________________
૧૯૯
શારદા રત્ન
નથી કરતો, તેથી સંતા આપણને ચેતાવે છે કે હવે તો જાગ, અને પુણ્યેાપાર્જન રૂપ
ટિકિટ લેવાના પ્રયત્ન કર.
સિદ્ધાંતમાં જીવના ૫૬૩ ભેદ બતાવ્યા છે. એમાંથી મનુષ્યના ૩૦૩ ભેદ છે. ૩૦૩ ભેદમાંથી ૧૫ ક ભૂમિના મનુષ્ય મેાક્ષના અધિકારી બની શકે છે. પેાતાના શુભાશુભ કર્મા દ્વારા બધી ગતિમાં જઈ શકે છે. જે રીતે ગાડીમાં બેસતા પહેલા ટિકિટ લેવી પડે છે. ટિકિટ વિના ગાડીમાં મુસાફરી થઈ શકતી નથી. કદાચ કાઈ ટિકિટ વિના બેસે તા તેને દંડ ભરવા પડે છે. તે રીતે માનવ ભવ રૂપી જંકશનમાંથી શુભ ક્રિયાઓ દ્વારા ઉપાર્જિત પુણ્ય રૂપી ટિકિટ લેવી પડશે. ઘણી મુસીબતે આ મનુષ્ય ભવરૂપી જંકશન તમને મળ્યું છે. એ જો ખાવાઈ ગયું તેા પછી કયારે મળશે તેની ખબર નથી. એટલા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી જોઇએ. ભગવાન આચારગ સૂત્રમાં માલ્યા છે ઃ—
“ संधि विदित्ता इह मच्चिएर्हि एस वीरे पसंसिए जे बध्धे पडिमोयए । "
આ મનુષ્ય જીવન સરીખા સુવર્ણ અવસરને પ્રાપ્ત કરીને જે વિષયાથી દૂર રહે છે તે શૂરવીર છે. તે જ પ્રશંસાને પાત્ર છે, અને એવા પુરુષ સસારના બંધનામાં જકડાયેલા ખીજા જીવાને પણ બાહ્ય અભ્યંતર મધનાથી મુક્ત કરી શકે છે.
જ્ઞાની કહે છે કે હું મનુષ્યા ! અસીમ પુણ્યાયે તમને ચિંતામણી રત્ન સમાન આ માનવ જીવન પ્રાપ્ત થયું છે. આ વનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ*પૂર્ણ વિકાસ થઈ શકે છે. આ જીવન સર્વશ્રેષ્ઠ મેાક્ષ પ્રાપ્તિનું સાધન છે. આ ભવમાંથી મેાક્ષ મેળવી શકાય છે. ખીજા ભવમાંથી નહિ. દેવા પણ જે માનવભવને પ્રાપ્ત કરવા માટે તલસી રહ્યા છે, એવું જીવન આપણને મળી ગયુ છે. આ દુ ́ભ સુવર્ણ અવસરને પ્રાપ્ત કરીને તેને વિષય કષાયામાં વ્યતીત નહી કરી દેવા જોઇએ. આ સુંદર સુયેાગ વારંવાર મળવાને નથી. સંસારની અસંખ્ય ચૈાનીઓથી બચીને સર્વશ્રેષ્ઠ મનુષ્ય ચૈાનિ મળી જવી એ કેટલેા સુંદર સુયેાગ કહેવાય ? કેટલા અધિક સૌભાગ્યની નિશાની છે. આ સુવર્ણ સમય ગુમાવ્યા પછી ફરી તેની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તે માટે શાસ્ત્રકારાએ ન્યાય આપીને સમજાવ્યું.
સપૂર્ણ ભરતક્ષેત્રના ઘઉંં, જાર, મકાઈ, ચણા, ચાખા આદિ બધા ધાન્યાના એક જગ્યાએ ઢગલા કર્યાં. તે એકત્રિત કરેલા ઢગલામાં ઘેાડા સરસવના દાણા નાંખવામાં આવે અને તેને ખૂબ સારી રીતે હલાવી નાંખે, પછી એક ઘરડી ડેાશી કે જેના આંખના તેજ આંખા થઈ ગયા છે એવી ડેાશીને કહેવામાં આવે કે આ ઢગલામાંથી સરસવના દાણા વીણી વીણીને અલગ કરી દે. ઘરડી ડેાશી આ પ્રમાણે કરવામાં સમર્થ બની શકતી નથી. છતાં કાઈ દિવ્ય શક્તિ દ્વારા તે એ પ્રમાણે કરી શકે પણ મનુષ્ય ભવ મેળવીને તેને જેમ તેમ ગૂમાવી દે છે તેને ફરીને મનુષ્યભવની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. આ દૃષ્ટાંતથી આપ સમજી શકશે। કે મનુષ્યભવનું કેટલુ અણુમેલ મૂલ્ય છે. એવા જીવનને જે જીવા