________________
૨૦૪
શોરંદા રત્ન માનવતા હતી. તે સમજતા હતા કે વહુ એ મારી દીકરી છે. મારે તેનું ધ્યાન તે રાખવું જોઈએ. અમારે ત્યાં દુઃખ કોઈ નથી, છતાં તે કેમ સૂકાતી જાય છે? સસરા પોતાની પત્નીને કહે, આપણી વહુ કેમ સૂકાતી જાય છે? તું એને પૂછી જે ને! ત્યારે સાસુ કહે, એમાં શું પૂછવાનું હોય! સૂકાઈ ગઈ છે તે કાલે જાડી થશે. સાસુ અને સસરાના સ્વભાવમાં ઘણે ફરક છે. ઘરમાં બધાના સ્વભાવ સરખા નથી હોતા. એક માતાના બે દીકરા હોય તેમાં એક દીકરો સારો હોય છે ને એક વઢકણે હોય છે.
એક વાંસના બે ટોપલા હોય, એક ટોપલે ભંગીને ઘેર ગયો તો તેમાં વિષ્ટા ભરાય છે, અને બીજે ટોપલો માળીને ઘેર ગયો તો તેમાં સુગંધી ફૂલે ભરાય છે. કર્મના ખેલ ઓર છે. એક માતાના બે દીકરા હોય તેમાં એક દીકરો મીલમાલિક હોય છે. બીજો મીલમાં મજૂરી કરતો હોય છે. એક દીકરો ગાડીવાળા હોય છે, તો બીજે દીકરો ગાડીને ડ્રાઈવર હોય છે. સસરા કહે, તું પૂછ તે ખરી કે વહુને કંઈ થયું છે? તું તો એની મા સમાન ગણાય. તારી તે પૂછવાની ફરજ છે. સાસુ તે એક જ કહે. શું પૂછવાનું હોય ! કાલે જાડી થશે. ઠીક, જો તું વહુને આવી રીતે રાખીશ તે ઘડપણમાં એ પણ તને એવી રીતે રાખશે.
છેવટે સસરાએ પૂછ્યું–વહુ બેટા ! તમે પરણીને આવ્યા પછી કેમ સૂકાતા જાવ છો ? તને દુઃખ છે? વહુ કહે, બાપુજી! દુખ ગણું તે દુઃખ છે ને સુખ ગણું તે સુખ છે. એટ! આમ કેમ બોલે છે ? તે શું કહું બાપુજી! આપના ઘરમાં પૈસાની કમીના નથી. ખાવાપીવાનું દુઃખ નથી. આપના દીકરા પણ સારા છે, પણ હું જ્યારથી આ ઘરમાં પરણીને આવી, ત્યારથી આજ સુધીમાં આપણે આંગણે કઈ દિવસ સંત પધાર્યા નથી. સંતના પુનિત પગલાથી આપણું ઘર પાવન થયું નથી. તેમના દર્શન કરી આંખડી પવિત્ર બની નથી અને તેમને સુપાત્ર દાન દઈને કર પણ પવિત્ર થયા નથી. અરે ! કઈ દિવસ સંત શબ્દ પણ સાંભળ્યો નથી. ખરેખર જે ઘર આવું છે તે ઘર, ઘર નથી પણ સ્મશાન છે. ઘરમાં બધી વાતે થાય છે, પણ કઈ કહેતું નથી કે આપણે ઉપાશ્રયે જઈએ, કેઈને માળા ગણતા પણ હું જેતી નથી. પૂર્વભવમાં પુણ્ય કરીને આવ્યા છે, તેના મીઠા ફળ અત્યારે ભેગવી રહ્યા છે, પણ પછી શું થશે? આ જન્મમાં જે કાંઈ નહીં કરે તે આવતા ભવમાં શું? મારા મનમાં આ દુ:ખ ખટકી રહ્યું છે. વહુની મીઠાશભરી વાણી સાંભળીને સસરાએ કહ્યું બેટા ! ખરેખર તું તે અમારી કૂળદીપિકા છે. આજ સુધી અમે ધર્મને જાણતા ન હતા. તે અમારી આંખ ખેલાવી છે. આજે અમને સત્ય વસ્તુનું ભાન થયું છે. સદ્દગુણી વહુના પ્રભાવથી આખું ઘર ધર્મમય બની ગયું. આજે ઘણું મા-બાપ એવા જોવા મળે છે કે જે સંતાને ધર્મ ન કરતા હોય, ઉપાશ્રયે ન જતા હોય તે તેમનું દિલ બળી જાય. કંઈક ઘરમાં તે બધા સાથે મળીને પ્રાર્થના કરે, પછી દૂધ પીવે, એટલે ધર્મને રંગ હોય છે, માટે આ ભવમાં તન, મન અને ધનથી જેટલું ભાથું બંધાય તેટલું બાંધી લે. તપ કરવાની શક્તિ હોય, તે શક્તિને ગોપવશો નહિ. તપ કરવાથી કંઈકના રોગો મટી ગયા છે. અરે,