________________
શારદા રત્ન કરમાઈ જાય છે. તે સિવાય શોથી, વ્યાધિઓથી, રોગોથી અને જલાદિથી પણ આ શરીર જહદી નાશ પામે છે, એવા અસ્થિર શરીરમાં હે ચેતન ! સ્થિરતાની બુદ્ધિ કેવી ! એમાં સ્થિરતાની કઈ વાત જ નથી, અને એ નાશ થાય એમાં કઈ આશ્ચર્ય નથી. છતાં અજ્ઞાની મૂઢ જીવ શરીરને સ્થિર માની તે દુબળું પડી ન જાય તે માટે તપ કરતા અચકાય છે, પણ આ દેહને વિશ્વાસ કરવા જેવો નથી. એ કયારે દગો દેશે તેની ખબર નથી માટે શરીરને રોગનું ઘર અને અસ્થિર સમજીને વહેલી તકે સાધના કરી છે. આવતી કાલની રાહ જોશે નહિ. જે જ આત્મમસ્તીમાં મસ્ત છે અને ક્ષણે ક્ષણે જાગૃત છે તેવા જ પ્રમાદ કરતા નથી. તે શરીરની નિર્બળતાને વિચાર કરે છે.
લાખેણી પળ તારી જાય, આવખું તારું ઓછું થાય, મેં દેહ માનવને, તેય તુ કાં ન ગભરાય..... જાગે આતમ જાગે.નિંદરને ત્યાગે, કાયા કેરી માયા પાછળ બુદ્ધિ તારી મુંઝાણી,
રાજ ઉઠીને તું નવરાવે, તો યે મેલી થાવાની (૨)..... હંસલો જ્યારે ઉડી જાય, કાયા તારી માટી થાય દેહ
કવિઓ પણ એલારામ વગાડીને કહે છે કે હે જીવ! જાગે. તારી કાયા ઘસાની જાય છે. રોજ સ્નાન કરાવવા છતાં આ કાયા મેલી થાય છે. આયુષ્ય રોજ ઓછું થતું હોય છે. શરીરને ગમે તેટલું સાચવશો તે પણ યુવાનીનું જે બળ–તાકાત છે તે ઘડપણમાં રહેવાના નથી. અને આયુષ્ય પૂરું થયે દેહરૂપી દેવળમાંથી હંસલો ઉડી જશે ત્યારે આ કાયા રાખમાં રોળાઈ જશે. માટે, જાગો. તપ કરવાના મંગલકારી દિવસે ચાલી રહ્યા છે. તપ રૂપી અગ્નિમાં કર્મરૂપી કાષ્ટને નાંખી આત્માને વિશુદ્ધ બનાવવા, આહાર સંજ્ઞાને તેડવા માટે તપ બતાવ્યો છે. મૈથુન સંજ્ઞાને તેડવા માટે બ્રહ્મચર્ય, પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે દાન અને ભયસંજ્ઞાને તેડવા માટે શુદ્ધ ભાવ. ભય કેને હોય ? જેની પાસે જેમ છે તેમને ભય છે. ગાડીમાં મુસાફરી કરતા હો પણ જે પાસે દાગીના કે રૂપિયાનું જોખમ નથી તે નિરાંતે બેસી શકશે પણ જેની પાસે જોખમ છે તેને ભય રહેશે. પહેલા તે પૈસા ખીસ્સામાં મૂકતા હતા પણ અત્યારે તે છાતી પર રાખે છે. પૈસા કેટલા વહાલા લાગ્યા છે.
એક કડિયે વાણિયાના મહેલામાં કબૂતરોના ચેતરાની નીચે રહેતે હતે. મજુરી કરતે ને રોકડા રૂપિયા લાવ. સાંજે ઘેર આવે ત્યારે કેઈ દાળ આપે, ભાત આપે, કઈ રોટલી આપે, આમ તેનું ગુજરાન ચાલતું. દાળભાત ખાય ને રોટલી કેઠીમાં મુકી રાખે. બેને રોજ આપ્યા કરે ને લોભી કડિયે આ રીતે કર્યા કરે. સમય જતાં એકવાર કડિયે બિમાર પડે. આડોશી પાડોશી, વાણિયા બધાને દયા આવતી એટલે તેની પાસે જુદી જુદી વસ્તુ બનાવીને લાવે પણ ખાતે નથી ને ચૂલા તરફ આંગળી કરે છે, છેવટે ચૂલે છે. રોકડા રૂપિયાનું વજનદાર માટલું નીકળ્યું. તે કહે છે મારી છાતી પર