આ ભટકતા અને ભમતા મનને સ્થિર કરી સ્વ આત્મા સાથે જોડવાની જરૂર છે. જીવન, જીવનની વૃત્તિ અને પ્રવૃત્તિ આત્મલક્ષી અને આત્મમયી બની