________________
શારદા રત્ન
૨૨૯
કેમ છે? પત્ની કહે નાથ! હું બાર બાર વર્ષથી આપની પાછળ ગૂરતી હતી. રોજ પત્રની રાહ જોતી કે પત્ર દ્વારા કાંઈ સમાચાર આવે છે? પણ આપના તરફથી કોઈ સમાચાર ન હતા. તેમાં આ મુનિ ગૌચરી પધાર્યા. મેં પૂછ્યું, મારા પતિ ક્યારે આવશે? તેમણે કહ્યું તે બરાબર સાચું પડયું. ને હેજે અત્યારે ગૌચરી પધાર્યા તે મને થયું કે ગુરૂદેવનું વચન સફળ બન્યું. મેં તેમને આનંદભેર લાડવા વહોરાવ્યા. આ સિવાય બીજો કેઈ જાતને મને હર્ષ નથી.
શંકાની સાબિતી – પતિ કહે-મુનિએ કહ્યું એ સાચું છે એ માનું કેવી રીતે? તે માનવા હું તૈયાર નથી. પત્ની કહે, મુનિ તે પવિત્ર આત્મા છે, છતાં આપને મારા પર શંકા હોય તે મને ધીજ આપો. ધીજ એટલે હાથમાં અગ્નિ આપે. જે અગ્નિથી હાથ બળે નહિ તે સમજવું કે આ સતી સ્ત્રી છે. બાઈ કહે છે ધીજ આપવાથી પણ જે આપને સંતોષ ન થતો હોય તે કડકડતા તેલને તાવડો મારા પર નાંખે. મારે મન તો આપ જ મારું સર્વસ્વ છે. જગતના તમામ ભાઈઓ મારે ભાઈ અને બાપ સમાન છે. જે આપને આ કાંઈ ન કરવું હોય તે ગુરૂની પાસે જઈને તમે બીજી કોઈ વાત પૂછે. તેનો ઉત્તર આપે ને સાચું પડે તે માનશે ને? ભાઈ તે ઉપડ્યા મુનિ પાસે મુનિ તે જ્યોતિષના જાણકાર છે. ભાઈએ પૂછ્યું મારી ઘોડી ગર્ભવંતી છે તે કેટલા બચ્ચાને જન્મ આપશે? મુનિએ સહજ ભાવે કહ્યું, બે બચ્ચાને જન્મ આપશે. તેમાં એક બચ્ચાને જમણી સાઈડના પગમાં ચાઠા હશે. તું ધ્યાન રાખજે.
અશ્રદ્ધાથી થયેલો અનર્થ – આ ભાઈને મુનિની વાત સત્ય ન લાગી. તેમણે કહ્યું તે સત્ય છે કે નહિ તેની તપાસ કરવા ઘેર આવીને ઘડીના પેટમાં છરો ભેંકી દીધે. તેનું પેટ ચીરી નાંખ્યું. તે અંદરથી તરફડતા બે બચ્ચા નીકળ્યા. એક બચ્ચાને જમણી સાઈડના પગમાં ચાઠા છે. તેને થયું કે મુનિ સાચા છે, પણ કહેવાનું પરિણામ એ આવ્યું કે ઘડી અને બે બચ્ચા ત્રણે જીવોની ઘાત થઈ. આ વાતની પત્નીને ખબર પડી. તેને ભયંકર આઘાત લાગ્યો. તેના મનમાં થયું કે મેં શંકા દૂર કરવા મુનિ પાસે મોકલ્યા ત્યારે આ સ્થિતિ સર્જાઈ ને! ધિક્કાર છે મારા આત્માને ! ધિક્કાર છે મારા જીવનને! પતિએ મારા પર કુશંકા કરી ત્યારે આ બધું બન્યું ને ? મારા કારણે ત્રણ ત્રણ જીની હત્યા થઈ ગઈ. એ ત્રણ જીવાના પ્રાણ ગયા. મારા પ્રાણુ શા માટે રહ્યા છે? એમ વિચારી તેણે ઉપર જઈને ફાંસો ખાધો ને પોતાના જીવનને અંત આણ્યો. આ વાતની મુનિને ખબર પડી. અહો ! મેં તે બાઈને સહજ ભાવે કહ્યું હતું. મારા નિમિત્તે ચાર ચાર જીની હત્યા ! ખરેખર ! ભગવાને કહ્યું છે કે તે સાધક! તું વાત જાણતો હોય તે પણ કહીશ નહિ. કહીશ તે માટે અનર્થ થશે. મેં બાઈને એટલું કહ્યું ત્યારે આ પરિણામ આવ્યું ને ! તેમને ખૂબ પશ્ચાતાપ થયે. પ્રાયચ્છિત લઈને મુનિએ પણ આલેવી, પડિકમી, અનસન કરીને જીવનનો અંત આણે. બાઈને પતિએ મુનિની વાત