________________
શારદા રત્ન
૨૧૯
"
સુધી આવે છે પણ ત્રીજે મિત્ર કર્મ છે, તે તેની સાથે રહે છે. કર્મની દોસ્તી–પોતે કરેલા સારા ખરાબ કર્મો સદા સાથે રહે છે.
આ ન્યાય પરથી એ સમજવાનું છે કે જીવ જ્યારે જાય ત્યારે શુભાશુભ કર્મો તેની સાથે જાય છે. ગાથામાં એ જ બતાવ્યું કે કર્મને ઉદય થશે ત્યારે કર્મના ફળ તેને પોતાને ભોગવવા પડે છે. ઘણીવાર નથી જોતા કે બાળક જન્મે ત્યારથી રોગ લઈને આવે છે. તેને ઠુકોઝના બાટલા ચઢાવવા પડે છે. ફૂલ જેવું બાળક આ વેદના કેવી રીતે વેઠી શકે? ઘણીવાર ૮-૧૦ દિવસને બાળક થાય ને તેને કમળ થઈ જાય છે. મુંબઈમાં એક વાર હોસ્પિતાલમાં છ મહિનાને બાળક જે. પૂછ્યું કે શું થયું છે? તેની આંખે મેતિ આવે છે. આ ફૂલ જેવા બાળકને અહીં જન્મતાની સાથે કર્મ ઉદયમાં આવી ગયા. બધેથી છટકી શકશો પણ કર્મ તે કોઈને કેડો મૂકવાનું નથી. કર્મોના ફળ ભગવતા પછી જીવની શી દશા થાય છે? જેવી રીતે તાલવૃક્ષ ઉપરથી પડેલું ફળ અગર કોઈ પણ વૃક્ષ ઉપરથી છૂટું પડેલું ફળ ઉપર જઈ શકતું નથી. પછી તે ફળને ઝાડ સાથે કંઈ લાગતું વળગતું નથી. માથાના વાળ કેટલા વહાલા છે. વાળ ખરી જતાં હોય તે તે માટે સારા તેલ નાંખે અને વાળ કાળા ને કાળા રહે તે માટે પ્રયત્ન કરે છે. પણ તમે જમવા બેઠા અને જમતી વખતે ભાણામાં એક વાળ આવી ગયો તે વાળ રાખો કે ફેંકી દે? જે વાળને સાચવવા કિંમતી તેલ નાખતા હતા, પણ તે જ વાળ માથા ઉપરથી ખરી ગયા ને ભાણામાં આવ્યો તે તેને ફેંકી દો છો. માથા પરથી વાળ છૂટો પડ્યા પછી તેની કંઈ કિંમત નથી રહેતી. તાડના વૃક્ષ ઉપરથી ફળ છૂટું પડી ગયું પછી તે પાછું ઉપર જઈ શકતું નથી, તેમ આયુષ્ય પૂરું થતાં આ દેહરૂપી દેવળમાંથી હંસલો ઉડી ગયા પછી આ દેહની કઈ કિંમત નથી. માટે દેહમાં પ્રાણ છે ત્યાં સુધી સાધના કરી લે. આત્માનું કામ કાઢી લે.
મયણરેહાને અમંગલના થયેલા ભણકારા : આપણું ચાલુ અધિકારમાં મણિરથના કહેવાથી ચોકીયાતે યુગબાહુ જ્યાં સુતા હતા ત્યાં જઈને સાંકળ ખખડાવી. મયણરેહા એકદમ જાગી ગઈ. તેનું હૃદય ધડકવા લાગ્યું, અને જાણે કઈ અદશ્ય અમંગળ જોયું હોય તેમ તેને થવા લાગ્યું. યુગબાહુ જાગી ગયા પછી ચોકીયાત કહે હે પ્રભો ! મહારાજા મણિરથ આટલી રાત્રે ઘડા પર બેસીને હાથમાં તલવાર લઈને આવ્યા છે. તે આપને મળવા માટે ઈરછે છે. કઈ પણ માનવને રાત્રે ગમે તેવા કારણસર પણ અંદર નહિ આવવા દેવાને આપને સખત હુકમ તેમને કહેવા છતાં તેઓ હઠ છોડતા નથી. એમણે સત્તાની બળજબરાઈથી કહ્યું, જે તમે મને અંદર આવવા દેશો નહિ તે હું તમને ફાંસીની શિક્ષા કરીશ. આટલું કહેવા છતાં અમે જેની નોકરી કરીએ છીએ તેમાં ખામી આવવા દીધી નથી. શીર જાય તે ભલે પણ અમારા માલિકનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે. તેમની સાથે અમે ઘણી આનાકાની કરી, તે પણ તેઓ હજુ પાછા વળતા