________________
२०२
શારદા રત્ન પછી ત્યાંથી પાછા ફરતા ઘરમાંથી આહાર કરે એ છ ભેદ અને જુગતિ અને વિક્રગતિ એમ કુલ ૮ ભેદ ભિક્ષાચર્યાના છે તથા (૧) સંસૃષ્ટ (૨) અસંસ્કૃષ્ટ (3) ઉદધૃત (૪) અલ્પલેપિકા (૫) ઉદ્દગૃહિતા (૬) પ્રગૃહિતા (૭) ઉજિજતધર્મા, એ સાત પ્રકારની
એષણું છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ ચાર પ્રકારનો છે. આ તપને ભિક્ષાચર્ચા તપ કહે છે. તેનું બીજું નામ વૃત્તિસંક્ષેપ છે.
(૪) રસપરિત્યાગ-દૂધ, દહીં, ઘી અને પકવાન આદિ પૌષ્ટિક પદાર્થ તથા રસયુક્ત અન્નપાન આદિને જે ત્યાગ છે તેને રસપરિત્યાગ કહે છે. કીડી આદિના ભવમાં જીવ રસનામાં ગાંડે હતે. કીડી જ્યાં સ્વાદ મળે કે તરત દોડી જાય છે. એટલે તેને રસના ઉપર કાબૂ હેત નથી. જેમ જેમ જીવ ઉંચે આવે છે તેમ તેમ રસનાના નખરા વધે છે. ભાવતી વસ્તુ એક બે મળે તે પણ ચાલી શકે છે, પણ રસ વિનાની, મસાલા વગરની બાફેલી રાઈ અનેક જાતની મળે તે પણ એનાથી ચાલતું નથી, પણ રસવાળી વસ્તુ ઓછી મળે તો પણ ચાલે છે, એટલે રસત્યાગને તપ કઠીન છે.
માળવા દેશના રાજા ભર્તુહરિ પીંગળાની પાછળ પાગલ હતા. પણ તેમને ખબર પડી કે હું જે પીંગળાને મારી માનું છું તે મારી નથી. તે તે બીજાના પ્રેમમાં પડી છે. આથી તેમને વૈરાગ્ય આવી ગયા. ભગવો વેશ પહેરીને પગપાળા ચાલી નીકળ્યા. ભર્તુહરિ ચાલ્યા જાય છે. રરતામાં કંદોઈની દુકાને તાવડામાં ગરમ ગરમ શીરે શેકાતે જોયો. આ સંસાર છોડી દીધે પણ હજુ વૃત્તિ છતાણી ન હતી. ગરમ શીરો જોઈને ખાવાનું મન થઈ ગયું, પણ શીરે લાવવો ક્યાંથી ? એ લેવા માટે પૈસા તે જોઈએ ને! પાસે પૈસા તે છે નહિ, જીભની રસના એટલું જોર કરે છે કે ગમે તે રીતે શીરો ખાવો સાચે, તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું. પૈસા મેળવવા માટે ભતૃહરિએ કેથળા ઉપાડયા. મજુરી કરીને પૈસા મેળવ્યા. જુઓ, રાજા જેવા રાજા, જેણે કઈ દિવસ કંઈ કામ કર્યું ન હોય તે રાજાએ એક જીભના સ્વાદ ખાતર મજુરી કરીને પૈસા મેળવ્યા ને કંદોઈની દુકાનેથી શીરે લીધે. શીરો ખાવા માટે જીભડી તો લબકારા મારી રહી છે, પણ ખાતા નથી. નદીકિનારે જઈને પછી ખાઈશ, શીરો લઈને ચાલ્યા જાય છે. રસ્તામાં ગાયોનું ધણ સામે મળ્યું તેનું છાણ પડયું હતું. છાણ જોઈને ભતૃહરિ કહે છે કે હે રસના રાણી ! તને ઉને ઉને શીરો ખા ગમે છે, તે આ છાણ પણ શીરા જેવું ઢીલું છે, એ તને ખાવું કેમ ગમતું નથી ?
હે રસના તમે રાણી, લંપટ શીરાપર ખાવાની હજુ તૃષ્ણ જે ખાધું છે જીવનભર
મુક્તિના મધુરસનું ટીપું તે કદી ચાખે.ફિગટની. જે શીરો ખાવા માટે કેથળા ઉપાડવાની મજુરી કરી હતી તે શીરો ખાવાને છેડી દીધી ને છાણને આરોગી ગયા. કેટલે રસ વિજય!
(૫) કાયકલેશ-આત્માને સુહાવહ અર્થાત્ સુખકર વીરાસનાદિ ઉગ્ર આસને અભ્યાસ એ કાયક્લેશ તપ છે. જેમ જેમ જીવ ઉચે આવે છે તેમ તેમ સુખશીલતામાં