________________
શારદા રત્ન
૧૫
રીતે કિનારે પહોંચીને નૌકા વિશ્રામ કરે છે તેવી રીતે ભાવના યુક્ત સાધક પણ સંસારસમુદ્રના કિનારે પહોંચીને બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે.
ભગવાને ૧૨ પ્રકારની ભાવના બતાવી. તેમાં પહેલી અનિત્ય ભાવના ભાવતા જીવ શો વિચાર કરે ? આ જગતમાં ધન, માલ મિલ્કત, ઘર, કુટુંબ કબીલા અને શરીર આ બધું અનિત્ય છે. અમારી બેનની નવી સાડી હોય પણ તે સાડીને જે બેન પહેરે નહિ ને ૨૦ વર્ષ સુધી રાખે તે પણ સાડી સડી જાય છે. કે ઠારમાં અનાજ ભર્યું હોય તે પણ પાંચ દશ વર્ષે સડી જાય છે. મકાને મજબૂત બાંધ્યા હોય છતાં સો-દોઢસો વર્ષે તે પણ જીર્ણ થાય છે, પડી જાય છે, માટે આ જગતમાં કાંઈ નિત્ય નથી. નિત્ય એક એવો મારો આત્મા છે. ઉત્તમ ભાવનાના વેગથી જેનું અંતર સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું છે, જેના અંતરમાં ક્રોધાદિ કષાય જરા પણ રહી નથી, જેના મનમાં ઈર્ષા, દ્વેષ, વર, વિરોધ, વિષય, તૃષ્ણા, કૈષણા, નિંદા, ચુગલી આદિને જરા કણ પણ નથી, એવા પવિત્ર આત્મા સંસારિકતાના સ્વભાવને છોડીને પાણીમાં નાવની જેમ સંસારસાગરમાં રહેલા છે. છતાં પણ સંસાર સાગરની ઉપર તરતા રહે છે. જેવી રીતે નાવ પાણીમાં ડૂબતી નથી તેવી રીતે તે સંસાર સાગરમાં ડૂબતો નથી. જેવી રીતે ઉત્તમ નાવિકથી યુક્ત અને અનુકૂળ હવાથી પ્રેરિત નાવ સમસ્ત તોફાનેથી મુક્ત થઈને કિનારે પહોંચીને વિશ્રામ લે છે તેવી રીતે ઉત્તમ ચારિત્રવાન નાવિકથી યુક્ત જીવન રૂપી નૌકા તપ–સંયમ રૂપી પવનથી પ્રેરિત થઈને દુઃખરૂપ સંસારથી છૂટીને સમસ્ત દુઓના અભાવ રૂપ મેક્ષના કિનારે પહોંચી જાય છે.
ભગવાને સાધકને માટે ૨૫ ભાવના બતાવી છે. એક મહાવ્રતની પાંચ એટલે પાંચ મહાવ્રતની ૨૫ ભાવના. શ્રાવક બાર ભાવના ભાવે. સંતેને જોઈને એવી ભાવના થાય છે કે હું પંચ મહાવ્રતધારી સાધુ કયારે બનીશ? અમારી બેન રતનપળમાં જાય ત્યારે એને એમ થાય કે આ લઉં કે તે લઉં? પણ નાના મહાસતીજીઓને જોઈને એ વિચાર થાય છે કે હું ક્યારે આવી મહાસતીજી બનીશ ? તમારી ચેતના જાગૃત કરો. તપસ્વી નાના મહાસતીજીને જઈને ભાવના કરો કે અમે પણ એવા તપ કરીએ. જેઓ ભાવનાથી શુદ્ધ છે, રાગદ્વેષ તથા કષાયોને જેણે દૂર કર્યા છે, અને જગતના સર્વ જીવો મારા આત્મા સમાન છે, મને સુખ ગમે છે તે બધાને સુખ ગમે છે, મને દુઃખ નથી ગમતું તે બીજાને દુઃખ કેમ ગમે? જેમની આવી ભાવના છે, એવા આત્માઓને જળમાં નાવ સમાન કહ્યા છે. એવા આત્માઓ પોતે તરે છે ને બીજાને તારે છે. પાણીમાં લાકડાનો કે તુંબડીને સહારો મળી જાય તો તે તરી શકે છે, પણ જેણે લોખંડને સહારે લીધે છે તે આત્મા તરતા નથી, પણ ડૂબવાના છે.
જેની ભાવના પવિત્ર છે એવી મયણરેહા અને યુગબાહુ રાત્રે ૧૧ વાગ્યા સુધી ધર્મચર્ચા કરીને કેલીવનમાં સૂતા છે. આ બાજુ જેની દૃષ્ટિમાં વિષ ભર્યું છે એવો કામાંધ મણિરથ પિતાની ધારદાર કટારી કમ્મરે ઝુલતી મૂકીને એ બગીચા તરફ આવવા લાગે,