________________
ર૪૧
શારદા રત્ન
ધમધમી ઉઠ્યા અને મણિરથને કહેવા લાગ્યા, પાપી ! હું નરાધમ ! હું માયાવી ! ભાઇને મળવાના બહાને અંદર જઇને તેં તારા નાનાભાઈનું ખૂન કર્યું...! તને જરા પણ શરમ ન આવી? ચાકીયાતા બધા તેના પર થૂંકવા લાગ્યા. ગડદાપાટૂ મારવા લાગ્યા, અને અગ્નિ વરસાવતી આંખા ચઢાવીને લાંબે। હાથ કરીને કહેવા લાગ્યા કે, અરે જુલ્મી રાજા ! આ અધમ કૃત્ય કરતાં તારુ" કાળજી કંપ્યુ નહિ ? ભાઈના સંબંધ પણ તુ' ભૂલી ગયા ! અરે ! નીચ ! ગાત્ર–ગરદનના ઘાતકી! દેશના એક માનીતા ફૂલના અકાળે નાશ કરીને તું હવે જીવવાની આશા રાખે છે? પણ આ તલવારથી તારું માથુ* ઉડાવી દઈશું. અમારા યુવરાજનુ લુણ અમારા પેટમાં પડ્યું છે, તેને હલાલ કરવું છે, હરામ કરવું નથી. અમે આટલા બધા જાગતા ને તેં યુવરાજની આ દશા કરી? હવે તને ખરાખર બતાવી દઈશું. આ બધું બન્યું ત્યારે મયણરેહા બેભાન થઈને પડેલી હતી. ગરબડ વધી જવાથી અને ઠંડા પવન આવવાથી તેણી જાગૃત થઈ અને પહેરેગીરા બધાને કહેવા લાગી, ભાઈ ! વૈરના બદલે વૈરથી નથી લેવા. અત્યારે આ અણીને વખત ધમાલમાં ખાવાના નથી. તમારા ચુવરાજની છેલ્લી પળેા જાય છે. જો તમે બધા આજ્ઞાંકિત અને હિતેચ્છુ હૈ। તે તેમનું મરણ સુધારવા, આપ બધા અહીં આવેા. ખાકી જીવે કરેલાં કર્મો તા કાઇને છેાડતા નથી. એ વાકય પર શ્રદ્ધા કરીને આપ અપરાધીને જતા કરે.
કાળા પાણીએ રડતી, દિલમાં કારમા ઘા વેઠતી મયણરેહા ખેલે છે; અહા ! યુવરાજ જીવતાં જો તેણે મને ફસાવવા આટલા પ્રયત્નો કર્યા તા હવે યુવરાજ નહિ હાય ત્યારે મારી શી સ્થિતિ થશે ? મારા ચંદ્રયશનું શું થશે ? અંતરમાં કરૂણ રૂદન ઘુંટાઈ રહ્યું હતું. આંખ ની પ પણુ પાછળ આંસુઓના સાગર લહેરાઈ રહ્યો હતા. તે સમજી ગઈ કે આમ કેમ બન્યું ? હવે આની પાછળ પેાતાના શીલનું અને જીવનનું શું ? પણ એ બધા વિચાર કરતા પહેલાં તા અત્યારે એ જુએ છે કે પતિ કઇ દશામાં છે? યુગમાહુ તરફડીયા મારતા ધરતી પર ઢળી પડયો અને કહેવા લાગ્યા કે હાય ! આ દુષ્ટ મારી સાથે આવા વિશ્વાસઘાત કર્યા ? મયણુરેહાએ મને પહેલેથી કહ્યુ હતુ. કે એ દુષ્ટ છે, પણ મેં તેની વાત માની નહિ, તેનું આ કરુણ પરિણામ આવ્યુ'! તે દુષ્ટ મને તેા માર્યો છે પણ હવે મારી પત્નીનું અને ચદ્રયશનું શું થશે ? તે આમ ખાલી રહ્યો છે અને તેના હૈયામાં ભાઈ ઉપર ખૂબ ક્રોધ ચઢવો છે. મરવાની તૈયારી છે. મયણુરેહા જુએ છે કે જે તે ગુસ્સામાં મરશે તેા નરકગતિમાં જશે, માટે હમણાં મારા વિચાર પડતા મૂકીને એમનુ સુધારવા દે. સતી અજબ હિંમત કેળવીને પતિનું મરણ સુધારવા તૈયાર થઈ છે. હવે ત્યાં શું ખનશે તે અવસરે.
ગામ