________________
શારદા રત્ન
૨૧૧ રાજાએ ભગવાનને વંદન નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે હું મારા ભગવંત! આમના ચોદ હજાર શ્રમણોમાં સૌથી વધારે ચઢતા પરિણામે નિત્ય તે શું પણ સેકન્ડે સેકન્ડ, મિનિટે મિનિટે, કલાકે કલાકે, દિવસે દિવસે વૈરાગ્યના પરિણામમાં ચઢતા મહામુનિ કોણ છે? આ સાંભળીને ભગવાને કહ્યું છે કેણિક! “ રંરમતિ પામોના વૌરાષ્ટ્ર ના સારસીí ધને સાગરે મહાતુર #પ ા મ ળ કરતા” | ઈદ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ના અણગાર ઉગ્રતપ કરવાવાળા અને સૌથી વધુ નિર્જરા કરવાવાળા છે. બસ, આ નામ સાંભળતા શ્રેણિક રાજાના હૃદયમાં ધન્ના અણગારના દર્શન કરી પાપનું પ્રક્ષાલન કરવાની ભાવના ઉલસી. જ્યાં ધન્ના અણુગાર બેઠા હતા ત્યાં જઈ મુનિના દર્શન કરી પાવન બન્યા. તપ કરતાં ધન્ના અણગારનું શરીર કેવું થઈ ગયું હતું તે બતાવતાં કહ્યું છે કે તેમના પગ, સાથળ અને પેટ તે માંસ આદિને અભાવથી બિલકુલ સૂકાઈ ગયાં છે. તેમના હાથ તે એવા સૂકાઈ ગયા છે કે જેવી રીતે સૂકાયેલા પલાશના પાંદડા હોય તેવા દેખાય છે. આ રીતે તેમના દરેક અંગ સાવ સૂકાઈ ગયા છે. આઠ મહિનામાં તે ઘોર તપ તપીને આરામ હરામ કરીને અપ્રમત્તપણે સંયમની અને કાર્યોત્સર્ગ ધ્યાનની સાધનામાં હષ્ટપુષ્ટ કાયા સાવ લેહી-માંસ વગરની હાડપિંજર જેવી બની ગઈ, પણ તેમને આત્મા તો બળવાન બને છે. જેને શરીરને તપ અને વ્રતથી કૃશ કરતા આવડે છે એનો આત્મા જ્ઞાનાદિ ગુણોથી પુષ્ટ થાય છે. વિકારો બળીને ખાખ થઈ જાય છે. ઉત્તમ વિચારોના મોજા મનરૂપી મહાસાગરમાં ઉછળે છે. આ છે તપથી કૃશ કરેલી કાયાને પ્રભાવ. છેવટે એક મહિનાને સંથારો કરી નવ માસની દીક્ષા પર્યાયમાં કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂરું કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લઈ સંયમ પાળીને કર્મોને ખપાવી માક્ષમાં જશે.
આવા મહાપુરૂષોના તપ સાંભળીને આપ પણ લગની લગાડો કે મારે તપ કરે છે. તપથી આત્મા શુદ્ધ-નિર્મળ બને છે. ગઈ કાલે મહિનાનું ઘર ગયું તે આપણને ચેલેન્જ ફેંકીને કહે છે કે આજથી એક મહિને સંવત્સરી મહા પર્વ આવશે. આપ અત્યારથી અંતરમાં વિષયકષાયના જે બાવાજાળા બાઝી ગયા હોય તેને દૂર કરી આત્માને સ્વચ્છ-વિશુદ્ધ બનાવે. હળુકમી છે તે તપના પ્રાંગણમાં આત્માને ઉજજવળ બનાવી રહ્યા છે. પૂરાણું કર્મોના મેલને સાફ કરવા તપ એ અમૂલ્ય ઔષધિ છે. ગઈકાલે કહ્યું હતું કે જીવ તપ કયારે કરી શકે? આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવે ત્યારે. આહાર સંજ્ઞા ખૂબ ભયંકર વસ્તુ છે. આહાર સંજ્ઞામાંથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આહાર દ્વારા શરીર પુષ્ટ બને છે અને પુષ્ટ થયેલું શરીર ન ઈચ્છવાનું ઈચ્છે છે. એ સ્ત્રીના સ્પર્શમાં ગાંડો બને છે. લગ્ન કરવાથી અનેક નવા સગાવહાલા, સંબંધો ઉભા થાય છે. તેના બંધન વધે છે. એના દ્વારા અનેક રાગદ્વેષ ઉભા થાય છે અને અશુભ કર્મોને બંધ થાય છે. આ બધાનું મૂળ કારણ આહાર સંજ્ઞા છે. એટલે જ્ઞાની ભગવંતે આહાર સંજ્ઞાને તેડવા માટે વારંવાર તપ કરવાનું કહ્યું છે,