________________
રેઇ
શરદ રત્ન માત્ર વિષયોમાં પૂરું કરી દે તે કેટલા અવિવેકી કહેવાય! માટે મળેલી મનુષ્ય જીવનની ક્ષણોને આત્મસાધના દ્વારા સફળ કરી લેવી જોઈએ.
આજના દિવસનું નામ છે મા ખમણનું ધર. આ દિવસ આપણને શું સૂચન કરે છે ? આજથી બરાબર એક મહિને સંવત્સરી મહાપર્વ આવશે. તે પર્વ આવતા પહેલાં તું તારા આત્માને વિશુદ્ધ અને નિર્મળ બનાવી દે. આત્માને નિર્મળ બનાવવા માટે અને કર્મને બાળવા ભગવાને તપની જડીબુટ્ટી બતાવી છે. તપ આત્માના રોગ નાશ કરવા માટે સમર્થ છે, તે સાથે શરીરના રોગો પણ તપથી નાશ થાય છે. ખેડૂતને અનાજ મેળવવું હોય તે પહેલા બીજ વાવે છે, તે અનાજ મળતાં પહેલા ઘાસ ઓટોમેટિક ઉગી નીકળે છે, તેવી રીતે તપ એ આત્મા માટે કરવાનું છે, પણ તપ દ્વારા શરીરની સુખાકારી ઓટોમેટિક મળી જાય છે. જેમ ઘીના અને તેલના વહેપારીનું જે કપડું હોય છે તેમાં મેલ અને ચીકાસ બંને હોય છે તેથી તેને બાફવું પડે છે, તેમ આત્મા પર અનંતકાળથી કર્મવર્ગણુઓ ચેટી છે. રાગ અને દ્વેષ દ્વારા જીવ ચીકણું કર્મો બાંધે છે. એ ચીકાશને દૂર કરવા તપ રૂપી ભઠ્ઠો સળગાવવો પડશે. તપની જડીબુટ્ટી સ્વીકારવી પડશે. કરડે ભવના સંચિત કરેલાં કર્મોને નાશ કરવા માટે તપ એ મહાન જડીબુટ્ટી છે.
તપ કયારે કરી શકાય ? આહાર સંજ્ઞા પર વિજય મેળવે ત્યારે. આહાર સંજ્ઞા ખૂબ ભાકર વસ્તુ છે. આ આહાર સંજ્ઞામાંથી બધા સંકલેશો ઉભા થાય છે. બાળક જન્મે છે ત્યારે આહાર માટે રડતે હોય છે. આહારથી શરીર વધે છે. શરીર અનેક વિષય કષાય, સંકલેશોનું સ્થાન છે. આહારમાંથી જીવ અનેક અન્ય સંકલેશેમાં અટવાય છે, અથડાય છે ને પતન પામે છે. માતા બાળકનું આહાર આદિથી પોષણ કરે છે એટલે એ સૌ પ્રથમ માતાને ઓળખે છે. માતા તેનાથી થોડી દૂર જાય તે રોકકળ મચાવી દે છે, પછી એની માતાના જે સંબંધી એટલે ભાઈ, બેન, પિતા આદિની સાથે સંબંધ બંધાય છે. આહારસંજ્ઞા પર વિજય મેળવે એ સહેલ નથી. જે આત્માઓ આહારસંસાને જીતે છે તે આત્માઓ માસખમણ જેવી ઉગ્ર સાધના કરી શકે છે. તપ કરવાથી દેહ બળે થાય છે. શરીર સૂકાય છે, પણ આત્માની શક્તિ ખીલી ઉઠે છે. દેહ દૂબળો હોય, માંદે હોય પણ આત્મા નક્કર (સબળો) છે તે તેની ગાડી સાધનાની પાટે સડસડાટ દોડી જાય છે, પણ જેનું શરીર સાજું હેય ને આત્મા માંદો પડ્યો હોય તે તેની ગાડી અટકી જાય છે. ગાંધીજીનું શરીર કેવું સુકલકડું હતું પણ તેમનું આત્મબળ મજબૂત હતું. આત્મા તે અનંત શક્તિને ઘણું છે. કર્મો સામે કેશરીયા કરવા અને બંધનથી મુક્ત થવા માટે તપ એ અમેઘ હથિયાર છે.
આજે, મહિનાનું ઘર સૂતેલા આત્માને સિગ્નલ આપીને જગાડે છે. જ્યાં સુધી સિગ્નલ અપાયે નહિ ત્યાં સુધી ગાડી પાટા પરથી પાસ (પસાર) થતી નથી પણ સિગ્નલ અપાય પછી જ ગાડી પાસ થાય છે. મેક્ષમાં જવા માટે આ દિવસો આપણને સિગ્નલ આપીને સજાગ કરે છે. હે જીવ! તમારી જિંદગીમાંથી ક્ષણો ઓછી થતી જાય છે, માટે