________________
२२८
શારદા રત્ન સમાચાર નથી, તેથી ખૂબ ઝૂરે છે. તેમનું શું થયું હશે? શું એકસીડન્ટ તે નહીં થયે હેયને! ઘણી વાર વૈરી ન ચિંતવે એવું વહાલા ચિંતવે આ બાઈ રોજ પતિની રાહ જુએ છે. આજ આવશે, કાલ આવશે, આશામાં ને આશામાં દિવસે પસાર કરે છે, પણ તેની આશા વ્યર્થ જાય છે. એકવાર તેને ઘેર સંત ગૌચરી માટે પધાર્યા. બાઈ એ ઉત્કૃષ્ટ ભાવથી ગૌચરી વહોરાવી. પછી તેની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. સંત પૂછે છે બેન ! તને શું દુઃખ છે? કેમ રડે છે? ગુરૂદેવ ! મારા પતિ પરદેશ ગયા છે, ૧૨-૧૨ વર્ષો થઈ ગયા, તેમના કંઈ સમાચાર નથી. આપ કહે કે મારા પતિ ક્યારે આવશે ? સંત
જ્યોતિષના જાણકાર હતા. તે મુનિએ સહજભાવે કહ્યું બેન ! તારા પતિ કાલે સાંજે ચાર વાગે આવશે. આ સાંભળીને બાઈના રોમેરોમમાં આનંદ છવાઈ ગયે. બીજી બાજુ પતિના મનમાં થયું કે હું ૧૨ વર્ષથી મારી પત્નીને મૂકીને આવ્યો છું તો તે કેવી રહી છે તે જોવા માટે સમાચાર મોકલાવ્યા વગર અચાનક જાઉં તે મને ખબર પડે.
બાઈને મન તે પતિ આવવાના છે તેને ખૂબ આનંદ છે. તેણે ઘરમાં બધી સાફસુફી કરીને ઘરને શણગાર્યું. તે ૧૨ વર્ષથી ખૂરે છે પણ આજે તેને પતિ આવવાને છે એટલે તેનું મન પ્રફુલ્લિત, આનંદિત છે. બીજે દિવસે સાંજે તેના પતિ આવ્યા. બાઈ તે રાજીરાજી થઈ ગઈ. ઘરના રંગઢંગ અને પત્નીના મુખ પર આનંદ જોઈને પતિના મનમાં થયું કે જેને મૂકીને હું ૧૨ વર્ષથી ગમે છું તે પત્ની આટલા ઉત્સાહમાં ને આનંદમાં કેમ છે? તે તે પતિની પાછળ ઝૂરતી હોય. તેને કયાં ખબર છે કે ૧૨ વર્ષ ગૂરી * ગૂરીને કાઢયા છે? તેના મનમાં આવા ખરાબ વિચાર આવ્યા. આ તે તમારી જાત, જે પુરૂષ સવળે પડે તે બેડે પાર ને અવળે પડે તે.આ પતિએ પત્નીના શરીર સામું ન જોયું. તેનું શરીર તે હાડપિંજર જેવું થઈ ગયું છે, તે તરફ લક્ષ ન કર્યું, પણ મનમાં બીજું જ વિચાર્યું. તેના મનમાં શંકા થઈ. જ્ઞાની કહે છે તને શંકા પડે તે તે વ્યક્તિ સાથે વાત કરી લેજે, પણ મનમાં કાંટે ન રાખીશ. તેની સાથે સમાધાન કરજે. ભગવાન આપણને કહે છે કે તું શંકા ન કર. “લવાર સત્ત ના રૂા” શંકા કરવાથી સમ્યકત્વને નાશ થાય છે.
છદ્મસ્થ જીવો ભૂલને પાત્ર છે. ભૂલ થઈ જાય પણ પછી ભૂલ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.
૧૨ વર્ષે પતિ ઘેર આવ્યા. તેને આનંદમાં બાઈએ ભોજનમાં લાડવા બનાવ્યા. જે સંતે તેને કહ્યું હતું તેમની રાહ જોવે છે. તેવામાં તે મુનિ ફરતા ફરતા ત્યાં પધાર્યા. મુનિને જોઈને બાઈ તે હર્ષમાં ગાંડીઘેલી બની ગઈ, અને ખુશખુશ થતી ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી મુનિને લાડવા વહોરાવ્યા, આથી તેના પતિને વહેમ પડે કે જરૂર આ સાધુ સાથે મારી પત્નીને સંબંધ હશે. બાઈના મનમાં એ આનંદ હતું કે આ મુનિ મને કહી ગયા ને મારા પતિ આવ્યા. પતિ પત્નીને પૂછે છે. હું ૧ર વર્ષે આવ્યા તેને આનંદ નથી એટલે સાધુને જોઈને તને આનંદ થયો છે. તે આટલા બધા તારા મુખ પર હર્ષ