________________
શારદા રત્ન
૨૩૭ નિદ્રા પ્રમાદને કરજે ત્યાગ, હૈયામાં જલતે રાખજે વિરાળે, કદી ન કરજે કેઈને રાગ, એક દિન બની જઈશ તું વીતરાગ,
નિદ્રા અને પ્રમાદ એ બે જીવના દુશ્મન છે. માટે એને ત્યાગ કરી હૈયામાં વિરાગની જોત જલતી રાખજે. કોઈના પ્રત્યે રાગ રાખીશ નહિં, તે એક દિવસ વીતરાગ બની જઈશ.
આધ્યાત્મિક્તાના શિખરને સર કરવા સજ્જ થયેલ સાધક જ્યારે ભૌતિક દુન્યવી રંગેનું બનેલું પચરંગી વાતાવરણ દૂર કરીને દિલની દુનિયા તરફ દોટ મૂકીને નિજના વૈભવને મેળવવા સાધનાના પંથે કદમ ભરે છે, ત્યારે સારા યે જગતને પોતાનું ગુલામ બનાવનાર બે દિલેજાન દોસ્ત ભેગા મળીને પોતાને મળેલી સફળતા-નિષ્ફળતાના પાના પરસ્પર ખુલ્લા મૂકે છે, કેણ છે એ દિલજાન મિત્ર? ખબર છે? નિદ્રા અને પ્રમાદ.
આ એક રૂપક છે. નિંદ્રા અને પ્રમાદ વચ્ચે એક વાર સંવાદ થયે. તેમાં નિંદ્રા કહે છે, દોસ્ત! જે ને. આખાયે જગતને મેં વશ કરીને મારું બનાવ્યું છે, યા ને નિંદ્રાધીન કર્યું છે, છતાં જ્યારે સાધક પાસે ઉભી રહી, તો તેની સાધનાના ઉત્કર્ષ પાસે મને ઉભું રહેવું જોખમ ભરેલું લાગ્યું. વધુ હું શું કહું? સાધકનું વ્યક્તિત્વ એવું છે કે તેની પાસે આપણું સત્તા શી રીતે ચલાવાય? નિદ્રાએ આ પ્રમાણે કહ્યું ત્યારે પ્રમાદ બેલી ઉઠયો. તારા કરતાં હું ઘણે બળવાન છું. તને ફગાવીને સાધના કરવા બેઠેલા, કેટલાય સાધકોને મેં પછાડ્યા. હેજ પગથિયું ચૂક્યા, તે સંયમના શિખરેથી પતનની ખીણમાં ડૂબી ગયા. પણ મિત્ર! ત્યાં તે મારું પણ ન ચાલ્યું. ક્યાં આગળ જાણવું છે તારે ?
જે સાધકની આંખેં શાસ્ત્રના અમીરસથી ભરપૂર છે, જેમના તનમાં સાધનાને તરવરાટ છે, જેમના મનમાં સર્વજ્ઞ ભાવની સ્કૂર્તિ રૂંવાડે રૂંવાડે પ્રશમરસ નીતરે છે, હૈયું જેનું સદા વીતરાગને ઝંખે છે, દિલ જેનું દેવાધિદેવ બનવા દોડી રહ્યું છે. અને આખું જીવન પ્રભુ ચરણે સમર્પિત કરી, પ્રભુ આજ્ઞાને શિરોમાન્ય બનાવી પિતાનું વિરાગ્યવાસિત હૃધ્ય, પોતાની જાતને સુવાસિત બનાવીને જલતા જગતને ઠારવાને માટે પોતાના શીતલ સુવચનથી વૃષ્ટિ કરે છે. આ રૂપક તો ભલે નાનું છે પણ તેમાં ઘણું ગહનભાવ ભરેલા છે. નિંદ્રા તથા પ્રમાદ સાધના ક્ષેત્રમાં વિકાસ અટકાવનાર, જાગતા કટ્ટર દુશ્મને છે. સંસારી ભાવોથી પર થયેલા મહામૂલ્ય આત્મતત્ત્વને મેળવવા પ્રયાણ કરનાર સાધક સંસારી સંબંધને ફગાવીને ગુરૂ ચરણમાં સમર્પિત થાય છે. ત્યારે નિંદ્રા તથા પ્રમાદના સ્વરૂપને જાણવા માટે તે ગુરૂગમ તથા આગમનો સહારો લે છે.
નિંદ્રા તથા પ્રમાદ બંને જીવને સંસારમાં પાડનાર છે. જેઓ નિદ્રામાં જાગૃત બન્યા છે એવા સાધકે પોતાની ક્ષણેને પ્રમાદમાં ગૂમાવતા નથી. અરે ! સંસારમાં પણ એવા ભાગ્યવાન પુણ્યશાળી છવો છે કે જેમનું જીવન જાગૃતિમય છે. તેમના નામ ઈતિહાસના પાને અંકિત થાય છે.
એક વખત ન્યાયાધીશ પોતાની મોટરમાં બેસીને બહાર જઈ રહ્યા હતા, રસ્તામાં મટર