________________
શારદા રત્ન
જાય છે. મરણને ભય કોને નથી? દરેક જીવને જીવવું ગમે છે, મરવું કેઈને ગમતું નથી. આ માણસ દોડ્યો જાય છે, ત્યાં એક કૂવા પર ઉંચે વડના ઝાડની વડવાઈ જોઈ તેને પકડીને લટકી ગયો. ત્યાં નીચે કૂવો છે. તે કૂવામાં ચાર ખુણામાં ચાર ભયંકર અજગરો તેને ગળી જવા મુખ ફાડીને ઉભા છે. હાથી વડની ડાળને મૂળમાંથી ઉખેડવા પ્રયત્ન કરી રહ્યો છે. તે જે વડની વડવાઈએ લટક્યો છે, તે ડાળને કાળા અને ધોળા બે ઉંદર કાપી રહ્યા છે. વૃક્ષ ઉપર એક મધપુડે છે, તેમાંથી કોઈ વાર મધના ટીપા ટપકે છે. તે ટીપા પેલા માણસના મુખમાં પડે છે, તેને તેને ખૂબ મધુર સ્વાદ લાગે છે. મધમાખી તેને કરડવાની ઈચ્છાથી ચારે બાજુ ઉડે છે. મૃત્યુની આવી દુઃખદ રિથતિમાં પડેલા માનવને જોઈને ત્યાંથી પસાર થતાં વિમાનમાં રહેલી વિદ્યાધરીને દયા આવે છે. વિદ્યાધરી વિદ્યાધરને કહે છે જુઓ ને ! આ માણસ બિચારો કેવા દુઃખમાં છે? આપ વિમાન થોભાવીને તે પુરૂષને લઈ આવે. જેથી વડવાઈ તૂટયે તે કૂવામાં પડીને ભયંકર દુઃખને ન તરે.
વિદ્યાધર તે પુરૂષને વિમાનમાં લઈ જવા માટે આવે છે. મધના સ્વાદમાં લોભાઈને તે પુરૂષ વિદ્યાધરને કહે છે ભાઈ ! એક મિનિટ થોભી જા. એક ટીપું પડે તે ચાખી લઉં. વિદ્યાધર આ પુરૂષના કહેવાથી ભી જાય છે. એક ટીપું મળ્યું તે ખરું, પણ હવે વધુ સ્વાદ લેવાની ઈચ્છા જાગે છે, તેથી વધુ ભવા કહે છે. વિદ્યાધર ત્રણ ચાર વાર તેની વિનંતી માન્ય રાખે છે, પણ પેલાને ટીપામાં જ મુગ્ધ થતે જોઈ અંતે તેના નસીબ પર છેડીને વિદ્યાધર ચાલ્યો જાય છે.
બસ, સંસારી જીવોનું સુખ પણ આવું છે. તે પુરૂષના સમાન સંસારી જીવ છે. જન્મ, જરા અને મરણથી યુક્ત સંસાર તે અટવી છે. ગાંડો હાથી પેલા પુરૂષની પાછળ પડ્યો હતો, તેમ મૃત્યુ દરેક જીવની પાછળ પડ્યું છે. ચાર ગતિ સમાન કૂવો છે અને તે કૂવામાં કોધ, માન, માયા, લેભરૂપી ચાર સર્પો છે. મધના ટીપા સમાન સંસારી જીવોનું ક્ષણિક સુખ છે. આયુષ્યરૂપી વડવાઈ છે, તેને રાત અને દિવસ રૂપી બે ઉંદરે કાપી રહ્યા છે. વિદ્યાધર સમાન સદગુરૂઓ જીવોને સંસારમાંથી બચાવવા કહે છે, પણ રસેન્દ્રિય લેપ જીવ વિચાર નથી કે હું કેવી સ્થિતિથી ઘેરાયેલો છું ! મધના ટીપ સમાન સંસારના ક્ષણિક સુખને આસ્વાદ છેડી શકતો નથી. પરિણામે ચતુતિ રૂપ કૂવામાં જીવ ફેંકાઈ જાય છે. મૃત્યુ તે જીવ જન્મે ત્યારથી એને પીછો પકડીને ફરે છે. માણસને ક્યા સમયે કઈ મિનિટે ઝડપી લેશે તે ખબર નથી. આવા અસ્થિર જીવનને શું વિશ્વાસ રાખવા જેવો છે.?
એક વખત બે નાની બાલિકાઓ મેદાનમાંથી ગળગળ પાંચીકા લઈ આવી. અને રસ્તામાં બેસીને પાંચીકા (કુકી) રમવા લાગી. ઘણીવાર સુધી તો તે છોકરીઓ રમી. પછી એક છોકરીએ કહ્યું કે તારો દાવ ચાલ્યો ગયો છે. તારા પાંચીકા પૂરા થઈ ગયા. બીજી છોકરી કહે, જા....જા, તું ખોટું બોલે છે, આથી બંને ઝઘડવા લાગી. પેલી છોકરીએ બીજી છેકરીની પાસેથી બધા પાંચીકા ઝુંટવી લેવા પ્રયત્ન કર્યો પણ તેના હાથમાં બે જ પાંચીકા