________________
શારદા રત્ન
૨૩૯
થયું કે જો હુ ઘેર જઈશ તેા માબાપ એમ કહેશે કે સુખી ઘરની દીકરી કયાંથી લઈ આવ્યા?
નારાયણે કરેલા વિચાર :લગ્ન થયા પછી નારાયણને વિદેશ જવાનુ હતુ, એટલે સાસુ સસરા કહે છે, આપ વિદેશ જતા પહેલા મા બાપને મળી આવેા, તેમને પગે લાગી આવેા. નારાયણ વિચાર કરે છે કે મારું ખ`ડિયેર જેવું ઘર છે. આ છેકરી મારુ ઘર જોશે તેા તેનુ હુયુ' તૂટી પડશે. માટે હમણાં મારુ ઘર નથી બતાવવું, એમ વિચારીને તેણે તેના કાકા પર પત્ર લખ્યા. તેના કાકા શ્રીમંત હતા. એમનું કુટુંબ પણ માઢુ હતુ. ઘર ભર્યું... ભર્યું લાગતું હતું. તેથી તેણે કાકાને ઘેર પત્ર લખ્યા; અને પેાતાની બધી વાત લખી. આપ હમણાં લક્ષ્મીને તમારે ત્યાં રાખા. આપ એને ખૂબ સાચવજો. નારાયણુ લક્ષ્મીને લઈને કાકાને ઘેર આવ્યા. પાંચ દિવસ સાથે રહ્યા પછી નારાયણ પરદેશ જવા ત્યાંથી રવાના થયા. લક્ષ્મીને ખબર નથી કે આ કાકાજીનુ ઘર છે; તે તા કાકાકાકીને સાસુ–સસરા માને છે. અને તેમની સેવાભક્તિ કરે છે. થાડા દિવસમાં તે લક્ષ્મીના સ્નેહની, સદ્ગુણાની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ. સાદા છતાં સુંદર પહેરવેશ, વાણીમાં મીઠાસ અને વિનમ્રતા આ બધું જોઇને લેાકેા આશ્ચર્ય પામી જતા.
સખીએ ઉઘાડા કરેલા પડદા ઃ—એક દિવસ લક્ષ્મીની સખી કહે છે અલી ! તારા બાપ આંધળા હતા કે એણે ઘરબાર જોયા વિના તારા લગ્ન કરી દીધા. બહેન ! આ શું ઘર નથી ? લક્ષ્મી તા બિચારી કંઈ જાણતી ન હતી. એને મન તા આ મારુ ઘર અને આ મારા સાસુસસરા હતા. એની સખીએ કહ્યું, અહીથી થાડે દૂર તારુ ઘર છે, તે બહુ નાનુ છે. ત્યાં તારા સાસુ સસરા રહે છે. આ ઘર તેા નારાયણના કાકાનુ છે. એ તા વર્ષોથી જુદા રહે છે. ઠીક, તમે મને મારું ઘર બતાવ્યું એ માટે તમારા આભાર માનું છું. સખી ઘેર ગઈ, પછી લક્ષ્મી ઓરડીમાં આવી. એના મનમાં એણે નક્કી કર્યું. કે ખ`ડિયેર ઝુંપડી હાય કે મહેલ હાય, પણ સાસુ સસરા સાથે જઇને રહેવું એ મારું કવ્ય છે. તેણે જરૂરી સામાનની યાદી તૈયાર કરી. પછી પેાતાના નાકરને ખેલાવી પેાતાની ઘરવખરી બધું ખંડેરમાં રવાના કરવા માંડયુ. એના કાકાજીને આ વાતની ખબર પડી ગઈ. એમના આશ્ચર્યની સીમા ન રહી. બેટા ! તું આ શું કરે છે ? લાકે મને શું કહેશે ? બીજી ઘણી બહેનાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો. લક્ષ્મીએ વિનયપૂર્વક કહ્યું, કાકાજી ! હું આપની ખૂબ ઋણી છું. હું અહી” પણુ રહીશ ને ત્યાં પણ રહીશ. અને ઘર મારા છે. આપ જરાય ઓછું ન લાવશે. આ યાદી અને રૂપિયા લે. એમાં લખેલી વસ્તુએ મને લાવી આપવા કૃપા કરશેા. કાકાજીએ બધી વસ્તુઓ મંગાવી દીધી. તે લઈ ને લક્ષ્મી પેાતાના ઘરમાં આવી. સાસુ એટલે બેઠા બેઠા ઘઉં વીણતા હતા. લક્ષ્મીએ જઇને સાસુ સસરાના ચરણમાં વંદા કરી. સાસુ સસરા તા એને જોઈ ને આશ્ચર્યમાં ડૂબી ગયા. એમને ખબર ન હતી કે નારાયણે લગ્ન કર્યો છે. લક્ષ્મીએ કહ્યુ, ખા ખાપુ! હું આપની પુત્રવધૂ છું. હું આપની સાથે રહેવા આવી