________________
શારદા રે
૨૦૧ કાલની રાહ ન જોતાં કર્મ સામે કેશરીયા કરવા ઉભા થઈ જાવ. તપ વિના આત્માની શુદ્ધિ નથી. તપ વિના કર્મક્ષય નથી, માટે તપની અવશ્ય જરૂર છે. જે જીએ તપની અંતરાય તોડી હોય તે મા ખમણ ૪૫-૬૦ ઉપવાસ કરી શકે, પણ જે એક ઉપવાસ પણ કરી શકતા નથી તેણે કર્મોને કેવી રીતે દૂર કરવા ? ભગવાને તપના બાર પ્રકાર બતાવ્યા. છ બાહ્ય અને છ આત્યંતર.
अणसण मुणोयरिया भिकरवायरिया य रसपरिच्चाओ।
જાણો સંજયા , વ તા ટ્રોફા ઉત્ત. ૩૦-૮ બાહ્ય તપ છ પ્રકાર છે. અનશન, ઉોંદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ, સંસીનતા.
(૧) અનશન તપ-જીવ અનાદિ અનંતકાળથી અનેક ભવમાં રખડે, બધી જાતિ, ગતિમાં જઈ આવ્યો. બધી નિમાં ફરી આવ્યું પણ એ જ્યાં જ્યાં જન્મ્યા, ત્યાં ત્યાં પહેલું કામ એણે આહાર કરવાનું કર્યું. ચારે ગતિમાં અનંત કાળ રખડી રખડીને ખા ખા કરવાનું બંધ કર્યો છે. આજ સુધી કેટલું ખાધું અને કેટલું પીધું ? આજ . સુધી પીધેલા માતાના દૂધને હિસાબ કરીએ તે સાગરના સાગર ઉભરાય અને ખાધેલા અનાજને હિસાબ કરીએ તે પર્વતે ખડકાય એટલું ખાધું પીધું છે, તેથી જેનદર્શનમાં બાર પ્રકારના તપની અંદર આહાર સંજ્ઞાને મારવા માટે પ્રથમ અનશન તપ કહ્યો છે. તેના બે પ્રકાર છે. ઈત્વરિક અને મરણકાળ. જ્યારે ઉપસર્ગને પ્રસંગ આવી જાય ત્યારે એવી રીતે અનશન કરે કે જે હું આ ઉપસર્ગમાંથી બચું તે છૂટે અને મરણ આવે તે સિરે. આ નિર્ધારિત અનશન પછી ફરી ભજનની ઈચ્છા થાય તે ઈવરિક અનશન અને મરણ કાળ સુધી જે અનશન કરાય છે તે મરણકાળ અનશન કહેવાય છે.
(૨) ઉણેદરી તપા–જે જેટલું ખાઈ શકે તેથી ઓછામાં ઓછું એક કણ તથા એક કેળિયો (ગ્રાસ) આદિ રૂપે ઓછું ખાવું તેનું નામ ઉણોદરી તપ છે.
(૩) ભિક્ષાચર્યા–આઠ પ્રકારની ગૌચરી તથા સાત પ્રકારની એષણાઓ અને જે બીજા અનેક પ્રકારના અભિગ્રહ છે તે બધા ભિક્ષાચર્યામાં કહેવાય છે. અથવા તેને ભિક્ષાચર્યા તપ કહે છે. આ ધાર્માદિ ષથી રહિત ભિક્ષાચર્યાના આઠ ભેદ છે. (૧) પિટિકા-જે મહેલા ચતુષ્કોણ પેટિકાના આકાર સમાન હોય તેમાં અભિગ્રહપૂર્વક ગૌચરી કરવી. (૨) અધપેટિકા–આ. રીતે અર્ધપેટિકાના આકાર સમાન ઘરોમાં ભિક્ષાને માટે જવું તે અધપેટિકા (૩) ગેમૂત્રિકા-વાંકાચૂંકા આકારના ઘરોમાં જવાનો નિયમ કરે તે ગોમૂત્રિકા (૪) પતંગવીથિકા- જેવી રીતે પતંગ ઉડે છે તેવી રીતે આહાર લે અર્થાત પહેલા એક ઘેરથી આહાર લઈને પછી તેની નજીકના પાંચ છ ઘર છોડીને સાતમા ઘરથી આહાર લે તેને પતંગ વીથિકા કહે છે. (૫) બૂકાવર્તી અર્થાત્ શંખાવર્તની જેમ ફરીને (ઘૂમીને) આહાર લેવાની પ્રતિજ્ઞા કરવી. તેના બે પ્રકાર. એક આત્યંતર અર્થાત્ ગલીની અંદર અને બીજા ગલીની બહાર (૬) ગલીની અંદર એની શરૂઆતથી છેડા સુધી સીધા ચાલ્યા જવું અને