________________
શારદા રત્ન
૨૦૫ કેન્સર જેવા દઈ પણ તપથી મટ્યા છે. તપ કરવાથી શરીરને લાભ અને આત્માને પણ લાભ થાય છે. આત્માના પૂર્વકૃત કર્મો ખપવાથી આત્મા ઉજ્જવળ બને છે, અને શરીર નિરોગી બને છે, માટે આજથી તપમાં ઝુકી જાવ.
આપણા અધિકારમાં યુગબાહુ અને મયણરેહા કેલીવનમાં રહ્યા છે. તે ખબર પડતાં મણિરથ મધરાતે ઘોડા પર બેસીને તલવાર લઈ તે વનમાં આવ્યો. ચકીયાને કહે છે, દરવાજો ખેલો. ચેકીયાતે કહે, અમે યુગબાહુના ચેકીયાત છીએ. અડધી રાત્રે આપને અંદર નહિ જવા દઈએ. આપ મોટા રાજા હો કે છત્રપતિ છે કે રાજ્યના માલિક હો, પણ અમારા કાયદા પ્રમાણે યુગબાહુ અને તેમના પત્ની અંદર સૂતા છે, માટે નહીં જવા દઈએ. મણિરથ કહે, મારે મારા ભાઈને મળવું છે. અત્યારે મળવાનું શું પ્રજન? યુવરાજને રાત્રિમાં ગામ બહાર એકલા રહેવા દેવા એ જીવનનું જોખમ કહેવાય. તેને રાત્રિના સમયે અહીં રહેવા દેવો એ યોગ્ય નથી. માટે હું મારા ભાઈને તેડવા આવ્યો છું. - મણિરથ અંદર જવા માટે ઘણું કહે છે, છતાં ચેકીયાત એકના બે નથી થતા, ત્યારે મણિરથ કહે છે, તમે મને નહિ જવા દો, તે તમારું માથું ઉડાવી દઈશ. માથા લેવા હોય તે લઈ લે. અમે અમારા જીવનના ભાગે તેમની રક્ષા કરીશું, અમે તમારા ભાઈને, જરા પણ આંચ આવવા નહિ દઈએ. આપ ચિંતા ન કરે ને સુખેથી પાછા સિધાવો. અમે આપને અંદર પેસવા દઈશું નહિ. મણિરથે મારી નાખવાની ધમકી આપી, છતાં ચોકીયાતે કાયદાને કેટલા વફાદાર રહ્યા ! ભગવાન મહાવીરના શ્રાવકો તેમના નિયમમાં કેટલા વફાદાર હોય! માથા જાય તે ભલે પણ અમારા ધર્મમાં તે બરાબર વફાદાર રહીશું, અને જે શ્રાવકો આવા બને તે શેરીએ શેરીએ ને ગલીએ ગલીએ “જૈન જયતિ શાસનમ્"ને ગુંજારવ થાય. બાળકોમાં સારા સંસ્કાર આવે. | મણિરથના મનમાં થયું કે, આ ચેકીયા પાસે કોઈ પણ ઉપાયથી કામ લેવું ઠીક છે. તેમણે ચોકીદારોને કહ્યું, તમે યુવરાજના નોકર છો ને? આટલી તકરાર કરવાને બદલે આપ યુવરાજને પૂછી આવ ને? જે તે હા પાડે તે મને જવા દેશે ને ? એક ચેકિયાતને દરવાજે રાખીને બીજે ચોકિયાત યુગબાહુ જ્યાં સૂવે છે ત્યાં ગયા. ત્યાં જઈને સાંકળ ખખડાવી. અવાજ સાંભળીને મયણરેહા એકદમ બેબાકળી જાગી ગઈ. તેનું હૃદય થડકવા લાગ્યું. નક્કી આ વનમાં દુષ્ટ રાજા આવ્યો હશે. આ વિચારથી મયણરેહા કંપવા લાગી.
આ તે જેને અનુભવ હોય તેને ખબર પડે. જે વેદે તે જાણે. (અહીં પૂમહાસતીજીએ પિતાને વીંછી કરડે હતો તે અનુભવ કર્યો હતો.) હવે મયણરેહાનું હૈયું થડકી રહ્યું છે, ત્યાં શું બનશે, તેના ભાવ અવસરે.