________________
૨૩૮
શારદા રત્ન
અટકી ગઈ. ગાડી સાવ ઠંડી પડી ગઈ હતી, તેથી તે ચાલતી ન હતી. ડ્રાઈવરને લાગ્યું કે કોઈ પાછળથી મોટરને ધક્કો મારે તો કદાચ ચાલુ થાય. પણ કઈને કહેવાની એની હિંમત ચાલતી ન હતી, તે સમયે એક યુવાન ત્યાંથી પસાર થયા, પૂછયું, ગાડી કેમ અટકી ગઈ છે? ડ્રાઈવર કહે ભાઈ! ગાડી ઠંડી પડી ગઈ છે. એને ચલાવવા પ્રયત્ન કરું છું. યુવાન કહે હું ધક્કો મારું છું. તમે સ્ટિયરિંગ સંભાળે. ડ્રાઈવરે કહ્યું ભાઈ! ગાડી વજનદાર છે. એક માણસને ધક્કો એમાં ચાલે તેમ નથી. પણ મને ધક્કો તે મારવા દો. તેણે પોતાનું બધું બળ ભેગું કરીને ગાડીને એ ધક્કો માર્યો, કે ગાડી ચાલુ થઈ ગઈ. આ યુવાન ખાનદાન કુટુંબને દીકરે છે. તે સમજતો હતો કે માનવી માનવને કામ નહીં લાગે તે તેનું જીવન અફળ છે. પશુઓ પણ ખેતીમાં જોડાય છે, તો પછી માનવી એટલું પણ નહિ કરી શકે?
આ છોકરાની ખંતથી કામ કરવાની ધગશ જોઈ ગાડીમાં બેઠેલા ન્યાયાધીશને પ્રસન્નતાને પાર ન હતું. એમણે યુવકને બોલાવી ધન્યવાદ આપ્યા. આ યુવાનના મુખ ઉપર તેજસ્વીતા દેખાતી હતી. ન્યાયાધીશ કહે! તારી ભાવના પવિત્ર છે. તું ક્યાં જઈ રહ્યો છે? તું બેસી જા મારી ગાડીમાં, જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારી દઈશ. યુવકે કહ્યું, હું યુનિવર્સિટીને વિદ્યાથી છું. ગામડાના ગરીબ માબાપને દીકરો છું. એમ. એ. સુધી કાયમ પ્રથમ નંબર રાખીને સ્કેલરશીપ મેળવી આગળ વધી રહ્યો છું. વિદેશમાં ભણવા જવા માટે સરકારી સિવૃત્તિ મળવાની છે. ટુંક સમયમાં હું પરદેશના પ્રવાસે જઈશ. ન્યાયાધીશે પરાણે તે યુવાને ગાડીમાં બેસાડ્યો. રસ્તામાં ન્યાયાધીશનું ઘર આવ્યું. તેમણે યુવકને કહ્યું. આપ ચાલો મારા ઘેર, તમે મારા પરમ ઉપકારી છે, તમે મને રસ્તામાં ખૂબ સારી સહાય કરી છે.
ભાઈ! માનવ માનવને કામ નહિ આવે તે કેણું આવશે? બસ હું જાઉં છું, પણ ન્યાયાધીશ ઘણે આગ્રહ કરીને ઘેર લઈ જાય છે, પછી નાસ્તાપાણ કરાવ્યા. છોકરો વિચાર કરે છે કે આ ન્યાયાધીશ મને ઓળખતા નથી છતાં મારી કેટલી આગતા-સ્વાગતા કરે છે ! થડી વાર થઈ એટલે ન્યાયાધીશ અંદર ગયા. અંદર જઈને તેમની પત્ની અને દીકરીને કહ્યું. આ૫, આ છોકરાને તે દેખે. આ નારાયણ કરો ખૂબ વિનય-વિવેકી અને સજજન છે. તેનામાં માનવતાની મહેક મહેકી રહી છે, સદાચારની સુવાસ તેના જીવનમાં પ્રસરી રહી છે. છોકરાના મા-બાપ તે ગામડામાં રહે છે ને તદ્દન ગરીબ છે, પણ તેનામાં અમીરાઈ ખૂબ છે. - હવે ન્યાયાધીશ આ છોકરાને કહે છે બેટા ! તું તે મને દીકરા જેટલે વહાલે લાગે છે. મને તારા પર ખૂબ પ્રેમ આવે છે. માટે તે અઠવાડીયે આવતો રહેજે. છોકરાને શી ખબર કે ન્યાયાધીશ મને શામાટે બેલાવે છે? કરો અઠવાડિયે આવે, બેસે, પછી ચાલ્યો જાય. આમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. પછી ન્યાયાધીશે કહ્યું, તારી સાથે મારી દીકરી લક્ષમીના લગ્ન કરવા છે. આપ શું બોલે છે? આપના જેવા સુખી ઘરની દીકરી મારે ત્યાં ઉભી નહીં રહી શકે. યુવાને ઘણી આનાકાની કરી પણ ન્યાયાધીશના મનમાં આ છોકરો વસી ગયું હતું. છેવટે છોકરાએ હા પાડી. સગાઈ કરી અને દીકરીના લગ્ન પણ ધામધૂમથી ઉત્સાહપૂર્વક કર્યા. પોતાની લાડકી દીકરીને આ ભણેલ, ગણેલે, સેહામણે વર મળ્યો એથી માતાપિતા પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. છોકરાના મનમાં